________________
ભગવાન ! મને તો દેહ છે તે જ હું છું, એમ દેહમાં જ આત્માબુદ્ધિ, આ ભ્રાંતિનું સ્વરૂપ, મિથ્યાતત્ત્વનું સ્વરૂપ છે. શિષ્યને આ વિકલ્પ આવ્યો કે આત્મા છે તે શરીર છે ? ઇન્દ્રિયો છે ? શ્વાસોચ્છવાસ કે પ્રાણ છે ? હવે તર્ક મૂકે છે.
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. (૪૭) અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ?”
શિષ્ય ભગવાનને પૂરેપૂરી શંકા કહે છે. હવે તર્ક કરે છે, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ ?” જો આત્મા ખરેખર હોય, તેનું અસ્તિત્વ જો હોય, તે જો કોઈ પદાર્થ હોય, તો જણાય કેમ નહીં ? આ આત્મસિદ્ધિનો શિષ્ય છે. કોઈ ગમાર નથી. આ શિષ્ય ખરો જિજ્ઞાસુ છે. “સતુ'ની પ્રાપ્તિ કરવી છે. “સતુ' સમજાઈ જાય તો “સતુને અર્પિત થઈ જાવું છે. જો મને આ ‘સતુ’ સમજાઈ જાય તો મારે સતુને આરાધવું છે. આવો શિષ્ય કહે છે હે ભગવાન ! આત્મા જો હોય તો જણાયા વિના રહે ? આ ઘડો છે, આ કપડું છે, ઘટ-પટ એમ જગતની અંદર અનંતા પદાર્થો છે. આ બધાય જણાય છે. કોઈ આંખથી જણાય, કોઈ દૂરબીનથી જણાય, કોઈ સ્પર્શથી જણાય, કોઈક સાંભળવાથી જણાય, કોઈ ચાખવાથી જણાય કોઈ સુંઘવાથી જણાય, ઘણા પદાર્થ છે જગતમાં – દેખાય નહીં તો પણ જણાતા હોય – દા. ત. પવન. દેખાતો નથી પણ feel થાય છે. ગંદકી જાતી હોય તો દુર્ગધથી ખબર પડે. પુષ્પ કે સેન્ટમાં સુગંધ છે. દેખાતી નથી છતાં જણાય છે. વસ્તુ છે. અસ્તિત્વ છે. સ્થૂળ નથી, આંખેથી દેખાતું નથી છતાં ગંધનું અસ્તિત્વ છે. શબ્દ છે. તેનું અસ્તિત્વ છે તો કાનથી સંભળાય છે. આંખથી પદાર્થ દેખાય છે, કાનથી સાંભળી શકીએ છીએ, જગતમાં સુગંધી કે દુર્ગધી, નાકથી પકડાય છે, આ દુનિયામાં વિવિધ પ્રકારનાં રસ છે, ષડરસનાં ભોજન થાય છે, આ જે કાંઈ વનસ્પતિ ઉગે છે તેના combination થી જો કાંઈ વિવિધ દ્રવ્ય સામગ્રી બને છે, એ બધાને એનો સ્વાદ છે. એ જાણી શકાય છે. નહીંતર દૂધપાક અને છાસબાકડામાં ભેદ શું લાગે ? મિષ્ટાન્ન અને ફરસાણમાં ભેદ પડે કે નહીં ? આ બધું જીભથી જણાય છે. તમે રસની વાત કરો. ગંધની વાત કરો બધું જણાય છે. વાયુ સ્પર્શથી જણાય છે. અગ્નિમાં ઉષ્ણતા છે તે સ્પર્શથી જણાય છે. જગતના પુદ્ગલની કોઈ પણ વાત કરી એ જણાયા વિના રહે જ નહીં. કદાચ અમારી સંવેદના ચાલી ગઈ હોય તો પણ બીજા સાધનો લગાડીને જાણી શકાય. પણ હે ભગવાન ! આ ઘટ-પટ આદિ વસ્તુ છે એટલે જણાય છે. આ આત્મા જો હોય તો જણાય કેમ નહીં ? આ શિષ્યનો તર્ક છે કે જગતમાં જેટલા પદાર્થો છે તે કોઈને કોઈ પ્રકારે જણાય છે પણ આત્મા જો હોય તો જણાય તો ખરો ને ? દુનિયામાં હજારો વસ્તુ છે. બધી જણાય છે. પણ આત્મા હોય તો જણાય ને ? જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તે શી રીતે જણાય ? આમ ગુરુ પાસે તર્ક મુકી દીધો. અને તર્ક કરીને વાત બરાબર ગુરુ પાસે મુકી દીધી – હવે દડો ગુરુના compound માં નાખી દીધો.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 146 EF