________________
માર્ગનું અવિરોધ સ્વરૂપ બતાવતાં ભગવાન કહે છે, કર્મભાવ છે એ તો જીવનું અજ્ઞાન છે. ભલે અનાદિકાળથી છે. ભલે અનંતકાળથી છે. પણ અજ્ઞાનદશારૂપ સ્વપ્ન યોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, તે જ પરિભ્રમણનો હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે.' 'રસહજ સ્વરૂપે જીવની પરિણતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે.” (૫૩)
હે ભાઈ ! આ અજ્ઞાનભાવ - શું અજ્ઞાન છે " કે જગતમાં આ છ દ્રવ્ય છે. છ એ દ્રવ્ય જુદાં છે. દરેકને પોતાનું અસ્તિત્વ છે. દરેક દ્રવ્યને પોતાનાં ગુણ છે, પોતાનાં લક્ષણ છે, પોતાના ધર્મ છે. અને આ અનાદિ એવા જગતમાં છ એ દ્રવ્યનું પરિણમન પોતાના સ્વભાવ પ્રમાણે થયાં જ કરે છે. પણ પોતાનાં ગુણમાં જ પરિણમન થાય છે. કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ પલટીને અન્ય દ્રવ્યમાં પરિણમતું નથી. કે કોઈ દ્રવ્ય એ બીજા દ્રવ્યની સાથે એકરૂપ પન્ન થતું નથી. આ છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય તો અજીવ છે. પણ એક જીવ દ્રવ્ય છે તે સાવ છે. એટલે ચૈતન્યયુક્ત છે. ચૈતન્યયુક્ત છે એટલે એને જ્ઞાન, દર્શન છે. એનામાં જાણકારી છે. ઉપયોગ છે. અને આ જાણકારીને લીધે જ બધી ગરબડ થઈ ગઈ છે. આ જીવ, પુદ્ગલ પરમાણુ જે અનંત છે, અને તેના ગુણ, વર્ગ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ સહિત છે, તેનાથી ભ્રાંતિને લીધે જોડાઈ ગયો છે એટલે જીવ પુદ્ગલને પોતાના કરવા ગયો. વ્યવસાય શરૂ કર્યો. આ પુદ્ગલ જે અનેક જુદાં-જુદાં રૂપે છે, આજે પંખા રૂપે છે, કાલે T.V. રૂપે છે, ફ્રીઝ રૂપે થશે, માઈક રૂપે થશે. આ પુદ્ગલ તો જુદી જુદી રીતે આવે છે. જે અનાજ રૂપે છે, એ જ મિષ્ટાન્ન રૂપે થાય છે, એ જ વિષ્ટા રૂપે પરિણમે. એ જ ખાતર રૂપે થશે, એ જ વૃક્ષ રૂપે થાય. આ પુદ્ગલની માયા ચાલ્યા કરે છે. જે ઘર રૂપે છે, એ જ ટેકરા રૂપે થશે. એ જ માટી રૂપે અને એ જ ઈંટ રૂપે થશે. એ જ સીમેન્ટ રૂપે થશે. એ જ ખાતરમાં જઈને છોડરૂપે થશે. ઈ જ વસ્ત્ર રૂપે આવશે. એ જ પૃથ્વીની અંદર ધાતુ રૂપે થશે. ક્યાંક કોલસો થશે. ક્યાંક હીરો થશે, ક્યાંક લોખંડ થશે, ક્યાંક ત્રાંબુ થશે, ક્યાંક પિત્તળ થશે. જગતમાં જેટલા પદાર્થો છે તે તમામ પુદ્ગલ પરમાત્રુઓના સંઘાત અને ભેદનું પરિણામ છે. સમાન જાતિ, સમાન ગુણ. રૂક્ષતા અને સ્નિગ્ધતા એનો ગુણ છે. આ આખું પદાર્થવિજ્ઞાન મુક્યું છે. કયા ગુણોનું પ્રભુત્વ થાય ત્યારે એનું સ્વરૂપ શું થાય ? અને એટલા માટે જ પારામાંથી સોનું કેમ બને ! તાંબામાંથી કેમ બને ? આનું આમ કેમ થાય ? આ સ્થિતિ નષ્ટ કેમ થાય ? આ બધા સિદ્ધિ યોગ આત્મતત્ત્વને જાણનાર એવા ઋષિમુનિઓને, આ અષ્ટસિદ્ધિ અને નવ નિધિ – એ સહેજે સાધ્ય હતા. કેમકે એ પુદ્ગલનો ખેલ બરાબર જાણે છે. પુદ્ગલના સ્વરૂપને બરાબર જાત્રે છે. મુઠ્ઠી બંધ કરીને હાથમાં મિષ્ટાન્ન લાવી દે. કારણ કે એ પુદ્ગલનું પરિણમન છે. અને એ પરિણમન ત્યારે થાય છે જ્યારે જીવનાં ભાવનો સંયોગ થાય છે ત્યારે. એ સાંયોગિક ક્રિયા છે. મિષ્ટાન્ન છે એ સાહજિક ક્રિયા નથી. સાંયોગિક ક્રિયા છે. અને આ યોગીઓ પોતાનાં જીવનું ભાવબળ લગાવે. જીવનું અચિંત્ય વીર્ય, એનું ભાવ બળ, અને પુદ્ગલનું અચિંત્ય સામર્થ્ય દુનિયામાંથી ઘણી નવી ભભૂતિઓ પણ પેદા કરી દે. પણ આ મુક્તિનો માર્ગ નથી. આ તો આત્માની મોહજન્ય ગ્રંથિ છે. એટલે જૈન દર્શન એ રિદ્ધિ-સિદ્ધિને ઓળંગીને જવાની વાત કરે છે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 239