________________
છે. તેમ આ દેહને અને આત્માને સંબંધ છે. ફરી કહે છે ક્ષીર અને નીર ભેગાં થઈ ગયાં હોય તો દૂધ જેમ દૂધ છે અને પાણી, પાણી છે તેમ. લોહ અને અગ્નિ. તપાવેલું લો. લુહારની કોઢમાં જોયું હોય તો લોઢું ગરમ કરે એટલે લાલચોળ સળિયો બહાર નીકળે. એમાં લોઢું પણ છે અને અગ્નિ પણ છે. બંને એકરૂપ છે. અણુએ અણુની અંદર બને છે. અગ્નિના અણુ અને લોખંડના અણુ બંને એક જ ક્ષેત્ર સાથે છે. છતાં બંને જુદાં છે. લોઢાનો સ્વભાવ જુદો. અગ્નિનો સ્વભાવ જુદો. સંયોગે કરીને ભેગાં થયા છે. પાછું લોઢાને અગ્નિમાંથી બહાર કાઢી નાખો તો થોડો સમય પછી અગ્નિ એમાંથી ચાલ્યો ગયો હશે. ઉષ્ણતા નીકળી ગઈ. એકરૂપ હોય તો અગ્નિ એમાંથી જાય નહીં. ગરમ કર્યા પછી કાયમ ગરમ રહેવું જોઈએ. પણ ઉષ્ણતા છોડી દે છે કારણ કે બંનેનું અસ્તિત્વ ભિન્ન છે. દૂધ અને પાણીનું અસ્તિત્વ ભિન્ન છે. લોહ અને અગ્નિનું અસ્તિત્વ ભિન્ન છે. બાવીસમાં પાઠમાં કૃપાળુદેવે શ્રી ચિદાનંદજી વિરચિત “સ્વરોદયજ્ઞાન” નામના શાસ્ત્રનું ભાષાંતર કર્યું છે. એમાં એક ગાથા બહુ સરસ મુકી છે.
જૈસે કશુંક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ;
દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ.” જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી. મરી જતો નથી. તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે. એટલે કે નાશ પામતો નથી.” દેહ છે તે જીવની કાંચળી છે. અને કાંચળી જેમ સર્પથી જુદી છે તેમ દેહ છે તે આત્માથી જુદો છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી એની બધી ક્રિયાઓ સર્પને આધિન છે. સર્પ હાલે તો કાંચળી હાલે. સર્પ આઘોપાછો થાય તો કાંચળી આઘીપાછી થાય. પણ સર્પનો વિયોગ થતાં કાંચળી એક પણ ક્રિયા કરી શકતી નથી. આત્માનો વિયોગ થાય તો આ શરીરનું હાલવું-ચાલવું, બેસવું-ઉઠવું, ખાવું-પીવું, હુન્નર-કારીગરી, Art, ઉદ્યોગ બધું કરવાનું બંધ થઈ જાય. આ સરસ કારીગરી કરે છે, આ સરસ લખાણ કરે છે, આ બહુ સરસ બોલે છે, બહુ સરસ ગાય છે, બહુ સરસ નાચે છે, ક્યાં સુધી ? આ તો કાંચળી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી. જેવો સર્પનો સંબંધ છૂટી ગયો કે એમાંની એક પણ ક્રિયા કાંચળી કરી શકે નહીં. એટલે અહીં ભગવાન કહે છે કે, “જેમ એક પણ ક્રિયા સાપના વિયોગમાં કાંચળી કરી શકતી નથી. તેમ દેહ અને જીવનો સંબંધ છે.” જીવ અને દેહનો સંબંધ આ રીતે છે. બધી જ ક્રિયા આત્માએ પૂર્વે કરેલાં કર્મ, જીવ સાથે બંધાયેલા કર્મ પ્રમાણે થાય છે. કર્મ જીવ સાથે બંધાયા છે. કાંચળી એટલે કે દેહ સાથે નથી બંધાયા. નહીંતર તો
જ્યારે દેહનો અગ્નિસંસ્કાર કરીએ ત્યારે કર્મનો પણ અગ્નિ સંસ્કાર થઈ જાય. આ બધું ખૂબ જ ઉપયોગ રાખીને સમજવાનું.
કર્મ તો આત્મા સાથે જોડાયેલા છે. અને જ્યાં સુધી એનો વિપાક-ઉદય થયો નથી, કાળ સ્થિતિ પાકી નથી ત્યાં સુધી દેહ બદલાય તો પણ કર્મ તો રહે જ. અને દેહની જે કાંઈ ક્રિયા, ગતિ, વિધી જે કાંઈ છે તે આત્માની સાથે રહેલા કર્મના ઉદયના ભાવને લીધે તેમજ આત્મા જ્યાં સુધી વિભાવભાવમાં છે ત્યાં સુધી દેહની ક્રિયા છે. જ્યારે એને જ્ઞાન ભાવ પ્રગટશે પછી એ નથી. એ પ્રકારે “જીવ અને કાયા પદાર્થ પણે જુદાં છે.” આંક ૫૦૯માં કૃપાળુદેવ કહે છે, “જીવ અને કાયા પદાર્થ પણે જુદાં છે.” બંને જુદાં પદાર્થ
[ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 153 GિE