________________
મુમુક્ષ, ધર્મના માર્ગે આગળ વધ્યો છે તો એણે હવે ઉઘાડી આંખે જવાનું છે. આંખ બંધ કરી દેવાથી આપણો માર્ગ આપણને મળશે નહીં. જ્ઞાન એ ગુરુનું ઓળખાણ છે, લક્ષણ છે, જ્ઞાન એ જ ગુરુનો મહિમા છે. બાહ્ય ત્યાગ નહીં. બાહ્ય ત્યાગ સાથે જ્ઞાન હોય તો ઉત્કૃષ્ટ, જ્ઞાન સાથે ત્યાગ આવે તો ઉત્કૃષ્ટ. એના જેવું તો એકેય નહીં. પણ જ્ઞાન ન હોય ને ફક્ત બાહ્ય ત્યાગ હોય – તે પણ પાછો અંતરંગ ત્યાગ નહીં, અંતરંગમાં કોઈ ઉદાસીનતા નહીં, વિષય-કષાય જરાય નબળાં પડ્યાં નથી. વૃત્તિઓ એટલી જ જોર મારે છે. યશ-પૂજા-કામના-મનાવાના સમારંભ-સત્કાર બધું યથાવત્ છે. એવા ગુરુની અંદર ભરમાવું નહીં. ‘અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ.” આ મતાર્થી જીવની બીજી નબળાઈ. કે કુળધર્મના ગુરુ છે એમાં જ મમત્વ. એમાંથી જીવ ક્યાંય આઘોપાછો થાય નહીં.
ઉપદેશછાયા ()માં કૃપાળુદેવે કહ્યું છે કે, “કુળ-ગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાભ્ય સાંભળવાનું પ્રમાણ છે. અમે સત્સંગ કરીએ છીએ અને સદગરનાં પ્રવચન સાંભળીએ છીએ તો એના માહાસ્યનું પ્રમાણ શું ? તમે સત્ સાંભળો છો એનું પ્રમાણ શું ? તો કહે કુળ-ગચ્છનો આગ્રહ મુકાવો તે. જો આ આગ્રહ મુકી શકાતો ન હોય તો સમજી લેવું કે સત્સંગના માહાત્મનું કોઈ પ્રમાણ નથી. આપણે તો કુળ ધર્મના, કુળદેવતામાં, કુળગુરુમાં ને આ અમારા ગચ્છના છે માટે અમારા ગુરુ છે, અમારા મતના છે, અમારા સંઘાડામાં છે – આ બધી વ્યવહારિક કલ્પનાઓ છે. એવી વ્યવહારિક કલ્પનામાં રહીને જો મમત્વ કરે તો જ્ઞાની કહે છે મમત્વ એ જ બંધ, અને બંધ એ જ દુઃખ. આ મમત્વ, મારાપણું જીવનમાં આવે અને તે પણ જ્ઞાનપૂર્વક નહીં, મતના આગ્રહપૂર્વક તે મતાર્થી છે. આ મહારાજ કેમ ઉપાય છે ? મહા જ્ઞાની છે. એટલા માટે નહીં પણ એનો વેશ કેવો છે ? એના ચિન્હ કેવા છે ? એના ઉપકરણ કેવા છે ? અને મારા કુળનો છે. મારા ગચ્છનો છે ? સંપ્રદાયના છે તો એ ગુરુ મારા. આ મતકુળના આગ્રહ અને મમત્વ જીવને બહુ નુકશાન કરે છે.
એટલે ભગવાને કહ્યું – ઉપદેશછાયા - ૮માં - કહ્યું કે, “કુળધર્મ જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે. કુળધર્મ ગમે તેવા દૂષણવાળા હોય તો પણ પોતે માન્યા છે એટલે સાચા લાગે છે.” કુળ ધર્મ દુષણવાળા છે એમ માને તો પણ સાચા લાગે અને એનો બચાવ કર્યા કરે. હવે ધર્મની અંદર ભ્રાંતિ નહીં ચાલી શકે. અત્યાર સુધી આવું જ ચાલ્યું. આ કૃપાળુદેવે આવીને મુમુક્ષને ભ્રાંતિમાંથી ઊઠાવી લીધા. કે માની લીધેલા દુષણયુક્ત તારો કુળધર્મ હોય તો તે સાચો નથી. અંધશ્રદ્ધા હોય. ખોટી પરંપરા હોય. ક્રિયાકાંડની જડતા હોય, ન કલ્પનિય, ન ઇચ્છનિય એવા - ગમે તે પ્રકારનાં આચાર પળાતાં હોય, ભગવાનના શાશ્વત માર્ગથી વિપરિત આચાર થતા હોય તો યે એ મારો છે. એની મમતા, એનો મોહ, એની ઉત્તેજના, એની પ્રેરણા એની અનુમોદના - આ બધાં પાપ બંધના કારણો છે. જીવોને માર્ગ તો મળશે નહીં. પણ અનેક જીવોને ભ્રમિત થવાની અનુમોદના સિવાય આપણાથી કંઈ નહીં થાય. દૂષણવાળો ધર્મ, કુળધર્મનો છે માટે મારો છે એ ચાલી ન શકે. વિતરાગના ધર્મમાં પરિગ્રહ ન હોય. પંચ મહાવ્રતના ધારક હોય તે વિતરાગના ધર્મના ગુરુ હોય. કંચન કામિનીનો ત્યાગ નથી, જે પૈસા રાખે, પરિગ્રહ રાખે, આવા બધા દૂષણ જેનામાં હોય, જેના જીવનમાં અદત્તાદાન જેવી કોઈ ચીજ નથી, ગમે તે પ્રકારનો વ્યવહાર જેને
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 96 SિE