________________
.
લક્ષણઃ જ્ઞાની પુરુષ સદ્દગુરુભગવંત કહે છે કે ભાઈ ! તેં આ બંનેની એકરૂપતા કરી છે. હવે ક્રમશઃ મારી સાથે ચાલ્યો આવ. તો પહેલાં કહ્યું પ્રગટ લક્ષણથી દેહ ભિન્ન છે. આત્મા ભિન્ન છે. અને આ ઉપયોગ જે - જીવનું લક્ષણ છે તે અસાધારણ લક્ષણ છે. એટલે કે જે લક્ષણ જીવમાં છે એ લક્ષણ, અન્ય કોઈપણ અજીવ દ્રવ્યમાં નથી. એટલે કૃપાળુદેવે પત્રાંક ૬૪માં કહ્યું છે કે એવું લક્ષણ ન પકડવું જે એકમાં હોય અને બીજામાં પણ હોય.
આપણે કહીએ કે જીવ અરૂપી છે. તો આકાશ પણ અરૂપી છે. તો ભેળસેળ થઈ જાય. આપણે કહીએ કે જીવ નિરંજન છે તો ધર્માસ્તિકાય નિરંજન ખરું કે નહીં ? હા. નિરંજન છે. તો ઉપયોગ નામનું એક લક્ષણ એવું છે ચૈતન્યનું, સ્વપપ્રકાશક, કે જીવ દ્રવ્યને છોડીને બીજા પાંચ દ્રવ્યમાં આ ઉપયોગ નામનું લક્ષણ નથી. માટે પ્રગટ લક્ષણ પકડવાનું. અને તે લક્ષણ પણ ખાસ, અસાધારણ, વિશિષ્ટ લક્ષણ હોય. કે જે અસાધારણ લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં સંભવી ન શકે. અને બીજું - લક્ષણ એવું પકડવું જોઈએ કે જે એક જ જીવમાં નહીં પણ બધા જ જીવમાં હોય. સિદ્ધ જીવમાં પણ ચૈતન્ય હોય, અને નિગોદના જીવમાં પણ ઉપયોગનું લક્ષણ હોય. તેથી જ એ ત્યાં દુઃખની અનુભૂતિ કરી શકે. નારકીના જીવમાં પણ હોય. તો આ ઉપયોગ એ જીવનું લક્ષણ છે અને તમામ જીવરાશીમાં એ લક્ષણ હોય જ. પછી, ફરી કહે છે આ લક્ષણ અમુક અવસ્થામાં હોય અને અમુક અવસ્થામાં ન હોય એવું ખરું ? ના. ગમે તે અવસ્થામાં આ જીવ હોય, જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ નામનું લક્ષણ છે. એની માત્રામાં ફેર પડે. એની જાતમાં ફેર પડે નહીં. સદ્ગુરુ કેટલો તર્કબદ્ધ આત્મા સમજાવે છે. જૈન દર્શનના તત્ત્વના આધાર ઉપર ‘ઉપયોગો જીવ લક્ષણમ્'. જ્યાં જ્યાં ઉપયોગ છે, સંવેદના છે, જાણપણું છે, ચૈતન્યપણું છે, પ્રતીતિપણું છે, ત્યાં જીવ છે.
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન;
પણ તે બંને ભિન્ન છે, જેમ અસિને મ્યાન. (૫૦) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે, અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે. પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બંને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બંને જુદાં જુદાં છે.”
ભાઈ ! આ અનાદિકાળના અભ્યાસથી તું અધ્યાસમાં વયો ગયો. મિથ્યા આરોપણ કર્યું. આત્મા ઉપર દેહનું આરોપણ કરી અને આત્માને દેહસ્વરૂપ માની લીધો, દેહને જ આત્મા માની લીધો. કહે છે તું એના પ્રગટ લક્ષણથી જો તો બંને ભિન્ન છે. બે પદાર્થ જો એકરૂપ થઈને પડ્યા હોવા છતાં ભિન્ન છે એમ આત્મા અને દેહ બંને ભિન્ન છે. અહીં ભગવાને સરસ ઉદાહરણ આપ્યું કે ભાઈ ! આની ભિન્નતા છે જેમ અસિ ને મ્યાન.” મ્યાનમાં તલવાર પડી હોય તો બંને એકસરખાં, એકરૂપ, તદાકાર ભાસે. પણ જોઈએ તો બંને જુદાં છે. તરવાર મ્યાનથી જુદી છે. મ્યાન તલવારથી જુદી છે. આ બંને ભિન્ન છે. વસ્ત્રથી જેમ શરીર જુદું છે તેમ આત્માથી દેહ જુદો છે. વસ્ત્ર શરીરની સાથે પહેરેલું હોવા છતાં જેમ દેહથી જુદું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 152
=