________________
પ્રાપ્ત થાય છે. બંધ વિના ગતિ નથી. જીવ મનુષ્યગતિમાંથી નારકીમાં ગયો, ના૨કીમાંથી દેવલોકમાં ગયો, દેવલોકમાંથી તિર્યંચમાં ગયો. આ બધું ભટકવાનું માત્ર કર્મબંધને લીધે જ થયું છે. જો કર્મને લીધે ગતિ ન બદલાતી હોત તો મનુષ્ય યોનિમાં રહેલો જીવ અનાદિકાળથી મનુષ્ય જ થવો જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે, ગતિ આગતિ કાં શોધ ?’
આ ગતિ કેમ છે ? આ ચૌદ રાજલોકમાં આથડવાનું, રઝળવાનું કેમ થાય છે ? કારણ કે જીવને કર્મનો બંધ થાય છે. જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. જીવને બંધ છે. માટે જ સંસાર છે. એટલે કહે છે, ગમે તે કાળમાં કર્મ છે અને તેનો બંધ છે. અને તેની નિર્જરા છે. અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ મોક્ષ છે. માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપનું ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે. અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે. અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. નવ પૂર્વ જેટલું શ્રુત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાનો જ્ઞાની તેને બહુ શ્રુત અજ્ઞાની’ કહ્યો છે તો અલ્પવ્રુત શુષ્કજ્ઞાનીની તો વાત જ શી ?” ચૌદ પૂર્વ ભણ્યો હોય ને આત્માનું જ્ઞાન ન હોય તો તે અજ્ઞાન છે.
જો હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં;
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં’
ગમે તેટલું ભણ્યો હોય પણ જો જીવને જાણ્યો નહીં, આ દેહ અને આ ચેતન, એને જો યથાર્થ રૂપમાં જાણ્યું નથી તો બધું જાણેલું તે અજ્ઞાન છે. આત્માને પુદ્ગલ સાથેનો સંબંધ જાણવાનો છે. એટલે એકલું અધ્યાત્મસ્વરૂપનું ચિંતવન કરવાથી શુષ્કાની થાય, ઉન્મત્ત દશા થાય, અને સ્વચ્છંદ આવી જાય. અને આ બધું જીવને રખડાવના૨ છે. કૃપાળુદેવે સરસ વાત લખી છે, અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગ આદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકતા આદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે. અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે.’ પાત્રતા પહેલાં જોઈએ. જો ઊંચું તત્ત્વજ્ઞાન એમને એમ વિચાર્યા વિના, અધિકાર વિના, જીવ સાંભળે તો એને રખડવાનો પ્રસંગ ઊભો થાય છે. આવી રીતે જગતના જીવો મોહની અંદર વર્તન કરતા હોય અને આત્માને બંધ નથી આવી શુષ્કજ્ઞાનની વાત કરે, તથાકથિત ક્યાંયથી વાંચી લીધું, કોઈ એકાદ વાક્ય કે એકાદો શબ્દ શાસ્ત્રમાંથી પકડી લીધો અને પછી અસંગત અને અસંબંધ વાતો કરે તે જીવ શુષ્કજ્ઞાની કહેવાય.
કૃપાળુદેવે લખ્યું છે, દાનક્રિયા કરવાની શાસ્ત્રમાં ક્યાં હા પાડી છે અને ક્યાં ના પાડી છે તે ભૂમિકા, તે અપેક્ષા સમજવાની છે.’ કે સાધુ અવસ્થામાં દાન ન હોય અને ગૃહસ્થ અવસ્થામાં દાન સિવાય કંઈ ન હોય. ગૃહસ્થ જે દ્રવ્યનું ઉપાર્જન કરે છે એણે દાન કરવું જ જોઈએ. જીવદયા, પરોપકાર, માનવ અનુકંપા આ ગૃહસ્થનો ધર્મ છે. અને કોઈ સર્વસંગ પરિત્યાગી છે. તો એના માટે આ દાનધર્મ નથી. એમણે તો જ્ઞાનદાન, બોધિદાન, એ કરવાનું હોય છે. સાધુઓ જ્ઞાનદાન કરે. સંસારીઓ દ્રવ્યદાન કરે. વસ્તુને વસ્તુના સ્વરૂપે સમજવાની છે. જૈન દર્શન સ્યાદવાદ બતાવે છે. અનેકાંત દૃષ્ટિથી કહે છે. એકાંતે કોઈ વસ્તુનો નિષેધ નહીં. પરંતુ આવા શુષ્કજ્ઞાની શાસ્ત્રનું આવું વચન એકાંતિક પકડી લઈને પરોપકાર,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 47
1