________________
એટલું સરસ સગર સમજાવે છે કે ભાઈ ! આ બધા રાય-રંકના જે ભેદ છે. વિચાર તો સૌએ સુખી થવા માટે કર્યો છે. પણ પર પદાર્થ આધારિત સુખ છે એટલે રાગ-દ્વેષની પરિણતી આપણા કાબુમાં રહેતી નથી. એટલે કરવા જાઈએ રાગ અને થઈ જાય દ્વેષ. આપણે ઉત્કૃષ્ટ ભાવ ભાવીએ કે ઇન્દ્રપુરીમાં ઇન્દ્રનો રાજા થાઉં. પણ ભાઈ ! એમ બનતું નથી. જીવ કલ્પના કરીને પોતાનું જ ભુંડું કરી નાખે છે. ઉધ રવાડે ચડી જાય છે અને પછી જ્યારે પરિણામ આવીને ઊભું રહે ત્યારે કહે કે મેં આવું નહોતું ધાર્યું. આ તો બધા પુગલના ખેલ છે. એમાંથી જો શાશ્વત સુખ પ્રાપ્ત થતું હોત તો આ બધા સિદ્ધ પરમાત્મા, સંસાર છોડીને, સિદ્ધલોકમાં ન જાત. આ ઋષભદેવ, મહાવીર, બધા મહાન યોગિશ્વરો ! સંસારને પૂંઠ દઈને ચાલ્યા ગયા છે. જો સંસારમાં સુખનો છાંટો હોત ને તોયે એ લોકો અહીં રોકાઈ જાત. કારણ કે સુખને તો સૌ ઝંખે છે અને એ પણ આત્મા જ હતા ને ? જીવ માત્ર સુખને ઝંખે પણ એમને ખબર પડી કે આ સુખ નથી. સુખની ભ્રાંતિ છે. આ સુખાભાસ છે. સંસાર તો એકાંતે કરીને દુઃખથી બળતો છે. ત્રિવિધ તાપથી જલતો છે. સંસાર એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિનું સ્વરૂપ ! તાપ, ઉતાપ અને સંતાપ એટલે સંસાર છે ! જ્ઞાનીઓએ આ જોયું એટલે કહ્યું કે આ સંસારમાં રહીને કોઈ ક્યારેય સુખ પામે એમ નથી. સંસાર અસાર છે, સંસાર અશરણ છે. સંસારની સ્થિતિ અનિત્ય છે અને સંસારનો ભરોસો કરવા જેવો નથી. જ્ઞાની પુરુષોએ આ વિચાર કર્યો કે જો પુદ્ગલ દ્રવ્ય એ સુખનું સાધન થઈ શકે તો ચેતન દ્રવ્ય એ સુખનું સાધન થાય કે નહીં ? એમ વિચાર કરીને સદ્ગુરુ હવે સમજાવે છે
જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” (૮૯) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યા અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે, માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે, અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે. એમ હે વિચક્ષણ ! તું વિચાર.”
સદ્દગુરુ કહે છે, તે ચાર પદ સમજ્યો અને આ જીવનું કર્તાપણું અને ભોક્તાપણું એવું જબરજસ્ત તત્ત્વજ્ઞાન, વિતરાગનું વિજ્ઞાન એ તેં જો ગ્રહણ કરી લીધું છે તો તે વિચક્ષણ ! કર્મ કરવાથી જો આ સ્થિતિ પ્રાપ્ત થાય છે તો ન કરવાથી પણ આ સ્થિતિ પ્રાપ્ત થાય એ સમજ. જૈનદર્શનની અંદર કાંઈ ન કરવું – એ જ મોટું કરવું છે. નિવૃત્તિ. ભગવાને છ પદનાં પત્રની અંદર-પાંચમાં મોક્ષપદ માટે લખ્યું છે.
પાંચમું પદ – “મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરુપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે-તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.” ભાઈ ! આ નિવૃત્તિ સરળ છે. જો કર્મની પ્રવૃત્તિનું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 222
=