________________
એક ક્રિયા કરી જો અનેક ફળ મળતાં હોય તો તે ક્રિયા ખોટી છે. પણ સર્વ ક્રિયાઓનું ફળ એક માત્ર મોક્ષ આવવું જોઈએ. માત્ર આત્માની મુક્તિ. એ પ્રકારનું હોય તો જે ક્રિયા મોક્ષાર્થે ન થાય તે સફળ છે નહીં. માત્ર તે સર્વ ક્રિયા સંસારની હેતુ બની જાય. માટે બાહ્યક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માનીને અભિમાન કરે છે. માટે ભગવાને કહ્યું છે જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના, માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મમાં રહેલાં વિકાર મટતાં નથી. બાહ્ય ક્રિયા, અંતર્મુખવૃત્તિ વગરનાં વિધિ-નિષેધમાં કંઈ પણ વાસ્તવિક કલ્યાણ થતું નથી. જે ક્રિયા યંત્રવતું, ક્રિયાજડ પણે, અનઉપયોગપણે કંઈ પણ ભાવ ફૂરણારૂપ અંતરભેદ વિના કરવામાં આવે છે તે કેવળ દ્રવ્ય ક્રિયાનું ઉદાહરણ છે. ઉપયોગરહિત ક્રિયાજડ અપ્રધાન, એ મોક્ષમાર્ગમાં અપ્રશસ્ત છે. આખો જિનમાર્ગ મુખ્યપણે ભાવ ઉપર રચાયો છે. ભાવ એ જ એનું જીવન છે. તે ન હોય તો ખાલી ખોખું જ રહે છે. ક્રિયાજડને અંતરભેદ રૂપ અધ્યાત્મનો સ્પર્શ લેશમાત્ર હોતો નથી. ભાવને સ્પર્શતા નથી. અંતર્ભેદને અનુભવતાં નથી. અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. આ ક્રિયાજડનું સ્વરૂપ.
અંતર ભેદાવું જોઈએ. અંતર જ્યારે ભેદાય, અંતરની અંદરનું સંતું છે તે જ્યારે એને સ્પર્શે, પોતાના ચૈતન્યને એ જ્યારે સ્પર્શે ત્યારે જગતના ચૈતન્ય પ્રત્યે એને આત્મિયતાનો ભાવ થાય. નહીં તો ધાર્મિક માણસ જેવો નિર્દય જગતમાં કોઈ જોવા નહીં મળે. કેટલી-કેટલી ક્રિયા કરવા છતાં તેની સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ હોય છે. જગતનાં જીવોની પણ એ યત્ના કરતો નથી. જગતના જીવોની એ મૈત્રી ચિંતવી. શકતો નથી. જગતનાં જીવોનું હિત કરી શકતો નથી. અને પોતાના સ્વાર્થ માટે તે ગમે તેટલી નીચ કક્ષાએ જઈ શકે છે. અને પુષ્કળ ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં જીવ કષાયમાંથી જરાય નિવૃત્ત થઈ શકતો નથી. કુટુંબમાં ક્લેશ અને સંકલેશ ચાલે છે. ધંધાની અંદર કપટ અને છેતરપીંડી ચાલે છે. ચારે બાજુ લોકોને છેતરવાં અને ધન પ્રાપ્ત કરવું, ગમે તે પ્રકારનાં કપટયુક્ત આચાર કરવા, આ ધર્મનું લક્ષણ નથી. આટલી ક્રિયા કર્યા પછી, જિનેશ્વરનાં દર્શન કર્યા પછી, જિનેશ્વરના માર્ગની આરાધના કર્યા પછી જો અંતર ભેદાયું નથી, જગતનાં જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થભાવનું જાગૃતપણું ન આવ્યું તો ક્રિયા માત્ર ક્રિયાજડ છે. અંતર્ભેદ થયો નથી. અંતર્ભેદ હોય તેને જગતના જીવો પ્રત્યે અનુકંપા પ્રગટે.
ધર્મ ન બીજો દયા સમાન. ભાખ્યું ભાષણમાં ભગવાન.” ક્રિયાજડમાં દયા નહીં હોય, જગતનાં જીવોની મૈત્રી નહીં હોય. એટલે ભગવાને કહ્યું કે આવી ક્રિયા જડતાથી અનાદિનો દોષ નહીં ઘટે. માટે જ્ઞાનનો વિચાર કર. જિન માર્ગ આખો ભાવ ઉપર છે. તારી ભાવ સૃષ્ટિમાં, જગતના સર્વ ચેતન-આત્માઓ પ્રત્યે આત્મિયતાનો ભાવ હોવો જોઈએ. અને ત્યારે જ આ જીવ કહી શકે,
ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુમે, મિત્તિમે સત્વભુએસ, વેરે મઝે ન કેણઈ.”
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 45 E