________________
શબ્દનો અર્થ આજ્ઞા થાય છે. શાસ્ત્રમાં જિનેશ્વર ભગવાને જે આજ્ઞા કહી છે તેની ઉપાસના. ‘આણાએ ધમ્યો. આણાએ તવો.’ ‘આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. આજ્ઞાનું આરાધન એ જ તપ.” મને સર્વજ્ઞ દેવ વિતરાગમાં શ્રદ્ધા છે. એ માત્ર પ્રાપ્ત પુરુષ નથી. આપ્તપુરુષ પણ છે. જેનામાં વિશ્વાસ મુકી શકાય એવા. અને આપ્તપુરુષ છે એટલે એના વચનમાં મને શંકાનું કોઈ કારણ નથી. હું સમજી શકું કે ન સમજી શકું એ મારા જ્ઞાન અજ્ઞાનનો વિષય છે. પણ એમણે કહેલો બોધ, એમણે બતાવેલું સત્ય એ તો પૂર્ણ છે. ‘વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષનાં યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. પ. ૫૦૫) મને ન સમજાય. મારે અનુઅધિકારીપણું છે. પુરુષનો યોગ નથી. પરંતુ જો જિનેશ્વરનું વચન હોય, શ્રી જિનનું પ્રવચન હોય, આવા પ્રાપ્ત પુરુષ પ્રત્યે શ્રદ્ધા કરીને મેં એને આપ્ત માન્યાં હોય તો મારે એની આજ્ઞા ઉપાસવી જ જોઈએ. આપ્ત ન માન્યા હોય ત્યાં સુધીની વાત જુદી છે. એક વખત મેં એને આપ્ત માન્યા છે. હું માનું કે સંસારની અંદર તીર્થકર એ પૂર્ણ પુરુષ છે. સર્વજ્ઞ એ પૂર્ણપુરુષ છે. પૂર્ણ વિતરાગ એ પૂર્ણ પુરુષ છે. વાણીનો યોગ છેલ્લે અરિહંતમાં હોય. અરિહંતપદ સમાપ્ત થયું અને સિદ્ધપદમાં ગયાં, પછી કોઈ આત્મા જગતને કાંઈ કહેવા આવતાં નથી. એ કાંઈ ધર્મનું સ્વરૂપ બતાવતાં નથી. એ સિદ્ધાંતના, નીતિના, આચારના બાંધા, સિદ્ધ અવસ્થામાં કોઈ આત્મા બાંધતો નથી. તીર્થની સ્થાપના જે કરે છે, માર્ગને ઉદ્યોત જે કરે છે, મોક્ષમાર્ગને ઉદ્યોત જે કરે છે તે અરિહંત.
ધન, ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા.” વીરવિજયજી મહારાજ, પૂજાની ઢાળમાં અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં કહે છે કે, હે અરિહંત પરમાત્મા ! તને અમે એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે તેં તો લોકને ઓળખાવ્યો. માર્ગને અજવાળ્યો. માર્ગને ઉદ્યોત કર્યો. આપણે ભક્તામર સ્તોત્રનો પ્રારંભમાં કહીએ છીએ, “હે પ્રભુ ! આ અવસર્પિણી કાળની અંદર તે મોક્ષમાર્ગને ઉદ્યોત કર્યો છે.” એમ લુપ્ત થયેલા માર્ગને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આલોકિત કર્યો છે. ઉદ્યોત કર્યો છે. એટલે અહીં કહે છે કે, ભાઈ ! આવો આત્મા જેનાથી પમાય એવી રીત, એવી જ સાધના, એવો જ સુધર્મ તું પકડજે કે, જે ધર્મથી કેવળ આત્મા, કેવળ આત્મા, કેવળ આત્મા જ પમાય. કોઈ પણ આભાસ વિનાનો આત્મા, ‘સતુ’ આત્મા. અવિનાશી આત્મા, ચૈતન્યમય આત્મા જ પમાય. એ સિવાય બીજું કોઈ લક્ષ સાધનાનું નથી. એને તું લેજે. ધર્મનું સ્વરૂપ. મતભેદથી રહિત. આમાં બીજો શું વિરોધ આવે ? કોઈ વિરોધ નથી. અવિરોધ ઉપાયમાં હવે સદ્દગુરુ કહે છે કે, આ જીવને જે બંધન છે, તે બધી જ વસ્તુ સમજાવવી છે. પૂર્ણ કૃપા કરવી છે.
‘ચારૂતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી.”
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 251 E