________________
જીવ, પોતાના સ્વરૂપ સાથે એકરૂપતા કરી શકતો નથી. એ વાત ગમે એટલી કરે કે મારે ઘરે કાંઈ કામ નથી. હું તો દુકાને પણ ખાલી બેસું જ છું. નિવૃત જ છું. બસ ખાલી મારી હાજરીની જ જરૂર છે. અરે ! તારી હાજરીએ તો તારું સત્યાનાશ કાઢી નાખ્યું. તું તારી જાતને છેતરી રહ્યો છો. જીવ જ્યાં સુધી આ દંભમાંથી, ડોળમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી પોતાના જૂઠાણામાં જ ફસાયેલો છે. આત્મવંચના જેવું બીજું એક મહાન પાપ નથી. હું નિવૃત છું' એમ બોલતાં પહેલાં વિચાર કરવો કે સમયે સમયે ભાવનો વ્યાપાર સ્વલક્ષી છે કે પરલક્ષી છે ? જજમેન્ટ એના ઉપરથી લેવાય છે. તું જે કરે છે એ આખો સંસારનો જ વહેવાર છે. આખી ભાવની રમત તો તું સંસારના વ્યાપાર, ભાવ અને પ્રસંગમાં જ કરે છે. નિવૃત ક્યારે થવાનું ? આ જ્ઞાની પુરુષે તો ભાવનાબોધ લખીને નિવૃતિનો ઉપદેશ આપ્યો. અને એમાં લખ્યું,
અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ વાય નેત્રને નિહાળ રે, નિહાળ તું;
નિવૃતિ શીધ્રમેવ ધારી, તે પ્રવૃતિ બાળ તું. હે જીવ ! જ્યાં અનંત સુખનો માર્ગ પડ્યો છે ત્યાં તારી મિત્રતા નથી. કદાચ દુઃખ હશે તો નામનું હશે. કારણ કે આ જીવ સુખશીલિયો છે. શાતાશીલિયો છે એટલે એને નિવૃતિમાં થોડીક અગવડ લાગે. ટેસ ન આવે. નામનું દુઃખ છે પણ એનાથી જે સુખની પ્રાપ્તિ છે તે અનંત સુખ છે. નામનું દુઃખ છે. ત્યાં તારી મિત્રતા નથી. પણ અનંત દુઃખ અને નામ સુખ - આ સંસારના પ્રસંગ અને પ્રકારમાં, અનંત પ્રકારનાં દુઃખનું ઉપાર્જન તે સમયે સમયે કરી રહ્યો છો, અને એમાં કદાચ સુખ મળે તો પણ નામનું સુખ હોય. કૃપાળુદેવે કહ્યું, “પ્રાયે જગતના જીવો અશાતાનો જ ઉદય વેદે છે. અને કવચિત એને શાતાનો ઉદય દેખાય તો પણ અંતર-દાહ તો બળ્યા જ કરે છે.” ક્યાંક સુખની ઝાંખી આવી જાય. અને ભ્રાંતિમાં આ જીવ એને સુખ માની લે. એક ઝબકી આવી જાય. પ્રેમ ત્યાં વિચિત્રતા.” ત્યાં તારો પ્રેમ છે. આ વિચિત્રતા તો જો. ‘ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે ! નિહાળ તું !” અરે ! તારા ન્યાયના નેત્રને તો ઉઘાડ. કે તારો પ્રેમ
ક્યાં હોવો જોઈએ ? અને ક્યાં છે ? ‘નિવૃતિ શીઘ્રમેવ ધારી.” તું શીધ્ર નિવૃત્તિ ને લે. અને તારી પ્રવૃત્તિને બાળ. બાળ’ શબ્દ વાપર્યો છે. પ્રવૃત્તિ એટલે આત્માનો, ચિત્તની વૃત્તિઓનો બહીલક્ષી વ્યાપાર, જ્યાં થતો હોય ત્યાં હું પ્રવૃત્તિમાં છું એમ સમજી લેવાનું. ધર્મ સ્થાનમાં બેઠા હોઈએ અને ચિત્તની વૃત્તિઓનો વ્યાપાર બહાર હોય તો આપણે નિવૃતિમાં નથી. ભ્રાંતિમાં રહેવું નહીં. અને આ પરમકૃપાળુદેવ, લોકોને દેખાતા'તા પ્રવૃત્તિમાં અને હતા નિવૃતિમાં. એટલે એમણે કહ્યું, “લઈએ છીએ, દઈએ છીએ, વેપાર કરીએ છીએ. પણ આત્મા ક્યાંય જોડાતો નથી. આત્માની સમાધિનું અખંડ દૃષ્ટિપણું તેથી બાધા પામતું નથી. ઉપાધિ મધ્યે પણ અમારો સમાધિ યોગ અખંડ છે. ચો તરફ ઉપાધિની જ્વાળાઓ પ્રજ્વલિત હોય ત્યારે પણ ચિત્તની સમતા એ કોઈ પરમ જ્ઞાનીઓને શક્ય છે. પણ અમારો એવો અનુભવ છે. પ્રવૃત્તિ અને નિવૃતિ – ઉપયોગનો બહીલક્ષી વ્યાપાર, અને ઉપયોગનો સ્વલક્ષી વ્યપાર.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 224 EF