________________
માન્ય છે એવા ગુરુ ફક્ત પોતાના છે માટે એની અનુમોદના કરવાની છે તો એના જેવી જગતમાં બીજી કોઈ ભ્રાંતિ નથી, અને ભ્રાંતિ જેવું જગતમાં કોઈ પાપ નથી.
આપણે દૂષણ માનતા હોઈએ છતાં એ દૂષણને નિભાવવા અને એનો બચાવ કરવો. ભગવાન કહે છે હવે બહાર આવો. ધર્મના નામે આત્મા સાથે ઘણી છેતરપીંડી આપણે કરી છે. શુદ્ધ ધર્મને હું પામ્યો નથી. પ્રભુ ! હું ક્યારે શુદ્ધ ધર્મને પામીશ ? અને શુદ્ધ ધર્મને પામ્યા વિના આ જીવને મુક્તિનું કારણ કેવી રીતે ઉપસ્થિત થાય ? એટલે અહિં કહે છે, “અભિનિવેશ જેવું એકેય પાખંડ નથી.” વચનામૃત આંક-૨૧માં – બોધ વચનમાં ભગવાને લખ્યું છે, ‘અભિનિવેશ' – મમત્વના આધાર ઉપર રહેલી માન્યતા તે અભિનિવેશ. એના જેવું એકેય પાખંડ નથી. મતાર્થીનું પહેલું લક્ષણ ગુરુ ઓળખવામાં ભૂલ.
જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ;
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. (૨૫) જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિ રોકી રહે છે; એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપે જાણવા યોગ્ય છે તે જાણતો નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે.
આ મતાર્થીનું બીજું લક્ષણ. આ મતાર્થી છે તે ધર્મનો, મોક્ષમાર્ગની આરાધક છે પણ તેની બુદ્ધિ રોકાઈ જાય છે. મતના આધાર ઉપર તેની આરાધના છે. તેની બુદ્ધિ ક્યાં રોકાઈ જાય છે ? તો કહે જિનેશ્વરનો દેહ કેવો છે ? તેની કાયા કેવડી છે ? એનું સંઘયણ કેવું છે ? એની સમવસરણની સિદ્ધિ કેવી છે ? એમાં ચમત્કાર શું છે ? ભગવાન જ્યાં જાય ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય, ભગવાન આકાર લે નહીં, લે તો કોઈ દેખે નહીં. ભગવાન ચાલે તો કમળદળની સ્થાપના થાય - આવા ચમત્કારના મહત્ત્વની અંદર જ જેની બુદ્ધિ રોકાઈ ગઈ છે. અને જેણે ઈશ્વરત્વ અને પરમાત્માનું મહત્ત્વ આવી બાહ્ય વિભૂતિ, વૈભવ અને ચમત્કારથી જ માન્યું છે. એટલે જ મારો દેવ મહાન છે, મારો ઈશ્વર મહાન છે આવી જેની કલ્પના છે અને એમાં જ રોકાયેલો રહે છે. જેની સાથે વાત કરે તેની સાથે ભગવાનની વાણીની વાત કરે, ભગવાનને શું હોય અને શું ન હોય એની વાત કરે.
જે જિન દેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ.’ કાં તો સમવસરણનું વર્ણન કર્યા કરે. એ કેવું છે ? કેટલા જોજન છે ? એનો મહિમા ગાયા કરે. મહિમા તો આત્માનો ગાવાનો છે. એને જ જિનેશ્વરનું વર્ણન સમજે છે. જિનનું વર્ણન એમના સ્વરૂપથી નહીં પણ બાહ્ય વિભૂતિ અને બાહ્ય ઐશ્વર્યથી સમજે છે. કપાળદેવે લખ્યું છે કે જિનેશ્વર ભગવંત જાય ત્યાં સોનૈયાની વૃષ્ટિ થાય અને ન પણ થાય – પણ ન થાય એટલે એ ખોટા એમ નહીં. ક્યારેક ક્યારેક આવી ભ્રાંતિ પણ આવે. સૌભાગભાઈએ કૃપાળુદેવને એક પુસ્તક મોકલ્યું. જેમાં લખનારે પોતાના ગુરુના કેટકેટલા
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 97
=