________________
લક્ષણ નથી. સદ્દગુરનું લક્ષણ એ છે કે એ જે વાત કરે એમાં એની વાતનો કોઈ પણ શાસ્ત્રમાં વિરોધ ન આવે. અધ્યાત્મદર્શનનું રહસ્ય છે એને જાણે છે. કૃપાળુદેવ કહે છે, “છ એ દર્શનના તાત્પર્યને જે જાણે છે.” એટલે શું આ બધું ભણવા બેસે ? જ્ઞાનરાશી તો અગાધ છે. વિરાટ છે. પણ એમની દૃષ્ટિ એવી નિર્મળ છે, વિશદ્ધ છે કે એના કથનમાં કોઈ દર્શન વિરોધ ન પામે. એના કહેવામાં કોઈ નય દુભાય નહીં. સ્વાધ્યાયમાં આવ્યું છે કે, “કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમારો નમસ્કાર છે. પરમકૃપાળુ દેવે પોતાનું ઓળખાણ આપ્યું છે કે “એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે.”
આ પરમશ્રુતપણું સમજવાનું છે. ગીતાર્થ, પરમાર્થમાર્ગના દાર્શનિક રહસ્યોને જે જાણે છે પછી ભેદભેદમાં નથી રહેતો. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે ‘નય-નિક્ષેપ કે પ્રમાણ એનું કોઈ ભાન રહ્યું નથી. બધા ભેદ હવે વિસારે પડી ગયા છે. પોતાને જ્ઞાની કહેવડાવતા એવા જગતના જીવો હજી ભેદમાંથી અને નવમાંથી બહાર નીકળી શક્યા નથી. મત-ભેદ વિનાનો માર્ગ એ જ મોક્ષ માર્ગ છે. ‘મત-ભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી.’ મત હોય ત્યાં સની ઉપલબ્ધિ હોય નહીં. મત અને સતુ સાથે રહી શકે નહીં. તો ગીતાર્થ ગુરુ પારગામી સની ઉપલબ્ધિ માટે, એનું રહસ્ય શું છે ? તે જાણે છે. કોઈપણ શાસ્ત્ર વાંચતા એમાં સારભુત વાત શું છે અને આત્માની સાથે શું સંબંધીત છે. તે જાણી લે છે. બાકીનું બધું કોરે મુકી દે છે. આમાંથી લેવા જેવું શું છે ? ગ્રહણ કરવા જેવું શું છે ? આયધર્મ પકડે. કૃપાળુદેવે એના માટે એક શબ્દ કહ્યો છે, ‘સતુપુરુષના અંતઃકરણમાં મર્મ રહ્યો છે. શાસ્ત્રમાં ધર્મ રહ્યો છે. અને જીવને ધર્મનો મર્મ જાણવાનો છે. અને મર્મજ્ઞ જે છે, શાસ્ત્રના મર્મી જે છે એને પરમકૃતપણું કહ્યું છે. કેમ કે એમની વાતમાં જગતના તમામ અધ્યાત્મદર્શનની વાત આવી જાય છે. નિચોડ આવી જાય. આવા સદૂગરનાં પાંચ લક્ષણ - (૧) આત્મજ્ઞાન, (૨) સમદર્શિપણું, ૩) વિચરે ઉદયપ્રયોગ - ઇચ્છા પ્રયોગ નહીં, અપ્રયોગ અવસ્થા, (૪) અપૂર્વવાણી અને (૫) પરમશ્રત. સદ્ગુરુ લક્ષણ યોગ્ય. આવા લક્ષણ સદ્ગુરુનાં હોય.
પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧) જૈનદર્શનમાં આ ગાથાએ જબરદસ્ત ક્રાંતિ કરી છે. વર્તમાનમાં જે વિદ્વજનો છે, વિચારકો છે, તાત્ત્વિક વિચારણાવાળા જે છે - તેઓને ‘આત્મસિદ્ધિની આ ગાથાએ ખંભિત કરી દીધા છે. પરમકૃપાળુદેવે એમાં એક અદ્દભુત અપેક્ષાવાદ મૂક્યો છે, સ્યાદવાદનું એવું કથન કરી નાખ્યું છે કે સામાન્ય જીવો તો મુંઝાઈ જાય. જ્યાં સુધી જીવને પૂર્વે થઈ ગયેલા એવા જિનની વાત ઉપર જ લક્ષ રહ્યા કરે અને તેનો ઉપકાર કહ્યા કરે અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્દગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પ્રત્યક્ષ જિનોના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય.” શ્રી મહાવીરે બેધડક રીતે આ જગતના કર્તાને ઉડાડ્યો. મોક્ષમાળાના પાઠમાં કૃપાળુદેવે લખ્યું છે, “મધ્યમ વયના ક્ષત્રિય પુરુષે જગતકર્તા રૂપ ઈશ્વરને ઉડાડ્યો તે એણે આ જગતના તત્ત્વના રહસ્ય અને ગુપ્તભેદ જાણ્યા વિના કર્યું હશે ?” કે જગતની ગુપ્ત રચનાના ભેદને જાણ્યા વિના ઈશ્વરને
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 65 EF