________________
પરિણામ આવતું હોય તો એની નિવૃત્તિનું પણ પરિણામ આવે. જીવનો કોઈ પણ વ્યાપાર એ ભાવનો વ્યાપાર છે અને આ ભાવનો વ્યાપાર પરલક્ષી છે. એ ભાવનો વ્યાપાર જો સ્વલક્ષી થાય તો પણ પરિણામ મળે જ. એટલે કહ્યું કે કર્મ સફળ હોવાથી એ કર્મને જેમ આત્મા ભોગવે છે, એમ આ બંધ વૃત્તિઓ છે એને નિવર્તવામાં આવે તો અબંધપણું પ્રાપ્ત થાય છે. “નિવૃત્ત વાળો અવસર સંપ્રાપ્ત કરી, અધિક-અધિક મનન કરવાથી, વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થાય છે.’ પત્રાંક ૯૧૫માં પરમકૃપાળુદેવે કહ્યું, ‘હે જીવ ! તું નિવૃત્તિનો વિચાર કર.’ પર૫દાર્થ સંબંધી, રાગ-દ્વેષના પિરણામ કર્યા વિના, કષાય ભાવાના પરિણામ કર્યા વિના, રતિ-અરતિના પરિણામ કર્યા વિના, રૂચિ-અરૂચિના પરિણામ કર્યા વિના, એની સાથેની મોહબુદ્ધિનો સંબંધ તોડી દે. આસક્તિ, મમત્વભાવ તોડી નાખ. અને જે પ્રકારે, જે સંજોગો ઉદયમાં આવે, તે પ્રકારે માત્ર એનો તું સાક્ષી બન.
તું નિવૃત્ત થઈ જા. તારા ભાવ છે એ એની સાથે જોડ મા. તારા ભાવ તારા સ્વરૂપ સાથે જોડી દે. સ્વરૂપ સાથે જોડવાથી એ બહારની દૃષ્ટિએ નિવૃત્ત થઈ વૃત્તિઓને બહારના પદાર્થ સાથે, બહારના સંયોગ સાથે જોડીએ એ પ્રવૃત્તિ છે. આ વિષયનું અર્થઘટન અધ્યાત્મની દૃષ્ટિએ કરીએ છીએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આને અહીં લૌકિક દૃષ્ટિએ સમજવાનું નથી. પણ આત્માનો જે અંતરવ્યાપાર, ઉપયોગનો જે વ્યાપાર છે એ બહીર્લક્ષી વ્યાપાર હોય એને પ્રવૃત્તિ કહેવાય. અને આત્માના ચૈતન્યનો અંતર્લક્ષી વ્યાપાર છે તેને નિવૃત્તિ કહેવાય. નિવૃત્તિમાં પણ એનો વ્યવહાર અને વ્યાપાર ચાલુ જ છે. આત્માનો પુરુષાર્થ ચાલુ છે. એનું સમયે-સમયે થતું ભાવનું પરિણમન પણ ચાલુ જ છે. ત્યાં કાંઈ બંધ થઈ ગયું નથી. આત્મા ક્યારેય કુટસ્થ થતો નથી. જીવે વૃત્તિઓનો આંત્યિક ક્ષય કરવો. વૃત્તિઓની નિવૃત્તિથી કર્મબંધની નિવૃત્તિ થાય છે. જીવમાં સમયે-સમયે વૃત્તિ ઊઠે. એ વૃત્તિ ઉઠે એટલે એની સાથે એની ઇચ્છા જોડાય. એની ઇચ્છા જોડાય એટલે તરત જ એની અંદર જીવનું વીર્ય - રૂચ અનુયાયી વીર્ય થાય. એટલે તે ઇચ્છાની પૂર્તિ માટે જીવની શક્તિરુચિ અનુયાયી થાય અને જીવનો ક્રિયા યોગ શરૂ થઈ જાય. મન-વચન-કાયાનો ઇચ્છાપૂર્તિ માટે ક્રિયાયોગ શરૂ થઈ ગયો. હવે ઇચ્છિત પરિણામ લેવા માટે, ક્રિયાયોગ કરવા માટે, રાગ-દ્વેષ અને કષાયનું અવલંબન લેવું પડે છે. એના વગર ક્રિયા યોગ થાય નહીં. મન-વચન અને કાયાના યોગ અને કષાય ભાવ બંને ભેગાં થયાં એટલે પુદ્ગલ પરમાણુ સાથે જીવનો કર્મ સંબંધ થયો. અને એ કર્મ સંબંધ એને બંધનું કા૨ણ થયો. એટલે કહે છે કે તું નિવૃત્તિમાં ચાલ્યો જા. કૃપાળુદેવે એને વ્યવહારિક સ્વરૂપ પણ આપ્યું છે કે, નિવૃતિ ક્ષેત્ર, નિવૃતિ દ્રવ્ય, નિવૃતિ કાળ અને નિવૃત્તિ ભાવને આ જીવે સેવવાં.' જેને કર્મબંધથી છૂટવું છે એણે નિવૃતિનો અભ્યાસ કરવો. ચાલતાં જીવનમાં પણ નિવૃતિ લેવી. મહિને દહાડે બે-ચાર દિવસ નિવૃતિ લેવી. કૃપાળુદેવનાં જીવનચરિત્રમાં પણ આવે છે કે, આવો પ્રવૃત્તિનો ઉદય હતો છતાં, નિવૃતિ લઈને આખા ચરોતરના પ્રદેશમાં, ઇડરના પહાડોમાં, ઉત્તરસંડાના વનક્ષેત્રમાં, અનેક જગ્યાએ એ ભગવાન દર વર્ષે નિવૃતિ લઈને નીકળી જતાં હતા. નિવૃતિ કરવાથી, આત્માને પોતાના સ્વરૂપ સાથે અનુસંધાન કરવાનો અવકાશ મળે છે. આત્મવિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવ નિવૃતિ લેતો નથી અને બહિર્લક્ષી પ્રવૃત્તિમાં પડ્યો છે, પોતાનું ઘર, બાર, કુટુંબ, પિરવાર, સંસાર, એની અંદર જ જોડાયેલો છે. ત્યાં સુધી
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 223
1.