________________
હે ભગવાન ! તેં કાંઈ બાકી રાખ્યું નથી. આત્માને મોક્ષનો માર્ગ સમજાવવા માટે આ પ્રભુએ પૂર્ણ કૃપા કરી છે. આ કાળના જીવોને, જેટલું જેટલું એ સમજી શકે, પાત્ર ભેદે ઉપદેશ આપ્યો છે. અને જેટલું એને સમજાવવા માટેનું યોગ્ય છે, જેટલું એને હિતકારી છે એટલું બધું આપ્યું છે. અહીં કહ્યું છે, “કર્મ અનંત પ્રકારનાં કારણ કે જીવની વૃત્તિ અનંત પ્રકારની છે. અનંત વૃત્તિઓ હૃરી છે તે આશ્રવ છે. ઇચ્છા અનંત છે. આકાશ જેટલી. અને જગત મર્યાદિત છે. ઇચ્છા પાસે જગત મર્યાદિત છે. આમ તો જગત પણ અનંત છે. Economics નો સિદ્ધાંત કે wants are many, ends are less. અને એટલે જ આ જગતની અંદર there is a structure of price, demand & supply. અર્થશાસ્ત્રનો પ્રારંભનો નિયમ. and man is a bundle of wants. આ માણસ, ઇચ્છાનો, તૃષ્ણાનો, વાસનાનો પીંડ છે. મેરુ પર્વત જેટલું દ્રવ્ય એને આપી દેવામાં આવે તો પણ એની ઇચ્છા તો ઊભી જ હોય. કાંઈક હજી વધારે લઈ લઉં. મમ્મણ શેઠ એનું ઉદાહરણ છે. આવી મમ્મણશેઠની વૃત્તિવાળા જીવો આ સંસારમાં છે. કર્મો અનંત પ્રકારનાં છે. પણ જ્ઞાનીઓએ એ કર્મોના વિભાગીકરણ કર્યા છે. કારણ કે અનંતનો વિષય ગ્રહણ કરી શકે એવી આ જીવની ક્ષમતા નથી. માટે કહ્યું, મુખ્ય કર્મો આઠ પ્રકારનાં છે. સાહેબ ! પણ આ આઠે યાદ રહે એમ નથી. syllabus લાંબું છે. કાંઈ વાંધો નહીં. એમાં એક જ યાદ રાખ. તેમાં મુખ્ય મોહનીય.” એ મોહનીય હણાય એનો હું તને પાઠ કહું છું. તારા બધાં કર્મોમાં, સૌથી powerful, તને રખેડાવનાર કોઈ કર્મ હોય તો તે મોહનીય છે. એટલું જ નહીં, મોટા મોટા તપસ્વીઓને, સાધકોને, મહામુનિઓને, આ મોહનીય કર્મે પછાડીને ભોં ભેગા કરી દીધાં છે. રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધાં છે. આ મોહનીય કર્મ એ કર્મોનો રાજા છે. આ જીવને સંસારમાંથી છૂટવા દેતો નથી. મોક્ષમાં જવા દેતો નથી. આ મોહનીયના બે ભાગ છે. એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. એનો હું તને પાઠ કહું છું.
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચરિત્ર નામ,
હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ.” હવે આ કર્મોનો તારે નાશ કરવો હોય તો દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વિતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. આ ભગવાને આ છેલ્લો પાંચમો ઉપાય શિષ્યને બતાવ્યો કે, અનંત કર્મો સામે લડવાનું છોડી દે. આઠ યાદ રાખ. અને એમાંથી પણ એક મોહનીયને પકડી લે. એક મોહનીય રાજા જેવો છે. એના પણ બે ભાગ કરી નાખીએ. અડધો ભાગ તારો અને અડધો. મારો.
“કર્મ મોહનીય ભેદ છે. દર્શન ચારિત્ર નામ.” દર્શન મોહનો નાશ આત્મબોધથી થાય. ‘હણે બોધ વિતરાગતા.” ભગવાન કહે છે કે બોધ સદુગરનો અને વિતરાગતા તારી. આ તારે તો અડધું જ માન્ય કરવાનું છે. આ બોધ અને વિતરાગતા મોહનીય કર્મને હણી નાંખશે. જ્ઞાની ભગવંતો કહે છે, મોહનીયનો નાશ થાય એટલે બાકીનાં કર્મો તો અંતમુહૂર્તમાં નાશ થઈ જાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને ચારિત્ર મોહનીયના કર્મો ગમે તેવાં પ્રબળ હોય, બારમું ગુણસ્થાનક-ક્ષીણ મોહ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં, મોહનીય
| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 252 GિE