________________
ક્રિયાજડ અને બીજો શુષ્કજ્ઞાની. આ બંને મતાર્થી છે. અને જે જીવ યોગ્ય હોય તે સમજે અને તે પ્રમાણે આચરે. સદ્ગુરુના બોધથી જ જેણે લક્ષ લીધો છે અને સમકિતનું કા૨ણ જેણે પ્રગટ કર્યું છે એ તો મુમુક્ષુ છે. ૫રમાર્થ માર્ગના આ બે પ્રકારના જીવની વાત છે. તો જે મુમુક્ષુ હશે તે સમજી જશે. અને જે મતાર્થી હશે – એટલે કે ક્રિયાવાદી કે શુષ્કજ્ઞાની હશે તે નહીં સમજે. ૫૨માર્થ માર્ગે ચાલનારા જીવના બે ભેદ – (૧) મુમુક્ષુ, (૨) મતાર્થી. મતાર્થીના પાછા બે ભેદ (૧) ક્રિયાજડ, (૨) શુષ્કજ્ઞાની. તો જે મુમુક્ષુ હશે ને તે જ આ વાતને સમજી શકશે. કેમ કે કૃપાળુદેવે ૩૩૫ ના પત્રોંકમાં કહ્યું, 'માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો (જ્ઞાની જેવો) થાય છે, અને તે જ ઉત્તમ મુમુક્ષુ જાણવો.' માત્ર જ્ઞાનીને ઓળખે. એમના લક્ષણો તો કહ્યાં જ છે.
માત્ર જ્ઞાનીને ઇચ્છવા - એમના યોગની ઇચ્છા કરવી અને પછી જ્ઞાની મળે તો એમને ઓળખવા. ઓળખાણ થાય પછી ભજવા. ભજએ એટલે જ્ઞાની થાય. જ્ઞાનીને ભજવાથી તે જ્ઞાની થાય. મવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યપ્રતીતિ આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે.’ આ જ્ઞાની પ્રત્યેની ભક્તિ, સભ્યપ્રતીતિ, અચળ પ્રેમ આવે તો જીવ એની દશાને પામે. જુઓ. આપણે જિન થવું છે, જિનની દશાને પામવી છે તો એ જ મુમુક્ષુ જાણવો. પણ પાછી મુશ્કેલી ત્યાં છે કે જીવ જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કરે છે. જગતને રૂડું દેખાડવા અનેતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી.’ (૩૭) ‘સાચો મુમુક્ષુ એ એ જ કે જે રૂડું હોય તે જ આચરે.' જગતને રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ આચરે નહીં. પણ રૂડું હોય તે જ આચરે. આ મુમુક્ષુનું લક્ષણ છે.
આ
આવા કોઈ જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થાય ત્યારે વે મુમુક્ષુદશામાં આવવા પ્રયત્ન કરવો. આ બહુ પ્રાથમિક ભૂમિકા છે. હે નાથ ! અમે કંઈ ન થઈ શકીએ તો આ જીવનમાં મુમુક્ષુ તો બનીએ જ. હજી મુમુક્ષુ દશાના ઠેકાન્ના નથી ને આપણે વાત મોક્ષની કરીએ છીએ. કૃપાળુદેવે આ મુમુક્ષુ શબ્દ એટલો બધો પ્રચલિત કર્યો છે આધ્યાત્મિક જગતમાં કે બસ ! સદ્ગુરુ મુમુક્ષ, સ્વાધ્યાય, ભક્તિ, સીંગ - શબ્દોનું એટલું બધું નવું મૂલ્યાંકન આપ્યું છે કૃપાળુદેવે, એટલી બધી હિંમત આપી છે કે એ શબ્દોનું માહાત્મ્ય વધી ગયું છે. હું મુમુક્ષુ છું.' એમ કહેતાં કેટલી બધી જવાબદારી આવી જાય, અને મોક્ષમાર્ગનો એ જીવ કેટલો આરાધક બની જાય છે. મુમુક્ષુપદ મુમુક્ષુ થાઈશ તો જ તું આ બધું સમજીશ. જો સંઘસંઘાડા-સંપ્રદાયમાં જાઈશ તો તું મનાર્થી છો. તો તને નહીં સમજાય અને મતાર્થી જીવનું લક્ષણ કહીએ છીએ,
હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ;
તેહ મતાર્થી લક્ષણો; અહીં કહ્યાં નિર્પક્ષ. (૨૩)
જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહી નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે.
શ્રી આત્મસિનિશાન - 90