________________
૧૬ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) કે દેવકીને આઠમે ગભર તુને મારશે” તેથી કંસે પોતાની બેન દેવકી તથા વસુદેવને કારાગૃહમાં કેદ કર્યા અને એક પછી એક છ પુત્રોને સીલ્લાપર પછાડી ઠાર કર્યા સાતમા ગભે રેહિણીના ઉદરમાં પ્રવેશ કર્યો (જે બળભદ્ર નામે પ્રસિદ્ધ થયા) દેવકીને સાતમે ગભ સ્વીગ એમ બહાર પડતાં કંસ આઠમા ગભરની રાહ જોતો રહ્યો આઠમી વખતે પ્રસવ થતાંજ વસુદેવે તે બાળક ઝલ(શ્રીકૃષ્ણ) ને લઈ યમુનાજી ઓળંગી પિતાના મિત્ર નંદરાજાને ત્યાં ગોકુળમાં લઈ ગયા અને યશોદાને ત્યાં અવતરેલી કન્યાને લઇ આવી દેવકીના પડખામાં મેલી તેને સવારે કસે મારી નાખી.
કન્યાને સીલા ઉપર પછાડતાં તે મહામાયા હેવાથી વિજળીરૂપે આકાશમાં ઉડી ગઈ અને કહેતી ગઈ કે “તને મારનારે તે ગેકુળમાં ઉછરે છે. ત્યારથી કસે શ્રીકૃષ્ણને મારવા અનેક યુક્તિઓ રચી દેને ત્યાં મેકલેલ પણ તેમાં તે નિષ્ફળ ગયા. વસુદેવને આઠ કુંવરે ઉત્પન્ન થયા, ૧ કીર્તિમાન રે સુણ ૩ ભદ્રસેન ૪ રજુ ૫ સમાન ૬ ભદ્ર ૭ બળભદ્ર અને ૮ શ્રીકૃષ્ણ
પ૬ શ્રીકૃષ્ણ (વિક્રમ સંવત પૂર્વે રપર૫) પૃથ્વીને ભાર ઉતારવા વાસ્તે વર્ષાઋતુમાં શ્રાવણ વદી આઠમને બુધવારને દિવસે રોહીણી નક્ષત્રમાં મધ્ય રાત્રે શ્રીકૃષ્ણનો જન્મ થયે હતું. તે વખતે શુભ નામનો યુગ હતો અને સૂર્ય સિંહરાસીના હતા પૂર્ણ પુરૂષ યદુકુલના શણગાર રૂપ ત્રણે પ્રકારના તાપને મટાડનાર જગતની ઉત્પત્તિ સ્થિતી અને પ્રલયના કરનાર પ્રચંડ પરાક્રમવાળા વિરોમાં વિરતાનું કિરણ પ્રેરનાર ને ઘણા વિદ્વાને માત્ર વીર પુરૂષજ કહીને સંબોધે છે તે દેખીતે ધમપક્ષપાત છે.
જેના આજે અનેક ભાષામાં ભાષાંતરે થયાં છે અને જે ઘેર ઘેર દેવની પેઠે પૂજાય છે. તે ગીતારૂપી અમૃતપાન પાનારા વિદ્વાનોના પ્રોફેસર વીરોમાં વીર શ્રેષ્ઠ અને યોગીના યોગેંદ્ર સાક્ષાત વિષ્ણુભગવાનરૂપે જ શ્રીકૃષ્ણચંદ્રને અવતાર હતો. જેના કાવ્યો કવિશ્વર વ્યાસજીથી લઈ આજ દિવસ સુધી અનેક કવિઓ તથા સંત મહાત્માઓએ રચી જગતને તે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું જ્ઞાન કરાવેલ છે.
એટલી નાની વય (૧૧ વર્ષ અને પર દિવસે)માં વિસ્મય પમાડે તેવાં * બેડીઓનું ગુટવું, કારાગૃહના બંધીખાનનાં ધારે ઉઘડવાં અને વર્ષારૂતુના શ્રાવણ માસમાં બે કાંઠામાં વહેતી યમુનાજી ઓળંગી ગેકૂલના દ્વારોમાં પ્રવેશી કેઈન જોવામાં ન આવે તેમ ત્યાંથી કન્યાને અદલે બદલે કરી મથુરામાં પાછું આવવું તેમજ કન્યાનું આકાશમાર્ગે ઉડી જવું એ બધું સાક્ષાત પરમાત્માના અવતારરૂપ શ્રીકૃષ્ણચંદ્રની માયા કે ગબળ વડેજ થયું હતું.