________________
કરતો-કરતો, આ ધરતી ઉપર આવી ચડ્યો. પોતે પણ સોભાગભાઈને કહે છે, “વનની મારી કોયલ જેવો ઘાટ થયો છે. કોયલ કોઈ દી શહેરમાં આવે નહીં. પણ પવનનો સપાટો લાગે તો આવવું પડે એમ કર્મનો થપાટો લાગ્યો છે. અને કે સોભાગ ! અમે આ કાળે આ ક્ષેત્રમાં આવી ગયા છીએ. આ કાળે, આ ક્ષેત્રમાં, આ પુરુષનો જન્મ થવો જોઈતો નહોતો.” આવા જન્મ-જન્માંતર જાણતાં જોગીએ પોતાના અનુભવથી આત્મસિદ્ધિ આપી છે. પોતાને જે સત્યની ઉપલબ્ધિ છે, જેનું વેદન છે એ વાત આપી છે. આ અનુભવની વાતનું જગતમાં કોઈ મૂલ્ય નથી. કારણ કે માર્ગ જ અનુભવગોચર છે. અનુભવથી આપી છે. અને અનુભવથી જ એને ગ્રહણ કરવાની છે. વચનથી નહીં. આપણે આત્મસિદ્ધિની અનુભૂતિ કરવાની છે.
“ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા,
ભવ્ય સૌભાગ્યની વિનંતીથી.” આ સુરગંગાને સ્વર્ગ પરથી ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ જેવાએ તપ કર્યું. તો આ આત્મસિદ્ધિનું અવતરણ કરાવનાર કયો ભગીરથ હતો ? આવા મહાન, તીર્થકર કોટિના પુરુષનાં મસ્તકમાં રહેલ, આવી જ્ઞાનગંગાનું અવતરણ કરનાર એ ભગીરથ હતા ભવ્ય સૌભાગ્ય. કૃપાળુદેવે કહ્યું છે, “હે શ્રી સોભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું. એટલે તને પણ નમસ્કાર ! મુમુક્ષુઓએ ક્યારે પણ સોભાગને વિસ્મરણ કરવા યોગ્ય નથી.” કારણ કે આવી અધમ-ઉદ્ધારિણી, પતિત પાવની, જ્ઞાનગંગા સમી ‘આત્મસિદ્ધિ’ આપણી પાસે છે એનું કારણ સોભાગ છે. એમણે વિનંતી કરી અને ભગવાને એ વિનંતીને માન્ય કરી.
ચરોતર ભૂમિના, નગર નડિયાદમાં,
પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી.” એ ચરોતર ભૂમિમાં જ કૃપાળુદેવે નિવૃત્તિમાં ખૂબ વસવાટ કર્યો હતો. એ ખંભાત, વડવા, રાળજ, સીમરડા, બોરસદ, કાવિઠા, નડિયાદ, આણંદ વગેરે ચરોતર ભૂમિના પ્રદેશોમાં ભગવાન વિચર્યા હતા. એમાં આ નગર નડિયાદમાં પ્રભુએ પૂર્ણ કૃપા કરી. આ પૂર્ણ કૃપાનું સર્જન છે. એણે કૃપા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એવા એ પરમકૃપાળુદેવને આપણે આત્મશુદ્ધિએ નમસ્કાર કરીએ.
‘આત્મસિદ્ધિ કર્તા નમું, રાજચંદ્ર ભગવંત, પરમકૃપાળુ દેવ જે સર્વ સંતના સંત.
સિદ્ધિ-શાસ્ત્ર સર્જન કર્યું. મૂળ માર્ગ અરિહંત, સત્ય ધર્મ મહાવીરનો, ભાખ્યો કરુણાવંત, ભાખ્યો કરુણાવંત.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
-G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 37 E