________________
જવું. હું કંઈ જાણતો નથી એવા અહંનું વિસર્જન કરીને પછી જવું. જેને સને પ્રાપ્ત થવાની દૃઢ મતિ થઈ છે એણે પ્રથમ આ નિશ્ચય કરવો. સુલભબોધિપણું જીવમાં આવ્યા વિના બોધ ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય તો પણ પરિણામ ન પામે. ગમે તેટલું ઊંચું તત્ત્વજ્ઞાન હોય તો પણ સુલભબોધિપણું ન હોય તો પરિણામ ન પામે. વાસણ મલિન હોય તો કલાઈ એને લાગી શકે નહીં. વસ્ત્ર મેલું હોય તો ગમે તેટલો ઉંચા પ્રકારનો રંગ એના ઉપર ચડે નહીં. દિવાલને પણ ઘસ્યા પછી જ રંગ ચડે. અને જગતનું ઊંચામાં ઊંચુ તત્ત્વજ્ઞાન - બોધ એમને એમ ચડી જાય જીવને ? ભાઈ ! શક્ય નથી. ભગવાન કહે છે, આ વિનયમાર્ગ છે તે અહંના વિસર્જનનો માર્ગ છે, અહંના વિલોપનનો માર્ગ છે, અહંનું વિસર્જન કરીને પછી તું સદ્દગુરુના શરણે જા. આવું મહત્ત્વ કીધું. પણ પછી આનો કોઈ ગેરલાભ લઈ જાય તો ? એટલે કૃપાળુદેવે કહ્યું,
અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. (૨૧) આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્દગુરુ પોતાને વિષે સદ્દગુરુપણુ સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે.
આવો સરસ મજાનો વિનયનો માર્ગ ઠોકી-ઠોકીને શ્રી વીતરાગે કહ્યો છે. જગતના જીવોમાં સુલભબોધિપણું આવે. અને આવો વિનયમાર્ગ આરાધે, આવી નમ્રતા, સરળતા આવે અને એનો કોઈ અસદ્દગુરુ લાભ લઈ લે તો? કે તમે મારી ઉપાસના કરો. પ્રભાવના કરો. આ અસગુરુ ! કોણ અસગુરુ ? તો કહે જેને આત્મજ્ઞાન નથી. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન પણ જે જાણતા નથી. જેની પાસે માત્ર કુળ પરંપરાની માન્યતા છે. અજ્ઞાન આશ્રિત જે બેઠા છે. જે કુળ, પરંપરાને જે પરિપાટી ચાલતી હોય એના કારણે ધર્મના વડા કહેવાય છે. એને જ્ઞાનને કારણે ગુરુપદ નથી. ગુરુ કોને કહેવાય ? જેની પાસેથી જ્ઞાન મળે. આત્મજ્ઞાન મળે. આત્મજ્ઞાન સિવાયની બાકીની બધી વાત તો વ્યર્થ છે. પરમાર્થ માર્ગમાં આત્મજ્ઞાન ન હોય તો બાકીના જ્ઞાનને શું કરવું છે ? એ તો બધાં જ મૂળ વગરનાં ઝાડ જેવાં છે. એનો કોઈ હેતુ નથી. અસગુરુ એ જે આત્મજ્ઞાનને, આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી. આ તો કુળગુરુ, પરંપરાને ગાદીના વારસ એ બધા થઈને બેસી ગયા છે. એટલે કહે છે કે, ‘આવો વિનયમાર્ગ કહ્યો, તે કરાવવાની શિષ્ય આદિ પાસે ઇચ્છા કરીને જો કોઈપણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્દગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે.”
કોઈ એવો ગુર, શિષ્ય પાસે આવો વિનય કરાવે આવી ખોટી શ્રદ્ધા કરાવે અને પોતામાં સદ્દગુરુપદ આરોપિત કરે – સદ્ગુરુ છે નહીં – સદ્દગુરુનાં લક્ષણો – આત્મજ્ઞાન, તો કહે નથી. બાકીનું બધું જ્ઞાન છે, દેહ વિદ્યા બધી છે પણ આત્મવિદ્યા નથી. દોરા-ધાગા, જ્યોતિષ, મંત્રવિદ્યા બધું જ જ્ઞાન છે. દુનિયાદારીનું જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. ‘સમદર્શિતા' – સમદશીપણું નથી. રાગ-દ્વેષ, ઈષ્ટ-અનિષ્ટ, ગમો-અણગમો બધું જ છે. આ શ્રાવક આ અમારા અનુયાયી, આ શિષ્ય મારો, આ બીજે ન જવા જોઈએ. બીજા સંઘાડાવાળા અહીં ન આવવા જોઈએ. આ સમદેશીપણું નથી. આત્મજ્ઞાની સદ્ગુરુનાં પાંચ લક્ષણો કહ્યાં છે. આ લક્ષણો
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 86
=