________________
આ કાળમાં એકાવતારીપણું ! અનંતકાળનાં કર્મો ખપાવ્યાં. કર્મોનો હિસાબ કરી દીધો. ગાંધીજીએ કહ્યું, ‘આપણને તો મોક્ષ થવાને અનંત ભવ બાકી હશે. પરંતુ કૃપાળુદેવ તો વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યાં હતાં. એકાવતારીપણું પ્રાપ્ત કરી લીધું હતું. જેણે આ લોકોત્તર પુરુષને જાણ્યા તે કહે છે, “ધન્ય છે તેમને. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે.” આપણને ગુજરાતી ભાષામાં છે એટલે માહાસ્ય નથી લાગતું. પણ સંતને છે. આ બોધ બીજી ભાષામાં હોત અને હું એને ન સમજતો હોત તો ? ભગવાન ! તમે મારી માતૃભાષામાં આપીને ખૂબ ઉપકાર કર્યો છે.
અમેરિકામાં આત્મસિદ્ધિની ગાથાઓ ન આવડતાં ખૂબ જ અફસોસ થયો. આપણે તો કેટલાં ભાગ્યશાળી છીએ ? એટલે કાનજી સ્વામીએ કહ્યું, ગુજરાતીમાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે. કળશ ચડાવી દીધો છે. ગુજરાતીઓ માટે તો આ એક ગૌરવનો વિષય છે. આની ગરિમા આપણે કેટલી કરીએ ? તેમના એક એક વચનમાં ઊંડું રહસ્ય છે. તેમના અંતઃકરણમાં વીતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન જૈન ધર્મ જયવંત વર્તે, એમાં નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના હતી.” એમને એમ જ હતું કે આ સત્ય ધર્મનો મારે ઉદ્ધાર કરવો છે. આ ઉદ્ધાર કરવા માટે, જૈન શાસનને જયવંતુ કરવા માટે, અને જગતભરમાં વીતરાગ શાસનની પ્રભાવના કરવા માટેની અદમ્ય ઝંખના હતી. શાસનના ઉદ્ધારમાં નિમિત્ત થવાની એમના અંતરમાં ઊંડાણમાં ભાવના હતી. તે દર્શાવે છે,
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, અવશ્ય થશે આ દેહથી, એમ થયો નિરધાર રે.
ધન્ય રે ! દિવસ, આ અહો...” આ આત્મસિદ્ધિના માહાત્મ માટે બ્રહ્મચારિજીએ એક સ્તુતિ લખી છે. આત્મસિદ્ધિ વાંચતાં વાંચતાં એમણે આ પ્રકારે ભક્તિ કરી.
“પતિત જન પાવની, સુરસરિતા સમી,
અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ.' પતિત એટલે પાપીને પાવન કરનારી, અધમનો ઉદ્ધાર કરનારી, એવી જે સુરગંગા-સ્વર્ગલોકની નદી એ મૃત્યુલોકમાં આવી. જેમ સગરના ૬૦,000 પુત્રો મરણ પામ્યા હતા અને અમર કરવા ગંગાએ અવતરણ કર્યું હતું. તેમ અમે મુમુક્ષુઓ અત્યારે દેહભાવથી મરી રહ્યાં છીએ. એને આત્માની અમરતા આપવા માટે આ સુરગંગા આવી છે. પણ એ પતિત પાવની સુરગંગા ધરતી પર કોણ લાવ્યું ?
જનમ જન્માંતરો, જાણતાં જોગીએ,
આત્મ અનુભવ વડે, આજ દીધી.” આનો કહેનાર કોણ છે ? આ શાસ્ત્રને ભાખનાર કોણ છે ? જન્મ-જન્માંતર જાણતો યોગી. યોગની સાધના પૂર્વે થઈ ગઈ છે. એટલે આ ભવમાં એ કરવાની આવશ્યકતા નથી. એમ પત્ર-૭૦૮ માં લખ્યું છે કે, યોગ-સાધન અમે કરીને આવ્યા છીએ.” પૂર્વ જન્મનો આરાધક, પથભ્રષ્ટ યોગી એવો, ફરતોફરતો, અનંતકાળથી સાધના કરતાં-કરતો, જન્મ-જન્માંતરને જાણતો-જાણતો, મહાવીર સ્વામી સાથે અનુસંધાન
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 36
=