________________
મારે કોઈ સાથે વેર નથી એમ ક્યારે કહી શકે ? જ્યારે એનું અંતર ભેદાયું હોય ત્યારે. આ અંતર ભેદાય, અજ્ઞાનનાં આવરણ ભેદાય અને અંદર ચૈતન્યનો સ્પર્શ થાય ત્યારે જગતનાં બીજા જીવ રાશિ પ્રત્યે જીવને દયાનો ભાવ પ્રગટે. નહીંતર જીવ દયા-દાન ને પણ જીવનમાંથી કાઢી નાખે. ક્રૂરતા એ જીવનું લક્ષણ નથી. કરુણા એ જીવનું લક્ષણ છે. અહીં ક્રિયાજડનું સ્વરૂપ બતાવ્યું. હવે આગળ શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ કહે છે.
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી;
વર્તે મોહાવેશમાં, શુષ્કરીની તે આંહી. (૫) બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી. મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યાં છે.
આવાં શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયવાણી આ પ્રકારે બોલે છે. આત્માને વળી બંધ કેવો ? એ તો. નિબંધ છે, અબદ્ધ છે, અસ્કૃષ્ટ છે. આત્મા કોઈથી બંધાતો નથી. આત્માને કોઈ બાંધી શકતું નથી. મોક્ષ
ક્યાં છે ? તું જ મોક્ષ સ્વરૂપ છો. આ મોક્ષ થવાપણું છે જ નહીં. આત્મા સદાયે મુક્ત જ છે. તેને કોઈ બાંધી શકે જ નહીં. અરૂપીને વળી રૂપી બાંધે ?” અનેક પ્રકારની આવી તત્ત્વજ્ઞાનની વાતો નિશ્ચય નયનાં વાક્યો બોલ્યાં કરે. અને પાછા પોતે વર્તે મોહાવેશમાં. અને પોતાનું વર્તન મોહને આધિન થઈને, વૃત્તિઓને આધિન થઈને, વિષય કષાયને આધિન થઈને છે, અને કહે છે આત્માને કંઈ સ્પર્શતું જ નથી. ખાય છે કોણ ? તો કહે દેહ ખાય છે. જીભ ખાય છે. તું નથી ખાતો તો કોણ ખાય છે ? ખાવાનું જીભ માંગે છે ? તો જીવ નીકળી જાય પછી દેહ ખાઈ શકશે ? સંયોગી ક્રિયા અને સંયોગી ભાવનું જેને ભાન નથી તે આવી, આત્માને બંધ નથી, આત્માનો મોક્ષ નથી, તું જ મોક્ષ સ્વરૂપ છો - એવી નિશ્ચયનયની વાતો કહ્યાં કરે અને મોહાવેશમાં વર્યા કરે.
જીવને સાચી સમજણ નથી કે આત્મા કેમ બંધાય છે ? કૃપાળુદેવે આ વાતને બહુ સરસ રીતે કહી છે :
ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત,
જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ?” અરૂપી એવો આત્મા, રૂપી એવા જડ પુગલ પરમાણુને ગ્રહણ કરીને કર્મથી બંધાય છે. અને જીવને એ સમજણ નથી. જિનેશ્વર પરમાત્માએ આ કેવો અદ્દભુત જિનસિદ્ધાંત કહ્યો છે. પણ જીવ સ્થૂળ બુદ્ધિથી વિચારે એટલે એમ જાણે કે આત્મા બંધાય જ નહીં. એને કોઈ બાંધી શકે જ નહીં. એને કોઈ સ્પર્શી શકે જ નહીં. એ તો સદાય અબદ્ધ છે. જ્ઞાની પુરુષ કહે છે, "દૂગલ દ્રવ્યનો જીવ સાથે સંબંધ થવો તેને બંધ કહે છે. કૃપાળુદેવે લખ્યું છે કે, ‘આત્મા છે.” અને તેને કોઈ પણ કારણથી બંધ છે. એ વાતનો કોઈ કાળે પણ સંશય નહીં થાય. આ અસાર સંસારને વિશે જે મુખ્ય ચાર ગતિ છે તે કર્મ બંધને લીધે
1
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 46