________________
જ્ઞાનવંત નથી, પણ મારી પાસે ભક્તિનું ભાતું છે. તારા પ્રત્યેનો સમર્પણ ભાવ એ જ મારી મૂડી છે. અને એથી જ તારા દર્શાવેલા માર્ગને સમજવા માટે, હું મારી અલ્પમતિથી, અલ્પશક્તિથી પ્રયત્ન કરું છું. આ સોભાગભાઈ, જેમના કહેવાથી આપણને આ આત્મસિદ્ધિ મળી. તેમણે તેના માટે શું શું કહ્યું છે તે જોઈએ. આપણે આત્મસિદ્ધિ ગ્રંથના માહાભ્યનો વિચાર કરીએ છીએ. તે આત્મસિદ્ધિ સોભાગભાઈના હાથમાં આવી અને તેમણે વાંચી ત્યારે તેમણે શું પ્રતિભાવ આપ્યો ?
આત્મસિદ્ધિ આસો વદ એકમના લખાઈ અને પછી સોભાગભાઈને પહોંચી કે કારતક સુદ સાતમના એ જવાબ(પત્ર) લખે છે. ‘આત્મસિદ્ધિ ગ્રંથ’ ચૌદ પૂર્વનો સાર હોય એમ જણાય છે.” સોભાગભાઈ ૩૦-૩૦ વરસથી અનેક શાસ્ત્રો વાંચીને એના પારગામી થયા હતાં. એ આમ લખે છે. સાયલામાં ૧પથી ૨૦ જણાનું મંડળ હતું. અને તેઓ બધાં શાસ્ત્રોના અભ્યાસી અને યોગના અભ્યાસી હતા. એટલે એમને ચૌદ પૂર્વ શું ? એ બરાબર ખબર હતી. હું તથા ગોળિયા નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ફરી બીજા ગ્રંથની માંગણી કરીએ એવું રહ્યું નથી.” પહેલાં પોતે “આત્મસિદ્ધિ' બાબતનો અભિપ્રાય આપ્યો. અને પછી હવે કહે છે બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી. આ સોભાગભાઈએ કૃપાળુદેવને નવ વર્ષમાં એક હજાર ઉપર પત્રો લખ્યાં છે. વિચાર કરો કે આપણી પાસે આટલી સાધનસામગ્રી હોવા છતાં આપણે જિજ્ઞાસાથી ક્યા જ્ઞાની સાથે આવો જ્ઞાન વ્યવહાર કર્યો છે ?
એમણે તો તત્ત્વનાં કેવાં કેવા પ્રશ્નો કર્યાં છે ? કૃપાળુદેવે જવાબ આપ્યાં એવા ૨૫૦ ઉપરાંત પત્રો આ વચનામૃતમાં સંગ્રહિત થયાં છે. બાકીના પત્રો આપણને ઉપલબ્ધ નથી. અને એ પત્રો જોઈએ ત્યારે એમ થાય કે આખું વીતરાગ-દર્શન અને જિનાગમના રહસ્યો આ પુરુષોએ આ પત્રોમાં ઉદ્ઘાટિત કરી નાખ્યા છે. અહોહો! શાસ્ત્રોના શાસ્ત્રો વાંચીને પાર ન પમાય એવી વાતો કૃપાળુદેવ અને સોભાગભાઈના માત્ર પત્રવ્યવહારનું જો અવલોકન કરવામાં આવે તો અદ્દભુત માર્ગ આપણને મળે. ‘આત્મસિદ્ધિ' ગ્રંથ વાંચતા એમને શું સમાધાન થયું ? અંતરમાં કેવી પ્રતીતિ થઈ ? કે “ફરી હવે બીજા ગ્રંથની માંગણી કરીએ એવું રહ્યું નથી.”
હવે પ્રભુ ! અમે તમારી પાસે બીજો કોઈ ગ્રંથ માંગીએ એમ નથી. બસ Last. આ જે કાંઈ છે તે અમને પૂર્ણ પ્રાપ્ત થઈ ગયું છે. આવો આ ગ્રંથની ઉપલબ્ધિથી એમને સંતોષ પ્રાપ્ત થયો છે. જેણે માંગ્યું હતું કે અમને એવું કંઈક આપો કે અમે મનુષ્ય જીવનને સફળ કરી જઈએ. અમારા આત્માની સિદ્ધિ કરી જઈએ. આ સોભાગભાઈએ “આત્મસિદ્ધિ શાસ્ત્રને સિદ્ધિશાસ્ત્ર’ કહ્યું છે. એ ગમે તેવો મુમુક્ષુ જો ભાવનાથી આની આરાધના કરે તો એના આત્માને સિદ્ધ કરીને પછી જ જાય. સોભાગભાઈ કહે છે હવે બીજા ગ્રંથની માંગણી કરવા જેવું રહ્યું નથી. પ્રભુ ! આમાં જ બધી સમાપ્તિ અને પૂર્ણ તૃપ્તિ થઈ છે.
પોષ સુદ ત્રીજ બુધવારે લખે છે, “આત્મસિદ્ધિ ગ્રંથ' ગોસળિયાએ મુખપાઠ કરી લીધો છે. મારે પણ દોહા-૧૦૧ મુખપાઠ થયાં છે. બાકીનાં થોડે થોડે કરું છું. રોજ રાત અને દિવસ એમાં જ ઉપયોગ રહે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 27 GિE