________________
પ્રગત્વે જ થાય છે. ત્યાં સુધી સિદ્ધાંતોધ પણ જીવમાં આવી શકતો નથી. કાનથી બહુ ઊંચા શબ્દો સાંભળીએ કે ઊંચી ઊંચી તત્ત્વજ્ઞાનની વાતો કર્યા કરીએ એનાથી જ્ઞાન ન આવે. જ્ઞાન અંતરની પરિણતિથી આવે. અને એ અંતરની પરિણતિ ચિત્તની નિર્મળતા, વૈરાગ્ય અને ઉપશમથી આવે. ભક્તિભાવ અને સતપુરુષની પ્રત્યેનો આશ્રય – આવી આશ્રય ભક્તિ જેને દૃઢ થઈ છે એને સાદા વચનોથી અને સાદા વાક્યોથી પણ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. એટલે કૃપાળુદેવે કહ્યું,
નહીં ગ્રંથમાંહી શાન ભાખ્યું, જ્ઞાન નહિ વિચાતુરી; નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, શાન નહિ ભાષા ઠરી.’
જ્ઞાન એ ચાતુર્યનો વિષય નથી, એ બુદ્ધિના વિલાસનો વિષય નથી, એ તર્ક અને કુતર્કનો વિષય નથી. એ વાદ અને વિવાદનો વિષય નથી. અમે બહુ ઊંચું વાંચીએ છીએ અને સાંભળીએ છીએ આવું તો ક્યાંય સાંભળ્યું નથી. આ જ શ્રેષ્ઠ છે એમ કહેવાથી જ્ઞાન નહીં થાય. જ્ઞાન લેનારની ભૂમિકા શું છે ? એની પાત્રતા શું છે ? એ પોતાના સ્વચ્છંદમાંથી, મતમાંથી અને આગ્રહમાંથી મુક્ત થયો છે ? અને એને એ કહેનાર સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ છે ? વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વચિ અને સત્પુરુષ પ્રત્યેની આશ્રયભક્તિ – એ નિશ્ચયથી જેને જ્ઞાન થાય છે એને સદ્ગુરુનો એક શબ્દ – શિષ્ય વ્યાખ્યાનાં.’ તો ગુરુનું મૌન એ પણ શિષ્યને માટે વ્યાખ્યાન છે.
છે
*ગુરુનો મૌન.
-
ચંડકૌશિકને ભગવાને કઈ ભાષામાં પ્રતિબોધ કર્યો ? ભાષા કંઈ મહત્ત્વની નથી. ભગવાને માત્ર તેના તરફ દૃષ્ટિ કરી અને ચંડકૌશિકે પણ ભગવાન તરફ માત્ર સૃષ્ટિ કરી. શાસ્ત્રકારો કહે છે, સર્વો કહે છે, કેવળીઓ કહે છે કે ચંડકૌશિક પ્રતિબોધ પામ્યો ભગવાન મહાવીરથી. આ પ્રતિબોધ કઈ ભાષાથી પામ્યો ? કયા નયથી પામ્યો ? કયા સિદ્ધાંતોથી પામ્યો ? કયા ભેદ-પ્રભેદથી પામ્યો ? માત્ર ચંડકૌશિકની મનની ભૂમિકા. ભગવાનની સામે દૃષ્ટિ કરી અને જે અહોભાવ પ્રગટ્યો. અને તે અહોભાવ પ્રગટતાં પૂર્વજન્મનું જ્ઞાન થયું. આ ક્રોધ અગ્નિમાં બળતાં-બળતાં ત્રણ-ત્રણ જન્મારા ચાલ્યાં ગયા છે. અને સામે શિતલ, અમી વરસાવે એવા પુરુષની સામે ષ્ટિ કરે છે. બુઝ ! ચંડકૌશિક બુઝ !' ભગવાન કહે છે. કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામીએ આવી રીતે સમજાવ્યું છે. અને ચંડકૌશિક પ્રતિબોધ પામે છે. એટલે ગુરુનું એક વચન કે એક વાક્ય બસ છે. પણ શિષ્યની પાત્રતા ઉપર આધાર છે. એટલે સમિત ક્યારે થાય ? કેવી રીતે થાય ? કેવી રીતે સમકિત પ્રગટે ! સમકિત પ્રગટવાનું કારણ શું ? કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. સમકિત એ કાર્ય છે. તો એનું કારણ તો કંઈક હોવું જ જોઈએ.
પરમકૃપાળુદેવે આ ગાથામાં સદ્ગુરુનાં માહાત્મ્યમાં કહ્યું છે કે સદ્ગુરુનો ઉપકાર તો કહી શકાય એમ નથી. પરોક્ષ જિન કરતાં પણ વિશેષ ઉપકાર છે. અને એનાં શાસ્ત્રો – એ સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે એના કહેલાં શાસ્ત્રો, એણે કહેલો માર્ગ, એણે બોધેલો માર્ગ એનાથી જીવને જ્ઞાન મળે. કારણ કે પ્રત્યક્ષ સત્પુરુષથી અને સત્પુરુષનાં શાસ્ત્રથી જીવને જિનનું સ્વરૂપ સમજાય અને જિનનું સ્વરૂપ સમજાય તો જ જીવને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય. જિન અને નિજ જુદાં નથી.
શ્રી આત્મસિનિશાન - 78