________________
ત્રીજી ગાથામાં કહે છે જેને માર્ગ પામવો છે એવા જીવો જગતમાં બે પ્રકારનાં છે. જે ધર્મની સાધના કરે છે, જેને આત્માને પ્રાપ્ત કરવો છે તે જીવોની સ્થિતિ કેવી છે તેનું ભગવાને બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. આ આત્માર્થી જીવોનાં વર્ગ કહ્યાં છે. અહીં સંસારી જીવની વાત નથી કરી.
આત્માર્થી જીવોમાં એક વર્ગ માત્ર ક્રિયાજડ થઈ રહ્યો છે, અને બીજા શુષ્કજ્ઞાનમાં ઊતરી ગયા છે. અને બંને વર્ગના જીવો માને છે કે અમે આ મોક્ષનો માર્ગ આચરી રહ્યા છીએ. આનાથી જ અમને મોક્ષ મળશે. કે મૂળ પદની પ્રાપ્તિ થશે. ભગવાન કહે છે આ જોઈને અમને કરુણા આવે છે. અરેરે ! જ્યાં આ વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી, એવી મિથ્યા માન્યતામાં જગતનાં જીવો, ધર્મના નામે મિથ્યા વાસનાઓને પોષે છે. અને કોઈ એમાં ક્રિયાજડ અને કોઈ શુષ્કજ્ઞાની. આ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ નથી. આ જ્ઞાની પુરુષને જીવોની આવી દશા જોઈ કરુણા આવે છે. એ કહે છે કે, “ઘણું કરીને વર્તમાનમાં, શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કહ્યો છે અથવા તો બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ કહ્યો છે. અથવા સ્વમતિ કલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી, કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કચ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી, પરમાર્થ માર્ગ પામવામાં સ્તંભભૂત થાય છે.” (૨૨)
જગતનાં જીવો કાં તો શુષ્ક ક્રિયામાં રહી ગયા અને કાં તો શુષ્ક જ્ઞાનમાં રહી ગયા છે. કોઈએ શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપી છે અને કોઈએ પોતાની સ્વમતિ કલ્પનાએ અધ્યાત્મશાસ્ત્રો વાંચી નિર્ણય કરી નાખ્યો છે કે મોક્ષનો માર્ગ આ પ્રકારનો છે. આ કલ્પના છે. જેમ દોડતા હોઈએ અને થાંભલો આડો આવી જાય તો જીવ અથડાય, પછડાય. તેમ પોતાની માન્યતાના આગ્રહથી જીવ પછડાય છે. રઝળે છે. અને માર્ગ મળતો નથી. ‘માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યાં એવાં પ્રવાહમાં ન પડતાં, યથાશક્તિ વૈરાગ્ય આદિ અવશ્ય આરાધી, સદ્દગુરુનો યોગ પ્રાપ્ત કરી, કષાય આદિ દોષ છેદવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો એવો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો.’ કારણ કે ગતના જીવોનો આ પ્રકાર છે. એક કહે છે કે ક્રિયા કરવી જ નહિ.
જગતના જીવોનું કપાળદેવે ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. એમાં એક પ્રકારનાં જીવ કહે છે કે ક્રિયા કરવી જ નહિ, ક્રિયાથી તો દેવગતિ પ્રાપ્ત થાય. બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. ચારે ગતિની રઝળપાટ ચાલુ રહે માટે સદાચરણ પુણ્યના હેતુ જાણીને કરતાં નથી ને પાપનાં કારણો સેવતાં અટકતાં નથી. આ પ્રકારનાં જીવોએ કાંઈ કરવું જ નહીં. અને મોટી મોટી વાતો જ કરવી એટલું જ છે. આ પ્રકારનાં જીવોને અજ્ઞાનવાદી તરીકે મુકી શકાય. આ જીવનું ડહાપણ છે. ક્રિયા જીવ કરી શકે જ નહીં. ક્રિયા દેહ કરે છે ક્રિયાથી કંઈ ન થાય. દેવગતિ જ મળે અને સંસારની રઝળપાટ તો ચાલુ જ રહે. આવી પ્રકારની મિથ્યા માન્યતા, પોતાની કલ્પનામાં રાચ્યા રહે છે. જીવ ધર્મની ક્રિયાનો નિષેધ કરે છે અને પાપનાં કારણો સેવતો અટકતો નથી. તો એ બીજી ક્રિયાનું ફળ તો મળશે જ. જ્યારે જીવ સામાયિક, દેવદર્શન, વગેરે શુભ ક્રિયા ન કરતો હોય ત્યારે તે બીજી એના સિવાયની ક્રિયા તો કરતો જ હોય છે. કારણ કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણતિ તો થયા જ કરે છે. અને તે પરિણતિ જ્યારે શુભ ન હોય ત્યારે અશુભમાં
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 43
=