________________
જગતના જીવો સામે આ માર્ગ પ્રકાશિત કર્યો. કેવળ નિષ્કારણ કરુણા. વિતરાગી કરુણા. કરુણાનો એક પ્રકાર આ છે. આપણી કરુણા તો ક્યારેક મોહજનિત કરુણા છે. મોહજનિત કરુણા અને વિતરાગી કરુણાનો તફાવત સમજવો જોઈશે. જીવનમાં કરુણા હોય, જગતના જીવો સાથે આ પ્રકારનું ઉપકારીપણું હોય, પરસ્પરોપકારો ગ્રહો જીવાણાં.” એનાથી જ આ સંસારનાં જીવો મુક્ત થાય છે. મુક્ત જીવો બીજા મુક્ત જીવોને માર્ગ બતાવે છે. પ્રેરણા કરે છે. પુરુષાર્થની અંદર એને સહાયતા કરે છે. એનું યોગબળ અનેક જીવોને મોક્ષમાર્ગ સરળ કરાવે છે. કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે, “યોગબળ યુક્ત પુરુષ એટલે જેના બોધથી, વધુમાં વધુ લોકોને, થોડામાં થોડા પરિશ્રમથી કલ્યાણની પ્રાપ્તિ થાય. એને યોગબળ કહેવાય. મહાવીરનું યોગબળ કેટલું ? એમણે પોતે દેહ છોડી દીધો છે, એમનું નામ ચાલ્યું ગયું છે, રૂ૫ ગયું છે, નામ કર્મ, ગોત્ર કર્મ, બધું જ ભગવાન નિર્વાણ પામ્યા તે દિવસે ગયું. ૨૫૦૦ વર્ષના વહાણાં વીતી ગયાં. પણ કહે છે કે હજુ આવતા ૧૮૫૦૦ વર્ષ સુધી જ્યાં સુધી આ પંચમકાળ વિદ્યમાન છે, ત્યાં સુધી, એના છેલ્લા સમય સુધી, આ ભગવંતનું યોગબળ એના શાસનના રૂપમાં વિદ્યમાન છે. કોઈ પણ જગતનો મુમુક્ષુજીવ, આત્માર્થી જીવ, પોતાના કલ્યાણ માટે આ બોધનો આશ્રય લે તો સંસાર-સાગરને પાર કરી શકશે. એવું ભગવાન મહાવીરનું યોગબળ છે. આને શાસનનું યોગબળ કહેવાય. જ્ઞાનીપુરુષો આવું યોગબળ જગત ઉપર ફેલાવતાં હોય છે. આપણા પર સત્પુરુષની કૃપા થવી જોઈએ. એનો અનુગ્રહ આપણે માંગવો જોઈએ. એટલા માટે કે એના યોગબળ સાથે આપણે જોડાઈએ. ભક્તિથી આપણું જોડાણ એનાં યોગબળ સાથે થાય છે. જેમ Reception center બધી frequency પકડતાં હોય એમ જ્ઞાની પુરુષોની free quency ચાલુ જ છે. ચેતન સત્તા છે. Dead નથી. જડ નથી. મુક્ત થયા. ભલે સિદ્ધલોકમાં ગયા. પણ છે તો લોકમાં જ. કેટલાય આત્માના યોગબળ છે. અતુલ અને અમાપ જેનું યોગબળ છે એને તીર્થકર કહેવાય. અને બીજાનું એથી જરા ઓછું યોગબળ હોય. પણ યોગબળ તો હોય જ. આવા યોગબળ સાથે આપણે જોડાવાનું છે. ‘તેહ શુભાશુભ છેદતાં.” સમત્વથી આ શુભાશુભ છેદાશે. મોક્ષનો સ્વભાવ પ્રગટ થશે. સાંસારિક પ્રાપ્ત વિષયો, તેમ જ પદાર્થોના ભોગ-ઉપભોગ, પરિભોગ, શાતા-અશાતા, વિના પુરુષાર્થે પણ, બાંધ્યા છે તે મુજબ જ ભોગવવાના છે. અરે સંસારના ભોગ ભોગવવાના એ તો કર્મને આધિન છે. એમાં કર્મોનો વિપાક થતાં એ તો એના સ્વભાવથી પરિણમે છે. એટલે ઉપયોગને એમાં રાખી, ચિંતા કરી, કાળ ગુમાવવાની કાંઈ જરૂર નથી. આત્માર્થ કે જે અંતર્મુખ ઉપયોગના પુરુષાર્થથી થવાનો છે. એ ત્યાં ચુકી જવાય છે. જીવની જે સ્થિતિ થવાની હશે ને તે તું ઉપયોગ નહીં આપે તો યે થવાની જ છે. તો કારણ વગર એમાં કાળક્ષેપ શું કામ કરે છે ? પુરુષાર્થના સમયનો, ઉપયોગનો વ્યય શું કામ કરે છે ? એના કરતાં આત્માર્થનું કલ્યાણ જે છે તે ઉપયોગથી થવાનું છે. અંતર્મુખ ઉપયોગથી. એમાં પુરુષાર્થને લગાડ. એમાં જેટલો પુરુષાર્થ લગાવીશ એટલા પ્રમાણમાં જીવનું કલ્યાણ થશે. “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરવી એને જ્ઞાનીઓએ અંતર્મુખ વૃત્તિઓનો પુરુષાર્થ કીધો છે. સત્પુરુષના બોધનું ઉલ્લાસિત ચિત્તથી, રટણ, એનું ઘોલન, એનું મનન, એનું ચિંતન, એનું નિદિધ્યાસન, એની અનુપ્રેક્ષા, એનું ધ્યાન. એ રૂપ એમના શબ્દો આપણા ધ્યાનમાં મંત્ર બની જાય. અને ધ્યાતા ધ્યેયમય બની જાય. ત્યાં સુધીની ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાની આ સાધના છે.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 228 E