________________
P
હોય. તો એ અશુભ ક્રિયાનું ફળ તો પ્રાપ્ત થશે જ. એટલે કૃપાળુદેવ કહે છે, “પાપનાં કારણો સેવતાં અટકતો નથી.” કૃપાળુદેવે તો આપણી આંખ ઉઘડે એવું સત્ય કહ્યું છે.
બીજો વર્ગ, ‘એકાંત ક્રિયા કરવી, તેથી જ કલ્યાણ થશે.” એમ માને છે. કાંઈ વાંચવાની, સમજવાની જરૂર નથી. રોજ જે કીધું છે તે ક્રિયા કર્યા કરો. એવું મનમાં રાખી, સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મુક્તા નથી. આવા જીવોને ક્રિયાવાદી અથવા ક્રિયાજડ ગણવા જોઈએ. આવા ક્રિયાજડ જીવોને આત્માનો લક્ષ હોય નહિ.
અને ત્રીજો વર્ગ કહે છે, “અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહિ. એ તો જ્ઞાનસ્વરૂપ છે. ત્રિકાળ જ્ઞાયક છે. આત્મા તો કર્તાય નથી અને ભોક્તાયે નથી. માટે કંઈ નથી.” આવું બોલનારાઓ શુષ્ક અધ્યાત્મી, પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકતાં નથી. આવું જગતના જીવોનું સ્વરૂપ છે. તેમાં કાં તો ક્રિયાજડ છે, કાં તો શુષ્ક જ્ઞાની છે. આવા જીવો બંને પ્રકારનાં ભૂલ્યા છે. અને પરમાર્થ પામવાની વાંછાં રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે. તે માત્ર તેમનો દુરાગ્રહ તે અમને પ્રત્યક્ષ દેખાય છે.
આ ગાથામાં કહે છે કે, જગતના જીવો જે આત્માર્થી છે, ધર્મ કરી રહ્યાં છે પણ ધર્મનું એક પડખું પકડીને જે એકાંતમાં છે, એકાંગી થયા છે, કાં તો ક્રિયાજડ અને કાં તો શુષ્ક જ્ઞાની - એવી સ્થિતિમાં છે અને મોક્ષનો માર્ગ માની રહ્યા છે તે જોઈને અમને કરણા ઉપજે છે. હવે આગળ ભગવાન એનું સ્વરૂપ સમજાવે છે.
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ;
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાડ આઈ. (૪) બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યાં છે.” જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે. પણ લોકસંજ્ઞાએ કરે તો એનું ફળ હોય નહીં. જે ક્રિયા કરવાથી અનેક ફળ પ્રાપ્ત થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ માત્ર મોક્ષ થાય તે જ હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ સંસારના હેતુઓ છે. કોઈ ક્રિયાના જો અનેક ફળ થતાં હોય, તો તે ક્રિયા ખોટી છે. આનંદઘનજીએ ચૌદમા શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં આ વાત મુકી છે,
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે;
ક્લ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.”
નE
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 44 GF