________________
અંતઃકરણની અંદર હોય. કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ આપે. અને એ ઉકેલમાં જગતના જીવોનું કલ્યાણ અને મંગલ જ હોય. એકાંતે હીતકારી એવો વીતરાગનો માર્ગ છે. અનેકાંતનો માર્ગ, એકાંતે જીવને હીતકારી છે. એનાથી અકલ્યાણ થવાનો સંભવ નથી.
કૃપાળુદેવે કહ્યું છે, “અનેકાંત એવો માર્ગ પણ સમ્યકએકાંતની પ્રાપ્તિના હેતુઓ છે. હિતકારી છે. કલ્યાણકારી છે. જીવોને માટે મંગલમય છે. અસગુરુમાં આ એકેય લક્ષણ હોય નહીં. આ વિનયમાર્ગનો બે રીતે લાભ લેવાય. અશ્રુ પોતામાં સદ્ગુરુપણું સ્થાપિત કરી અને શિષ્યો પાસે મનાવા, પૂજાવાના, સત્કારના આરંભ સમારંભ કરાવ્યા જ કરે. એમાંથી નવરા જ ન પડે. ચાર મહિના આવા જ આયોજન ચાલ્યા કરે.” ભગવાન કહે છે, અસગુરુ આવો લાભ લે તો એની દશા શું થાય ? અને બીજો વિનયમાર્ગનો લાભ શિષ્ય લઈ જાય. ગુરુના નિમિત્તે અસદ્દગુરુને દઢ કરે. એ ગુરુની શ્રદ્ધા કરે. એને મોટા કરે. એના માટે મેળાવડા કરે. કારણ કે પોતાનો હેતુ સરે છે. પોતે ત્યાં મોવડી થાય છે. પોતે ત્યાં પ્રમુખ અને ટ્રસ્ટી થાય છે. એના નામના ફરફરિયાં વહેંચાય છે. અને પછી એ બધા પ્રકારનો નાણાનો વ્યવહાર પોતે ચલાવે છે. એમાં એને રસ છે. આ વિનયમાર્ગમાં અસદ્દગુરુને દઢ કરે અને નીચો નમી નમીને નમસ્કાર કરે. શિષ્ય પણ અસદ્દગુરુ તત્ત્વને દઢ કરે. ગુરુ પણ એને દઢ કરે.
ધર્મમાં જે ગુરુપદનું મહત્ત્વ છે. તેનો લાભ લઈને જો આવી પ્રકારે વર્તે તો શું થાય ? મોહનીય કર્મ બંધાય. ક્યાંક એને લોભ કષાય છે. ક્યાંક માન કષાય છે. ક્યાંક ક્રોધ છે. ક્યાંક કામ છે. ક્યાંક રતિ
અરતિ છે. ક્યાંક હાસ્ય-શોક છે. મોહનીય કર્મના અનેક પ્રકાર છે. આવા મોહનીય કર્મની અંદર પડીને શિષ્ય કે ગુર, સાધક કે એના માર્ગદર્શક આ વિનયનો લાભ લે અને સમાજમાં એવી પરિસ્થિતિ ઉભી કરે કે મુમુક્ષુ જીવ ખોટા માર્ગે જાય. કૃપાળુદેવે તો બહુ જ સખત શબ્દોમાં કહ્યું છે, ‘આ કુગુરુઓએ તો મુમુક્ષુઓને લુંટી લીધા છે.” એનો જેટલો લેવાય એટલો લાભ લીધો છે. આ દેશની ધરતીમાંથી પુરૂં થયું તો વિદેશની ધરતી પર લાભ લેવાય છે. આજે એ જ ચાલી રહ્યું છે. બંને રીતે ચાલી રહ્યું છે. લેવાવાળા પણ આને આગળ કરે છે. આ તો સાપ ને ઘેર પરોણો સાપ, એવો ખેલ થયો છે. અંધેઅંધ પલાય. આનંદઘનજીએ પણ પોકાર કરી કરીને કહ્યું છે કે, “ભગવાન ! તારા શાસનની સ્થિતિ તો જો. આંધળો આંધળાને દોરે એવો ઘાટ થયો છે.” કૃપાળુદેવ કહે છે, “મોહનીયનું સ્વરૂપ વારંવાર વિચારવા યોગ્ય છે.” મોહિનીએ મહામુનિશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધાં છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી અને રખડાવી માર્યા છે.'
આ જીવ મોહનીયમાં જો પડી ગયો તો પછી આગળ નહીં વધાય. અહં અને મમત્વ એનું સ્થળ સ્વરૂપ છે. અને એમાં જો જીવ ફસાય તો “બૂડે ભવજળ માંહી.” બધાં કર્મોની જે સ્થિતિ છે - કાળસ્થિતિ તેમાં સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય કર્મની છે. ૭૦ કોડાકોડીનું કર્મ બંધાઈ જાય. બીજા કર્મની ૩૦ કોડાકોડી - ૨૦ કોડાકોડી એમ હોય. આ મોહનીય કર્મ બંધાય એને અનંત સંસારનો અનુબંધ થાય. અને જીવ છૂટી ન શકે. ભગવાને શબ્દ વાપર્યો બૂડે ભવજળ માંહી’ ભવજળમાં તરતો હોય તો ક્યાંક
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 88 E=