________________
શિલા ક્યાં છે ? ‘લોકમાં અને આખો લોક” છ દ્રવ્યથી ઠાંસોઠાંસ ભરેલો છે. એમાં અનંતા અનંત પુગલ પરમાણુઓ છે. તો એ પરમાણુની ઉપસ્થિતિ ત્યાં પણ છે. હવે જો કાર્મણ વર્ગણાના પરમાણુ પોતાની મેળે જો આપણને લાગી જતા હોય તો સિદ્ધ પરમાત્માને લાગે કે ન લાગે ? અને જડ તો કાંઈ એવો ભેદ ન કરે. ચેતન હોય તો ભેદ કરે. ચેતન પક્ષપાત કરે. પણ જડ પક્ષપાત કરે નહીં. Electricityનો કરંટ હોય તેને જ્ઞાની કે અજ્ઞાની બંનેમાંથી કોઈ પણ અડે તો શોક લાગે જ. કારણ કે એ તો એનો સ્વભાવ છે. તેમ કર્મનો સ્વભાવ ચોંટવાનો છે. તે જો જીવને ચોંટતા હોય તો અજીવને પણ ચોટે. અને કર્મ, જીવમાં જ્ઞાની કે અજ્ઞાનીના ભેદ શું કામ કરે ? કાંઈ કારણ ? કર્મ કોઈ દિવસ જ્ઞાની, અજ્ઞાની વચ્ચે ભેદ કરે નહીં.
‘જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુ:ખ રહિત ન કોઈ,
જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.” એકવાર જો કર્મનો ઉદય થાય તો પછી એને જિનેન્દ્ર, શકેન્દ્ર, નાગેન્દ્ર કે ઇન્દ્ર, કોઈ રોકી શકતું નથી. ભગવાન મહાવીરને પણ કર્મએ છોડ્યા નથી. એને પણ કર્મ ભોગવવાં પડ્યાં છે. આવું તો કર્મનું સ્વરૂપ છે. જો જીવની પ્રેરણા ન હોય તો કર્મ સ્વયં જીવને લાગતું નથી. પણ જીવ કર્મ ગ્રહણ કરે છે. એટલે ગુરુદેવ પહેલાં જ શરૂઆતમાં કહે છે કે પ્રેરણા એ ચેતનનો સ્વભાવ છે. ચેતનનો ધર્મ છે. ચેતનની સંપત્તિ છે. માટે આ ચેતનની પ્રેરણા ન હોય તો કોણ રહે તે કર્મ ? આ કાર્મણ વર્ગણાને ગ્રહણ કોણ કરે. ‘જડ સ્વભાવ નહીં પ્રેરણા.” જડમાં એવો સ્વભાવ નથી.
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. (૭૫) ‘આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી. તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં. કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં; અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે. માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં.”
સદ્ગુરુ કહે છે કે જો ચેતન કરે નહિ તો કર્મ થાય નહીં. સિદ્ધ પરમાત્માને કર્મનો બંધ કેમ થતો નથી ? એ કરતાં નથી. ચેતન ન કરે તો કર્મનો બંધ થાય નહીં. ‘નથી થતાં તો કર્મ એટલે અનાયાસ આપોઆપ, સ્વયં, પોતે પોતાની મેળે કર્મ થયા જ કરે છે, કર્મ કર્મને ખેંચી લાવે છે, કર્મ ઉત્પન્ન થયાં જ કરે છે, જીવનાં અજ્ઞાતપણાંથી થયાં કરે છે, જીવ નથી કરવા ઇચ્છતો તોયે થયા કરે છે – આવી વાત નથી. હું કાંઈ નથી કરતો તો યે આ બધા કર્મ મને લાગુ પડી ગયાં, એવી વિશ્વમાં વ્યવસ્થા નથી, કે તું નિર્દોષ હો તો પણ તને ફાંસી મળે. આ લોકોત્તર ન્યાયમાં, વિતરાગ શાસનમાં આવી કોઈ વ્યવસ્થા નથી, મેં કોઈ અપરાધ, દોષ કે ભૂલ ન કર્યો હોય તો યે મારે સજા ભોગવવી પડે. આવું વિતરાગનાં શાસનમાં છે નહિ. માટે સહજરૂપમાં કર્મ થતાં નથી. તું કરે છે તો જ થાય છે. ચેતન જો ન કરે તો કર્મ થાય નહિ.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 192 T