________________
કર્મનો ક્ષય થતાં, અંતમુહૂર્તમાં એ જીવને કેવળજ્ઞાન પ્રગટે છે. આ મોહનીયનો નાશ કરવાના અચૂક ઉપાયમાં ભગવાને કહ્યું કે એના બે ભાગ કરી નાખ. એનો નાશ કરવા માટે એક બોધ અને બીજું વિતરાગતા. બોધ સદ્ગુરુનો. સદ્દગુરુને શીર ઉપર લઈ લે. માથા ઉપર જિનાજ્ઞા ધરી લે. દેવ ગુરુને માથે રાખે. અને પછી તું આંધળો હો તો યે ચાલ્યો જા. એ માર્ગ બતાવે એમ ચાલ્યો જા. આ દાવાનળ લાગ્યો છે સંસારમાં પણ તું એમાંથી માર્ગ કરીને ચાલ્યો જા. તું નીકળી જાઈશ. સદ્દગુરુના બોધનું અવલંબન અને તારી વિતરાગતા તારે પુરુષાર્થ શેમાં કરવાનો છે વિતરાગતામાં.
‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.” કોઈ કાળમાં તું ત્યાગ અને વૈરાગ્ય વિના, સંયમ અને તપની સાધના વિના, આ મુક્તિનો માર્ગ પામી શકે એવું છે નહીં. અને આ સદ્ગુરુ આમ અચૂક ઉપાય કહે છે.
શિષ્ય અવિરોધ ઉપાય માંગ્યો હતો. અને સદ્દગુરુએ આપ્યો કેવો ? ‘અચૂક.’
અવિરોધ ઉપાય એટલે માંગ્યો હતો કે, ઉપાયમાં મત-ભેદ હોય તો તે ઉપાય સફળ થાય કે ન થાય. પરસ્પર વિરોધી હોય તો ઉપાય ઓછું પરિણામ આપે. આ તો અચૂક ઉપાય આપે છે. રામબાણ. જાય તો પાછું ફરે નહીં. લક્ષ વીંધીને આવે. રાધાવેધ થયે જ છૂટકો. આમ અવિરોધ વાત બતાવી સદ્દગુરુ અચૂક ઉપાય આપે છે. અહીં સમ્યગુદર્શન અને જ્ઞાન, સદ્ગુરુના બોધ સાથે મુક્યાં છે. અને સમ્યફચારિત્ર એ શિષ્યને આપ્યું છે. અપૂર્વ અવસરની ગાથામાં આવે છે,
દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે
દેહ ભિન, કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.” આ સદ્ગુરુ થકી પ્રાપ્ત થાય. આ જવાબદારી સદ્દગુરુને સોંપી દે. અને એ જે કહે એ સ્વીકારી લે. અને વિતરાગતા. આત્મયોગની સ્થિરતા. જગત તરફથી પાછા વળવાનું. સદ્દગુરુએ બતાવેલા બોધ અનુસાર ઉપાસના કરવાની. સાધના કરવાની. આટલું કામ તો હે જીવ ! તારે પોતે જ કરવું પડશે. એ કામ સદૂગર નહીં કરી શકે. એ કરે તો એ મોક્ષે જાય. એ તો કરે જ છે. પણ જે બોધ પ્રમાણે ઉપાસના કરે એ જ મોક્ષે જાય. જે સાધના કરે એને જ એનું ફળ મળે. પણ તારે કાંઈક તો કરવું જ પડશે. આવો અચૂક ઉપાય આપ્યો છે.
આત્મસિદ્ધિમાં પાંચ ઉપાય.
૧. નિજવાસ.
૨.
છેદકદશા.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 253
-