________________
માર્ગ પૂર્ણ વિતરાગે પ્રરૂપિત કરેલો છે. જે મૂળમાર્ગ જિનેશ્વર પરમાત્માએ બતાવ્યો છે, જેણે પોતાના બધાંજ કર્મોને નામશેષ કર્યાં છે, અનંત ચતુષ્ટય જેમણે જાગૃત કર્યું છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનાં જે ધારક છે, એક પણ ઘાતી કર્મ જેનું હવે વિદ્યમાન નથી, દેહ છતાં જેની દશા દેહાતીત છે. આવા પુરુષોનો પ્રરૂપીત કરેલો માર્ગ – કારણ કે જે સાક્ષાત્ શુદ્ધ ચેતનાને પામ્યા છે એવાં પરમ શુદ્ધ-બોધસ્વરૂપી પુરુષ જે માર્ગ પ્રરૂપીત કર્યો છે, એ માર્ગ સનાતન છે, એ માર્ગ શાશ્વત છે, એ જ જગતના જીવોનું કલ્યાણ કરી શકે.
પૂર્ણ પુરુષના પૂર્ણ ઉર્બોધનથી થયેલો માર્ગ એ જ જગતનાં જીવીનો આધાર છે. આમાં અધુરપ ચાલી શકે નહીં. આમાં ઉણપ ચાલી શકે નહીં. શુદ્ધતાની જ્યાં વાત હોય ત્યાં મલિનતાનો એક અંશ પણ ચાલે નહીં. કૃપાળુદેવ એ તીર્થંકર કોટીના પુરુષ હતા. તેમને તીર્થંકર સાથેનું સાનિધ્ય હતું. તેમણે કહ્યું, તીર્થંકર થાવાની ઇચ્છા નથી. પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવાની ઇચ્છા છે. અને એવું સામર્થ્ય અમે ધરાવીએ છીએ.' આ કોઈ અભિમાનથી કહ્યું નથી. એમણે લખ્યું, 'અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ. પન્ન એ પરમાત્માપણાના અભિમાનથી કહેતા નથી. પણ જગતના જીવો જેઓ અનંત જન્મ-મરણના અનંત ભવચક્રમાં દુઃખી થઈ રહ્યા છે, પીડાય છે, રીબાય છે, અથડાય છે, કુટાય છે, રઝળે છે, કારણ કે તેઓને માર્ગ નથી મળ્યો. તે સૌને પુરુષાર્થ કરવાની, સૌને મુક્તિ પ્રાપ્ત કરવાની, ઇચ્છા છે. તે અનંત સુખને, પરમસુખને પ્રાપ્ત કરવાની ઝંખના છે, પણ તે જીવોને ક્યાંય સુઝ પડતી નથી. કોઈ માર્ગ બતાવનાર નથી અને એ કારણથી રખડે છે એવા જગતના જીવોનો દુ:ખી ચિતાર આ પુરુષથી જોઈ શકાતો નથી. તેથી કરુણાના ઉભરા આવે છે. એટલે લખ્યું છે કે કરુણાદ્ર ચિત્તે અમે આ હ્રદયચિતાર પ્રદર્શીત કર્યો છે.
જિનેશ્વરના માર્ગને અમે અહીંયા કહ્યો છે. આવો જિનેશ્વર પરમાત્માનો, સર્વજ્ઞનો, તીર્થંકરનો માર્ગ, સનાતન અને શાશ્વત માર્ગ ‘આત્મસિદ્ધિમાં કહ્યો છે. જો એનું માહાત્મ્ય વિચારીએ તો આ કાળની અંદર એવું એક અદ્ભુત આશ્ચર્ય થઈ ગયું છે, કે આનો કોઈ પાર આવે એમ નથી. આપણને આવો યોગ થવો એ મહદ્ પુણ્યનું કારણ છે. એક મહ્દ ભાગ્ય છે જીવનની અંદર. આવા કળિકાળમાં, દુઃષમકાળમાં, આવા પડતાં કાળમાં, હળાહળ કળિયુગ, કુંડાવસર્પિણી કાળમાં આવો યોગ આપણને થવો દુર્લભ છે. ભગવાન લખે છે અનેક યુગો પછી આવો દુષમ-કાળ આવે અને એ દુષમ-કાળમાં આવા કોઈ પુરુષનો પ્રાર્દુભાવ થવો એ મહત્ભાગ્ય છે. એટલે લખે છે કે ચતુર્થ કાળમાં પણ ન બની શકે એવો યોગ આ કાળમાં થયો છે.' માહાત્મ્ય સમજાવું જોઈએ. શુદ્ધ વીતરાગનો માર્ગ. ઊંચામાં ઊંચું તત્ત્વજ્ઞાન, સાદ્યમાં સાદા શબ્દોમાં, સુગમમાં સુગમ શૈલીથી સમજાવનારા પુરુષ આપણને મળ્યા છે.
આત્મસિદ્ધિના આ ત્રણ લક્ષણ છે :
૨.
૧. ઊંચામાં ઊંચું તત્ત્વજ્ઞાન, શુદ્ધ, પરમશુદ્ઘ તત્ત્વજ્ઞાન, તત્ત્વનો પરિચય. તત્ત્વનો બોધ સંપૂર્ણ તત્ત્વ. સાદામાં સાદા શબ્દો – કે જે શબ્દો સમજવા માટે કોઈ પંડિતોની કે ડિક્શનરીની આવશ્યકતા નથી. આ શબ્દો આપણા રોજ-બરોજની ભાષાના છે. જો વિશુદ્ધ અંતઃકરણ હોય, નિર્મળ ચિત્ત હોય તો આપણે એ શબ્દોના ભાવ પકડી શકીએ.
શ્રી. આત્મસિદ્ધિ શાસ્ત્ર જ 25