________________
સ્વરૂપની આપે વાત કરી તે વાત બેસતી નથી. કારણ કે નથી દેખાતો, નથી સંભળાતો, નથી સુંઘાતો, નથી ચખાતો કે નથી સ્પર્શતો. માટે એણે નિર્ણય આપ્યો કે ભગવાન ! જીવનું સ્વરૂપ નથી. તમે જીવની વાત કરતા હો તો ભલે કરો ?
ભગવાન કહે છે, બીજી શંકા હોય તો પણ કહી દે. જેથી પૂરેપૂરું સમાધાન મળે. આત્મા સંબંધી જે પ્રકારનાં સંશય હોય તે ખૂલ્લે-ખૂલ્લા કહે. જેમ ડૉક્ટર પાસે રોગની વાત છૂપાવાય નહીં તેમ સદ્ગુરુ પાસે પણ પોતાની જે સંશયાત્મક સ્થિતિ છે તેની વાત છૂપાવાય નહીં. એટલે આ બુદ્ધિશાળી શિષ્ય બીજો વિકલ્પ કર્યો.
અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. (૪૬) ‘અથવા દેહ છે તે જ આતમા છે. અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાતુ એ સૌ એકના એક દેહરૂપે છે. માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એંધાણ એટલે ચિન્હ નથી.”
શિષ્ય કહે છે, ભગવાન ! ખરેખર તો દેહ છે એ જ આત્મા છે. કાં મારી પાંચ ઇન્દ્રિયો જે છે, એને તમે આત્મા કહેતા હશો. આ શરીર તો જડ છે, પણ આંખ જુએ છે, કાન સાંભળે છે. માટે આ જે જાણપણાનો ગુણ છે – ઈન્દ્રિયોનો. માટે ઇન્દ્રિયો તે જ આત્મા છે, કારણ કે તે બધું જાણે છે. માટે ઇન્દ્રિયો છે તે આત્મા છે. ઇન્દ્રિયો સિવાયનો શરીરનો ભાગ છે તે જડ છે. અને પાંચ ઇન્દ્રિયો છે તે જાણે છે માટે કદાચ એને તમે આત્મા કહેતા હો. તેથી હું એમ માનું છું કે કાં તો આખો દેહ તેજ આત્મા છે. અને કાં તો તેના part તે આત્મા છે. અથવા પ્રાણ.” આ શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા હશે. કારણ કે ઇન્દ્રિયો પણ શ્વાોશ્વાસ છે ત્યાં સુધી જ કામ કરે છે. લોકો પણ એમ કહે – મરણ વખતે – કે છેલ્લા શ્વાસોચ્છવાસ છે. આણે અંતિમ શ્વાસ લીધા. તો તમે આ શ્વાસને જ આત્મા કહેતા હશો. કદાચ આ આખું શરીર, તે ન હોય તો આ જાગતી ઇન્દ્રિયો – કે જેનાથી આખા જગતનો વ્યવહાર ચાલે છે – અને તે ન હોય તો મારા આખા શરીરનો જેનાથી વ્યવહાર ચાલે છે એ શ્વાસ – એ જ આત્મા હશે.
કારણ કે શ્વાસ ન હોય તો શરીરનો કોઈ વ્યવહાર ચાલે નહીં. આ શિષ્યની બધી શંકાને બરાબર પકડીએ. આવી આપણી જ્યાં-જ્યાં ભ્રાંતિ છે તે તોડવાની છે. “મિથ્યા જુદો માનવો.” – આ શરીર, અથવા જગતનો વ્યવહાર જેનાથી ચાલે છે તે ઇન્દ્રિયો અથવા મારા શરીરનો વ્યવહાર જેનાથી ચાલે છે તે શ્વાસ સિવાય બીજો કોઈ આત્મા હોય તે માન્યતા તો મિથ્યા લાગે છે. ખોટી લાગે છે. અર્થ વગરની ને હેતુ વિનાની લાગે છે. કારણ કે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ એનાથી બીજું કાંઈ વિશેષ – આત્મા હોય - તે માન્યતા બંધબેસતી નથી. કારણ કે જેટલું હું જાણતો હતો એટલે મેં કહ્યું. માટે બીજું કાંઈ હોય તો તે મિથ્યા છે. કેમ મિથ્યા છે ? “નહીં જુદું એંધાણ.' કારણ કે કાંઈ નિશાની નથી. તો નિશાની વિના કેવી રીતે માનવું કે, શરીર, ઇન્દ્રિયોને પ્રાણથી જુદું આત્મતત્ત્વ છે ? કોઈ જુદું એંધાણ આત્માનું છે નહીં. માટે હે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 145 E