________________
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. (૯) જે જે કારણો કર્મ બંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે.'
હવે આ બીજો ઉપાય કહે છે. જે જે કારણ બંધનાં છે, જેનાથી જીવને બંધ થાય છે, શુભ કે અશુભ, પણ જેનાથી જીવને બંધ થાય છે, પુદ્ગલ પરમાણુ જે પર છે એને જીવ ગ્રહણ કરે છે, જીવનું વીર્ય સ્કુરાયમાન થઈને પર પદાર્થને પોતાના તરફ ખેંચે છે, સુખની ભ્રાંતિના કારણે – આ માર્ગ બંધનનો માર્ગ છે. જે કારણોથી આ જીવ એ તરફ જાય છે એ કારણોની છેદક દશા એ મોક્ષપંથ અને ભવનો અંત છે. આશ્રવના, બંધના કારણો તત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યાં છે, “
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ: બંધ્ધ હેત્વઃ બંધના હેતુઓ છે. પણ કૃપાળુદેવે અહીં એ તાત્ત્વિક પરિભાષા ન મુકી. શિષ્ય ઉપર મુકી દીધું કે તને આ બંધના જે જે કારણ છે, શુભ કે અશુભ. તે કારણોની છેદકદશા' કર.
એ દશા કેવી રીતે છેદાય ? “છેદકદશા.” એ શબ્દ પ્રયોગ કૃપાળુદેવે એટલી સરસ રીતે કર્યો છે. એ એ દશા છેદવી પડે છે. જો છેદે નહીં તો એ દશાની અંદર છૂટી ન શકાય. કેમ કે બંને એવા એક રૂપ જોડાઈ ગયા છે કે જો એ દશા છેદે નહીં તો એ દશાથી મુક્ત થવાય નહિ. જ્યારે બે પદાર્થ ભેગા થઈ ગયા હોય ને ત્યારે એને છેદવો પડે. બેયને જુદાં પાડવાં પડે. એ જુદાં પાડવાની પ્રક્રિયા કરવી પડે. સુવર્ણ અને પથ્થર એ બે ભેગાં થઈ ગયાં હોય – આનંદઘનજી મહારાજે પદ્મપ્રભુના સ્તવનમાં કહ્યું છે, કારણ-જોગે હો બંધ બંધન રે, કારણ મુક્તિ મુકાય; જે કારણ જોગથી આ બંધ થાય છે, અને એ કારણ જોગ જો એની અંદરથી ખેંચી લેવામાં આવે તો બંને વસ્તુ જુદી પડી જાય.
માટે હે પ્રભુ ! મારો ને તારો આંતરો પડી ગયો છે એનું કારણ એ છે કે, “પરપદાર્થમાં ભળી ગયો છું અને તેં તારી જાતને પર પદાર્થમાંથી મુક્ત કરી છે. માટે કહે છે કે બંધના કારણો છેદવાં. ‘દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે.” સમજણ અવળી ક્યાં થઈ ? તો કે તારું દર્શન ખોટું. જેની દષ્ટિ ખોટી એનું દર્શન ખોટું. જેનું દર્શન ખોટું એનું જ્ઞાન ખોટું. જેનુ જ્ઞાન ખોટું એનું આચરણ ખોટું. સમજણ પહેલેથી જ ઊંધી. વિપરીત દૃષ્ટિ. આ વિપરિત દૃષ્ટિમાં આવેલો જીવ, પરંપરાએ ભૂલ કર્યા કરે છે. એ ભૂલમાંથી જો એની છેદકદશા ઉત્પન્ન થાય તો એ ભૂલની પરંપરામાંથી અટકી શકે છે. પરમકૃપાળુદેવે એક બોધ વાક્યમાં સરસ કહ્યું છે, “કોઈ બાંધનાર નથી. જીવ પોતાની ભૂલથી બંધાય છે.” આ વચનામૃતપ-માં છે. એટલે સત્તરમાં વર્ષ પહેલાં ભગવાને આ વાત લખી છે. એમાં લખ્યું છે. જ્યારે જ્યારે બંધના કારણ હોય, ત્યારે ત્યારે. એક બંધાનાર, બીજો બાંધનાર, ત્રીજું બંધન અને ચોથું એ બંધ-દશા. આ ચાર સ્થિતિનો વિચાર કરવો. હવે અહીં બંધાનાર પોતે, બાંધનાર પોતે, બંધન કર્મનું અને આ બંધ દશા - તે જે ભોગવી રહ્યો છે તે. આ પોતાની જે મિશ્રિત અવસ્થા છે તે જીવને કર્મનું બંધન છે તે છે. દ્રવ્યની પરિભાષામાં જો વિચારીએ તો આ ચેતન જીવ બંધન સાથે બેઠો છે. આપણા બધાની જે સ્થિતિ છે એમાં એક ચૈતન્ય છે. નિત્ય, શાશ્વત, સનાતન એવો, ત્રિકાળી પદાર્થ. જ્ઞાયક. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 243 EF