________________
પ્રવચન ૪
શ્રી સદ્ગુરુ માહાન્યા
| (ગાથા ૧૭થી ૨૩)
અનંત અને અમાપ ઉપકાર આ જીવ ઉપર જ્ઞાની પુરુષોનો છે. કોઈ ઋણ આપણે વાળી શકીએ એમ નથી. જન્મ આપનાર મા-બાપ, વ્યવહારિક શિક્ષા આપનાર શિક્ષક, કે કોઈ આર્થિક મદદ કરનાર, કે બિઝનેસમાં મદદ કરનાર, કે નોકરી આપનાર – આ બધાનો બદલો વાળી શકાય. પરંતુ અનંત કરુણા કરીને જેણે ભવભ્રમણમાંથી છૂટવાનો માર્ગ બતાવ્યો, જીવને મુક્તિનો માર્ગ બતાવ્યો એવા સદ્દગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે અને કોઈ કાળે વાળી શકાય એમ નથી. આવો અમાપ ઉપકાર સદ્દગુરુનો છે. આ સદ્દગુરુના ઉપકારનો મહિમા ગાતા-ગતાં, કૃપાળુદેવે “આત્મસિદ્ધિમાં પંદર ગાથાઓમાં એનું માહાભ્ય મુક્યું છે. આઠ ગાથાઓથી વિચારણા આપણે કરી. બાકીની ગાથાઓ ઉપર હવે વિચારણા કરીશું.
સદ્દગુરુથી જીવ પરમાર્થને પામે. સદ્ગુરુને ઓળખવાના લક્ષણ ભગવાને જણાવ્યા. સદ્ગુરુથી આ જીવનો સ્વછંદ ટળે. અને સદ્દગુરુનો યોગ ન હોય ત્યાં સદ્દગુરુએ બતાવેલાં અને બોધેલાં શાસ્ત્રો સુપાત્ર જીવને ઉપકારી થાય. પરમકૃપાળુદેવ સદ્દગુરુનાં પાને-પાને ગુણ ગાય છે. કેવો પરમ ઉપકાર છે ! કારણ કે આ અનંત દુઃખથી છોડાવનાર સદ્દગુરુ છે. એના ઉપકારનો મહિમા વાણીથી કહ્યો જાય એમ નથી. કથ્થો કથાય તેમ નથી. એટલે હવે ભગવાન કહે છે,
સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું; કારણ ગણી પ્રત્યક્ષ. (૧૭) સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત’ કહ્યું છે.
જૈન દર્શનમાં જીવને મોક્ષ માર્ગ પામવાનું પહેલું પગથિયું, પહેલું સોપાન “સમકિત” છે. ‘સમકિતથી એની ધર્મ આરાધના મોક્ષ લક્ષી થાય છે. એનો પ્રત્યક્ષ પુરુષાર્થ જીવના કર્મના બંધનોને કાપવાની અંદર મદદરૂપ થાય છે. અસરકારી થાય છે. આવું સમકિત-સમ્યક્દર્શન પ્રાપ્ત કરવાનું છે. અનાદિ-કાળથી જે રખડપટ્ટી અને રઝળપાટ થયાં તે અજ્ઞાનનાં કારણે થયાં. મિથ્યાત્વના કારણે થયાં. સમસ્ત કર્મનું મૂળ અજ્ઞાન છે, પોતાના નિજસ્વરૂપનું, આત્માના ભાનનું અજ્ઞાન છે. એ મિથ્યાત્વની ભ્રાંતિ જ્યારે ટળે છે ત્યારે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 75 GF