________________
જૈન દર્શનમાં જ્ઞાનીઓ કહે છે – આ ગાઢ મિથ્યાત્વ છે. સ્વયં પ્રકાશિત એવું આ સ્ફટિક જેવું સ્વરૂપ – એના ઉપર વિષય-કષાયના આ જીવે એવા ચીંથરા વીંટ્યા છે, કે અંદરનું તેજ બહાર પ્રકાશિત થઈ શકતું નથી. જે આલોકિત છે તે તિરોહિત સ્વરૂપમાં પડ્યો છે. એની ચૈતન્ય જ્યોતિ પ્રગટાવવાની જરૂર નથી. એ સ્વયં જ્યોતિ છે. પ્રગટેલી જ છે. આવરણ હટાવવાના છે. આવી પ્રાથમિક યોગ્યતાના ગુણો પ્રાપ્ત કર્યા વિના, મોક્ષમાર્ગ પામે નહીં અને મોક્ષમાર્ગ નહીં પામે ત્યાં સુધી મટે ન અંતરરોગ. ક્યો રોગ છે ? ‘આત્મભ્રાંતિ સમ રોગ નહીં. રોગ એક જ છે. કૃપાળુદેવ કહે છે, “આ જીવ પોતાને ભૂલી ગયો છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાનને કારણે તેને સસુખનો વિયોગ છે.” (પ-૨૦O) તો રોગ આ છે. જીવ પોતાને ભૂલી ગયો છે. જેમ એક ગાંડો હોય, એનું ખાવું-પીવું, ઉઠવું-બેસવું, બોલવું – બધું બરાબર છે. પાંચે ઇન્દ્રિયો સાબુત છે. શરીરની તાકાત પણ બરાબર છે, પણ એને પોતાનું નામ, ગામ, ઠામ, સગાં-વ્હાલાં કાંઈ ખબર નથી. એ પોતાને ભૂલી ગયો છે તેમ આ જીવ પોતાને ભૂલી ગયો છે. આ કહેવાતા જગત ડાહ્યા લોકો, માન-સન્માન અને વિષય-કષાયમાં ડૂબેલા જીવને પૂછો તો ખરા કે, ‘તું કોણ છો ?
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વળગણા છે ? રાખું ? કે એ પરિહરું ?' પહેલામાં પહેલો આગમ ગ્રંથ ‘આચારંગ સૂત્ર.” અને એમાં પહેલાં શ્લોકમાં ભગવાને કહ્યું, ‘આ જીવ ક્યાંથી આવ્યો છે? પૂર્વથી, પશ્ચિમથી ? ઉત્તરથી, દક્ષિણથી ? ઉપરથી-નીચેથી ? ઊર્ધ્વગતિથી-અદ્યોગતિથી ? અને ક્યાં જવાનો છો ?” તારે ક્યાં જાવું છે ? કેટલા સમયથી રખડશ ? આ યાત્રા ક્યારે આરંભી ? કેટલી લાંબી યાત્રા થઈ ? હજુ ક્યાંય પહોંચ્યો ? કેમ લક્ષ નથી પહોંચતો ? શંકરાચાર્યજીએ મહામુદુગર સ્તોત્રની અંદર લખ્યું છે. “કક – ? કુતઃ આવતઃ ? કોન માતઃ ? કૌન તાતઃ ?” કોણ તારા માત-કોણ તારા તાત ? તું ક્યાંથી આવ્યો છો ? ક્યાં તારે જાવાનું છે ? આ કંઈ ખબર છે ? સરનામા વિનાનાં આપણે એવા તો ભૂલ્યા ભટકતા પડ્યા છીએ અને પછી ભગવાનને કહીએ છીએ કે, ‘હરિ તારાં નામ છે હજાર ! ક્યા નામે લખવી કંકોત્રી ?” પણ તારા પોતાના સ્થાનનું જ ક્યાં ઠેકાણું છે ? ભગવાન કહે છે તું તારું સરનામું ગોતી લે એટલે પત્યું. કારણ કે તારું ને મારું સરનામું એક જ છે. બહુ મુશ્કેલી છે જીવને. મટે ન અંતર રોગ.' આ એનો અંતરનો રોગ છે એ મટે નહીં, જ્યાં સુધી એનામાં જોગ્યતા આવી નથી ત્યાં સુધી અને આવી જોગ્યતા આવે તો થાય શું ?
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય;
તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. (૪૦) એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. (૪)
આવે જ્યાં એવી દશા – આવી દશા નથી આવી ત્યાં સુધી બધું છાશ-બાકળા જેવું છે. માટે ત્યાં સુધી વાત જ ન કરવી. આવી દશા જ્યારે આવે, કષાયો શાંત થઈ ગયા છે, સંવેગ જાગ્યો છે,
GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 128 EF