________________
આવું તો અનંતવાર કર્યું - એમ બફાટ કરવા મંડ્યો. આ જીવને મુક્તિ મેળવવાનો માર્ગ નથી. ભગવાન કહે છે કે, “સાધનરહિત થાય.” જીવ જ્યારે સાધન રહિત થાય છે, ત્યારે એની દશા શું થાય ? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કારીગર હોય, જાણતો હોય બધું, પણ સાધન ન હોય તો કામ શું થાય ? ‘અસ્ત્રા વિનાનો હજામ અને ફરસી વગરનો સુથાર' શું કામના ? એમ આની પાસે જ્ઞાન ઘણું ઊંચું છે - પણ હથોડા વિનાના લુહાર’ જેવો ઘાટ થાય છે.
જ્ઞાની પુરુષ કહે છે, “જે જીવો બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપવામાં, એને લોપવામાં જ મોક્ષમાર્ગ સમજે છે - આની સમજણ જ એકાંતિક અને અધુરી, અને પાછી દુરાગ્રહ યુક્ત – તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે.” (પ-૪૨૨) સાચી સમજણ છે નહીં અને હાથમાં શબ્દો આવી ગયાં છે, અને માર્ગનો લોપ કરવામાં પ્રવૃત્તિ કરે છે. જે તીર્થકરોએ તીર્થની સ્થાપના કરી - તે આ પામર માર્ગનો ઉચ્છેદ કરવાની શરૂઆત કરી. આ જ રીતે જીવ અનંતાનુબંધી કર્મ બાંધે છે. તે તીર્થકરના માર્ગનો જે જીવ લોપ કરવા નીકળ્યો છે તેને અનંતાનુબંધી સિવાય બીજું શું બંધાય ? પત્રાંક૫૧૩માં ભગવાન કહે છે કે, “મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. અને તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર, સત્સંગ, સતુશાસ્ત્ર અને સદ્ગત – એ ઉત્તમ સાધન છે.” “સપુરુષના આશ્રયે આ સાધન કરે તો એ સાધનો મહાઉપકારના હેતુ છે.” એમ ઉપદેશછાયામાં ભગવાન કહે છે. સાધન તો ઉપકારી છે. સાધન છોડી દઈશ તો તારી પાસે કાંઈ નહીં બચે. સાધન માત્ર આશ્રયે લેવાના છે. તારા સ્વચ્છંદથી કરીશ તો એ સાધન પણ તને હિતકારી થશે નહીં.
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ;
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. (૩૦) તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે.”
આ બીજીવાર બૂડવાની વાત આવી. ઓલા અસદ્દગુરુ મહામોહનીય કર્મથી ભવસાગરમાં ડૂબે. આ મતાર્થીજીવ પણ પાછળ ભવસાગરમાં ડૂબે. આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. કારણ કે જ્ઞાનદશા પામે નહીં, અને સાધનદશા તો છોડી દીધી છે. (વોસરાવી દીધી છે.) ભગવાન કહે છે, ફક્ત તે જીવ જ નહીં પણ તેનો જે સંગ કરે - ભાઈબંધી કરે તે પણ ભવમાં બૂડે. ભગવાન કહે છે, જેણે સદ્વ્યવહારનો લોપ કર્યો છે અને નિશ્ચયનયને માત્ર શબ્દમાં ગાયો છે. એના માટે અમારે કાંઈ કહેવા જેવું રહેતું જ નથી. પણ એનો સંગ જે કરે તે પણ બૂડે ભવજળ માંહી.
એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. (૩૧)
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 109 E