________________
ત્રિકાળાઅબાધિત હોય છે. એ પદ જેણે સમજાવ્યું – કે તું આ દેહ નથી. તું આ ગતિ નથી, તું આ યોનિનો જીવ નથી. આ બધાં સગાં, સંબંધી, ભાઈ, ભાંડુ, કાકા, મામા, ભત્રીજા આ કોઈ તારું સ્વરૂપ નથી. એ તો વિનાશી છે. પલટાતું છે. પર્યાય છે. પદ નથી. પદ તો શાશ્વત હોય, ત્રિકાળાબાધિત હોય. મૂળ શુદ્ધ તે આત્મપદ, સોગી જિનસ્વરૂપ ' એવું મારું પદ જેણે સમજાવ્યું તે સદ્ગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું.
?
અને પદ કહેતાં છ એ પદની સ્થાપના અહીં મૂકી દીધી. કોણ દુઃખ પામ્યો ? તો કે ‘હું’. કેટલું દુઃખ પામ્યો ? ‘અનંત’. અનંત દુઃખ પામનાર કોણ ? આ દેહ કે આત્મા ! દેહ ત્યાં નીકળી ગયો. તેથી ‘આત્મા' છે અને ‘નિત્ય” છે. એ પદની ત્યાં સ્થાપના થઈ. એ “સમજાવ્યું તે પદ નમું.” એટલે એ પદ’ છે તે તે મોક્ષ પદ છે. એટલે એની પણ સ્થાપના થઈ. પામ્યો દુઃખ અનંત.’ શાથી ? તો કહે તું જ કર્મનો કર્તા’ છો. અને તું જ તે કર્મનો ભોક્તા' છો. એ જ સુખ-દુઃખની રમત છે. જો તું તારા (મોક્ષ)પદમાં હો તો દુઃખનો પ્રશ્ન નથી. એટલે આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, એ જ કર્મનો કર્તા છે અને ભોક્તા છે. અને કર્તા-ભોક્તા છે એટલે જ આ સંસાર પરિભ્રમણ ચાલે છે. સુખ-દુઃખનું ચક્ર ચાલે છે. એ પદ છે તે મૂળ શુદ્ધ આત્મપદ છે અને એ સમજાવનાર જે છે તે સદ્ગુરુ ભગવંત છે. કે જેમની બધી ગ્રંથી છેદાઈ ગઈ છે. અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ છે. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તે ભગવાન કહેવાય. સદ્ગુરુ એ જ છે કે જેને પોતાનું આત્મસ્વરૂપ પૂર્ણપણે પ્રગટ્યું છે. માટે સદ્ગુરુને ભગવાન કહ્યાં છે. એવા એ સદ્ગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું.
તો આ પહેલી ગાથામાં સ્વરૂપની ઓળખાણ નથી. તેથી આ અનાદિનું અનંત દુઃખ છે, મૂળ પદનું, પોતાના મોક્ષપદનું ભાન નથી, કર્મરહિતનું પદ એ મૂળપદ છે. એને ભાવકર્મ નથી. દ્રવ્ય કર્મ નથી, નો કર્મ નથી. જ્ઞાન-દર્શન એવો હું આત્મા, શુદ્ધ ચૈતન્ય એ મારું પદ છે. તે શાશ્વત છે. ત્રિકાળાબાધિત છે. જે મારો સ્વભાવ છે. આ પદ મને સમજાવનાર શ્રી સદ્ગુરુ ભગવંત છે. જે ભાગ્યવાન છે. જેમણે આ પદ પ્રાપ્ત કર્યું છે. અનુભવ્યું છે અને એણે મને સમજાવ્યું છે. જીવમાં સમજણનો અભાવ છે. જીવ સ્વરૂપ સમજ્યો નથી. ત્યાં આવીને બધું અટકી ગયું.
હવે સદ્ગુરુએ પદ સમજાવ્યું, સમજવું એટલે શું ? તો કે જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણવું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતા એ બંને એક જ છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યાં છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણની નિવૃત્તિ ન થઈ.’ (૬૫૧) જે સમજ્યા તે શમાયા. સંસારમાં આ જે બધી ઉતાપ છે તેનું કારણ સમજણનો અભાવ છે. આ બધા અધુરા ઘડા છલકાય છે. અહંભાવ અને મમત્વભાવની પ્રેરણાથી સંસારમાં આ બધું આપણું ડહાપણ ચાલે છે. પોતાના સ્વરૂપને સમજ્યા છે તે તો બધા સ્વરૂપમાં શમાઈ ગયા છે. અને જ્યાં સુધી સ્વરૂપ સમજ્યો નથી ત્યાં સુધી દુઃખ છે. અને આ પદ સદ્ગુરુએ સમજાવ્યું છે. માટે એ ભગવાન છે.
શ્રી. આત્મસિદ્ધિ શાસ્ત્ર 40