________________
‘એ જીવ મતાર્થમાં જ વર્તે છે, કેમ કે ઉપર કહ્યાં જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનુ-અધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે ગણાય.”
આ જીવ પણ પોતાના માનકષાયને પોષવા માટે પરમાર્થને પામી શકતો નથી. નિજમાન’. બધા જ અપલક્ષણના મૂળમાં માને છે. સ્વચ્છેદ છે. એ અનુ-અધિકારી બને છે. મતાર્થી જીવને પરમાર્થ પામવાનો અધિકાર મળતો નથી. અને અધિકાર વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી.
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૩૨) ‘જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્ય-અસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળો મોક્ષમાર્ગને પામવા યોગ્ય - એવું તેનું ભાગ્ય ન સમજવું.”
આ મતાર્થી જીવના દુર્ભાગ્યની શું વાત કરવી ? આ ધર્મમાં આવેલા જીવની વાત છે – જેના કષાય હજુ ઉપશાંત થયા નથી, કષાયોનું શમન નથી, અંતરંગની અંદર, ચિત્તમાં જે વૈરાગ્ય જોઈએ તે વૈરાગ્ય નથી, સત્યને સ્વીકારવામાં જેને સરળતા નથી. જ્ઞાની પુરુષે જે આશય કહ્યો છે, હેત કહ્યો છે, રહસ્ય કહ્યું છે તે સ્વીકારવાની જેને સરળતા નથી. અને મધ્યસ્થતા નથી. જે વાત જુદા જુદા પ્રકારે જે રીતે કહેવામાં આવી છે તેનું કારણ એકી સમયે બધું એક સાથે કહી શકાતું નથી. સત્ય, સંપૂર્ણપણે એક જ સમયે પ્રકાશિત થઈ શકતું નથી, કારણ કે સત્ય પૂર્ણ છે પણ વાણીનો યોગ અપૂર્ણ છે. તીર્થકર ભગવાન પણ જે સ્વરૂપને સંપૂર્ણપણે ન કહી શક્યા, વક્તવ્યપણે જેટલું કહેવાયું તે જ કહ્યું. અવક્તવ્ય તો અવક્તવ્ય જ રહ્યું કારણ ‘અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” તો પછી સામાન્ય જગતના જીવ જે કહે તેમાં અધૂરપ કે ઉણપ હોય જ. માટે મધ્યસ્થસ્તા રાખવી. કે આ જે કંઈ કહેવામાં આવ્યું છે અને હું જે જાણું છે તે તો પૂર્ણ જ્ઞાનના અંશરૂપે છે. બીજું પણ સત્ય છે. આવો એને દૃઢ નિશ્ચય થવો જોઈએ. મતાર્થી જીવે આ દુર્ભાગ્યમાંથી બહાર આવવું જોઈએ.
લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ;
હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. (૩૩) ‘એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાનો હેતુ એ છે કે કોઈપણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવના લક્ષણ કહીએ છીએ : તે લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખ સામગ્રીના હેતુ છે.’
છેલ્લે પરમકૃપાળુદેવ કહે છે, આ મતાર્થીના લક્ષણ અમે કહ્યાં, આવા કરુણાવંત જ્ઞાનીએ પણ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 110 EF