________________
પ્રવચન ૨
મંગલ ઉપક્રમ – અભિધેય હેતુ
(ગાથા ૧થી ૮) a
પરમકૃપાળુદેવે જગતના જીવોને મુક્તિનો માર્ગ બતાવવા આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. જેની ગાથાઓ હવે આપણે સમજવા માટે સ્વાધ્યાય કરીશું.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું; શ્રી સદ્દગુરુ ભગવંત. (૧) જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેઠું એવા શ્રી સદ્દગુરુ ભગવાનને નમસ્કાર કરું છું.
મંગલાચરણની અંદર સર્વ પ્રથમ સદ્દગુરુ ભગવંતને નમસ્કાર કરે છે. શા માટે ? આ આત્મસિદ્ધિનો ઉદ્દેશ શું છે ? જગતના જીવોને દુઃખથી મુક્તિ એ જ બધા શાસ્ત્રોનો લક્ષ છે. દુઃખથી મુક્તિ અને સુખની પ્રાપ્તિ. અનંત, અક્ષય, અવ્યાબાધ એવું સુખ પ્રાપ્ત કરવાનું છે. જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં સુખ અને દુઃખ ભોગવતો જ રહ્યો છે એનું કારણ શું છે ? હે ભગવાન ! હું અનંત દુઃખ પામ્યો છું.
જ્યારથી મારું આ અસ્તિત્વ છે ત્યારથી કેવળ મેં દુઃખ, દુઃખ અને દુઃખનો જ અનુભવ કર્યો છે. આ જીવને દુઃખ શા કારણે મળ્યું ? તો કહે “જે સ્વરૂપ સમજ્યા વિના.” જીવે સ્વરૂપ જાણ્યું નહિ. કૃપાળુદેવે પત્રાંક૩૮૭માં કહ્યું, ‘જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી.” સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળે પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. મુમુક્ષુને પોતાના સ્વરૂપને જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. જીવનું સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાં પડે. પોતે પોતાને ભૂલી ગયો છે; તેથી જ સત્સુખનો તેને વિયોગ છે.
હું કોણ છું ? મારું સ્વરૂપ શું ? દેહ ? કે જે વિનાશી છે તે ? કે અંદર રહેલું ચૈતન્ય ? ખબર નથી સ્વરૂપનું અજ્ઞાન એટલું બધું છે કે પ્રાથમિક ભૂમિકામાં એટલું ખબર છે કે દુઃખ મેળવ્યા કરું છું. અનાદિકાળથી અનંત પરિભ્રમણ અને દુઃખની પ્રાપ્તિનો જ અનુભવ છે. આ વાત શંકા વિનાની છે. જ્ઞાની
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 38 E