________________
પરમાર્થ દૃષ્ટિવાન છે. એટલે સંસારના કાર્યો કરવા છતાં પણ એનો ઉપયોગ આત્મામાં છે. એનું ચિત્ત આત્મામાં છે. એની ચિંતવનની ધારા આત્મામાં છે.
નરસિંહ, મીરાં, કબીર, રઈદાસ, નિરાંતકોળી – વગેરે સંત પુરુષોનાં ઉદાહરણ પરમકૃપાળુદેવે સોભાગભાઈને પત્રોમાં લખ્યાં છે. આવાં આવાં પુરુષો માર્ગની સમીપ હતા. કારણ કે બહારનો ગમે તે વ્યવહાર કરતાં હોય છતાં પણ, ઉપયોગ તો આત્મામાં જ છે. એટલે એમણે સોભાગભાઈને લખ્યું કે, “મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરંત.” એટલે જગતનું - વ્યવહારનું કોઈપણ કામ કરતાં હોઈએ ઉપયોગ તો સતત સદ્દગુરુનાં બોધમાં જ રહેવો જોઈએ. અહીં સોભાગભાઈ લખે છે, “રાત અને દિવસ ઉપયોગ એમાં જ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું કાંઈ વાંચવાનું મન થતું નથી.” પ્રભુશ્રી પણ કહેતા કે, “મને તો પરમકૃપાળુદેવના વચનો વાંચ્યા પછી બાકીનું બધું તો છાશ બાકળા જેવું લાગે છે. એ તો ભગવાનના બોધમય થઈ ગયા છે. એ જ રટણ ચાલું છે. બીજી બધી વાતો, સંસારની વાતો, બીજા ગ્રંથોની વાતો બધું છાશ-બાકળા જેવું લાગે છે. ક્યાંય ચેન પડતું નથી.
પોષ વદ દસમના ફરી પત્ર લખે છે, “આત્મસિદ્ધિ ગ્રંથ’ ગોળિયો વાંચે છે અને વિચારે છે. તેમજ હું પણ એ ગ્રંથ વાંચું છું. દોહા ૧૩૪ મુખપાઠ કર્યા છે. અને વિચારતાં ઘણો આનંદ આવે છે.” સોભાગભાઈ લખે છે, ‘ગોળિયા વાંચે અને વિચારે છે. આપણે તો હજુ ફક્ત બોલવા સુધી જ પહોંચ્યા છીએ. વિચારવાની ભૂમિકામાં આવ્યા જ નથી. વળી ‘પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો ‘આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો દેહ રહેવો મુશ્કેલ હતો.” એમની ૬ ૫ વર્ષ ઉપરની ઉંમર હશે. અને પાંચ મહિનાથી તાવ આવે છે. એ સ્થિતિમાં એ આત્મસિદ્ધિ ગ્રંથનું સ્મરણ કરે છે. વૃદ્ધાવસ્થા છે. ખાટલામાં પડ્યા છે. છતાં પણ એ જ રટણ છે. એમાં જ ઉપયોગ છે.
આપણે જાતનું અવલોકન કરીએ કે આપણા જીવનમાં પરમાર્થ દૃષ્ટિ છે કે નહીં ? આપણે નિષ્પક્ષપાતપણે પોતાનાં દોષ જોવા પડશે. આ દોષ જોઈશું નહીં તો દોષ ટળશે નહીં. અને દોષ ટળશે નહીં ત્યાં સુધી આ ગુણોની સંપત્તિનું સર્જન થશે નહીં. આત્મિક ગુણો ત્યારે જ પ્રગટશે જ્યારે ચૈતન્ય પર લાગેલાં બધા દોષોના આવરણોને હટાવીશું. આવાં જ્ઞાની પુરુષોનાં વચનો વાંચીને વિચારીએ ત્યારે જ દોષ હટાવવાનો પુરુષાર્થ થશે. “પાંચ મહિના થયા તાવ આવે છે. આપે આત્મસિદ્ધિ ગ્રંથ મોકલાવ્યો ન હોત તો દેહ રહેવો મુશ્કેલ હતો. આપે ગ્રંથ મોકલાવ્યો તેથી જ જીવું છું. આપણી આ ભૂમિકા છે ? સોભાગભાઈને હવે જીવવાની ઇચ્છા જાગી છે. પાંચ મહિનાથી તાવ છે તો પણ - જીવવાની ઇચ્છા જાગી - કારણ કે આ ગ્રંથ મોકલાવ્યો છે તો હવે તો આત્મા લઈને જ જઈશ. તેથી જ જીવું છું.' એમ લખે છે. આપણે દેહની વ્યાધિથી કંટાળીને અનંતવાર દેહ છોડ્યા છે અને અનંત વાર ધારણ કર્યા છે. પણ આત્મત્વ પ્રાપ્ત થયું નથી અને દેહ છોડવા પડ્યા છે. સોભાગભાઈને થયું કે ભલે તાવ આવે છે. તાવ તાવનું કામ કરશે આપણે તો આમાંથી આત્મા પકડી લેવો છે. એટલે હવે જીવવું છે. “આત્મસિદ્ધિ ગ્રંથ વાંચ્યા પછી કોઈ
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 29 [E]=