________________
એમ જ આત્મા છે, આ જેમ કહે છે તેમ જ મુક્તિનો માર્ગ છે. આવી અચળ શ્રદ્ધા, નિર્વિકલ્પ શ્રદ્ધાના કારણે સમવસરણમાં રહેલ એ નિર્ગથ-નિગ્રંથનીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને – એ ચતુર્વિધ સંઘને સમતિ પ્રાપ્ત થતું હતું.’ કૃપાળુદેવને સમજાયું છે એટલે એ વિશ્વાસ કર્તવ્ય છે. “કર વિચાર તો પામ’ એમાં સર્વ ક્રિયા અને જ્ઞાન આવી જાય છે. પણ તેનું માહાસ્ય લાગવું જોઈએ. વિચાર થવો જોઈએ. શું કહીએ ? પણ યોગ્યતાની ખામી છે. છતાં કહેવામાં તે પુરુષે કંઈ કચાશ રાખી નથી. પછી પત્ર ૨૧માં લખે છે, “બહુ ઊંડી વાત જણાવીએ છીએ કે, ‘આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્યા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે – એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. આ છ પદ સમ્યક્દર્શનનું મૂળ છે. આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજાવું જોઈએ. છ એ છ પદ સપ્રમાણ અને એક બીજાના અવિરોધ પણે સમજાવું જોઈએ. સર્વાગે સમજાવું જોઈએ. એટલે કહે છે, “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ છ પદને સમ્યક્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. આત્મસિદ્ધિમાં એનો વિસ્તાર કર્યો છે. જે બહુ વિચારવા યોગ્ય છે.
મોટા મહાભારત, કુરાન કે જેનનાં આગમશાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી, સર્વ શાસ્ત્રના સારરૂપ, આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાનાં પુસ્તકના આકારે જણાય છે, પણ તે ચમત્કારી વચનો છે. તે લબ્ધિ વાક્યો છે. તે મંત્ર સ્વરૂપ છે.’ લાગે કે આત્માની વાત ફક્ત આઠ પાનાની નાની ચોપડીમાં આવી ગઈ ? તો કહે છે, “ભાઈ ! આ તો મંત્ર સ્વરૂપ છે.’ મંત્ર એટલે પૂર્વના પૂર્વ હોય તે એક શબ્દ-બ્રહ્મમાં સમાઈ જાય. આત્મસિદ્ધિ છે તે મંત્રસ્વરૂપ છે.” એટલે કહે છે હવે અમે બહુ કહેતા નથી.
બીજા એક મુમુક્ષુ પરનાં પત્રમાં પ્રભુશ્રી લખે છે, “આત્મસિદ્ધિ ચમત્કારિક છે. લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાસ્ય સમજાતું નથી. છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે એમ છે.” લબ્ધિઓથી ભરેલી એટલે ? આ લબ્ધિ એટલે જે કોઈ પણ વસ્તુની આરાધના કરતાં એની ફલશ્રુતિ મળે. ફળનું ઉપાર્જન થાય. ફળની પ્રાપ્તિ થાય. એનું માહાસ્ય સમજાવું જોઈએ. આ માહાભ્ય સમજીને દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે એમ છે. એના વગર મનુષ્ય જન્મ આખો એળે વહ્યો જાય.
ઉપદેશ સંગ્રહ-૩ ની અંદર ફાગણ મહિનામાં કહે છે, ‘આત્મસિદ્ધિ અને છ પદનો પત્ર ચમત્કારિક છે. લબ્ધિઓ પ્રગટ કરે છે. રોજ ફેરવો તો પણ કર્મની ક્રોડ ખપે છે. નવે નિધાન અને અષ્ટસિદ્ધિ એમાં રહી છે.” “રાંકને હાથ રતન.” અબુધ, અભણ માણસના હાથમાં રતન આવે તો કાગડો ઉડાડવામાં કે બકરીના ગળે બાંધીને ફરતો હોય, અને કાં છાપરે મૂકી દે. બાળકના હાથમાં જેમ સોનામહોર આપો કે કાંકરો આપો. બેય સરખાં છે. તેમ યોગ્યતા વિના, અધિકારપણા વિના જીવોને એનું માહાસ્ય સમજાતું નથી.” આપણે બાળ જીવો છીએ. એટલે આપણી દશા પણ બાળક જેવી છે. પરમાર્થ માર્ગમાં તો આપણી દશા બહુ દયનીય છે.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 33 E=