________________
૧૪ શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા) ઠેબું મારી સર્ષ સર્ષ (જલદી ચાલ જલદી ચાલ) એમ કહ્યું તેથી ઋષિઓએ ક્રોધ કરી શાપ આપ્યો કે સર્પ થા તેથી નહુષ અજગર (સર્પ) થયો.
૬ યયાતિ (ચંદ્રથી ૬ઠો) નહુષને યતી, યયાતિ, શંયાતી, આપતી, વિપતી અને કૃતિ, એમ છે પુત્રો હતા. તેમાં યયાતિને રાજ્ય મત્યું ઘસાર્વી નામના દાનવ રાજાની પુત્રી સમિષ્ટા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચે કજીયે થતાં સમિષ્ટાએ દેવયાનીને કુવામાં નાખી દીધેલ, યયાતિ રાજા મૃગીયા કરવા નીકળેલ તેણે કુવામાંથી આતનાદ સાંભળતાં ત્યાં ગયા અને પિતાનું વસ્ત્ર પહેરવા આપી તેનો હાથ ઝાલી બહાર કાઢી તેથી દેવયાનીએ પિતા સાથે લગ્ન કરવા માગણી કરી. યયાતીએ બ્રાહ્મણ પુત્રી સાથે લગ્ન કરવાં એ પાપ માન્યું. પરંતુ દેવયાનીએ કહ્યું કે બૃહસ્પતીના પુત્ર કચ્ચનો મને શ્રાપ છે કે “તુને બ્રાહ્મણ નહિ પરણે” વળી જમણે હાથ પકડી મને કુવામાંથી કાઢી છે અને તમેએ આપેલ વસ્ત્ર મેં માથે એહેલ છે આજ દિવસ સુધી કોઈ પણ પુરૂષને સ્પર્શ મને થયું નથી આજે તમારે સ્પર્શ થતાં હું તમારી થઈ ચુકી માટે તમેનેજ પરણશ. આગ્રહ જોઇ યયાતી દેવયાનીને પરણ્યા અને સર્મિષ્ઠા દાસી થઈને રહી. દેવયાનીને યદુ અને તુવષ બે પુત્ર થયા. અને સમિષ્ટાને કુહ, અનુ અને પુરૂ ત્રણ પુત્રો થયા. સમિષ્ટા સાથે યયાતિને અતિ સ્નેહ બંધાતા દેવયાની ક્રોધ પામી પોતાના પિતાને ઘેર ચાલીગઈ. યયાતી કામ વિહવળ થઈ તેડવા ગયે શુક્રાચાર્યે શ્રાપ આપે કે તેં મારી દીકરીને અપરાધ કર્યો છે. માટે “વૃદ્ધ થઈ જા” ઘણુ વિનંતી રાજાએ કરી એટલે શુક્રાચાર્યે કહ્યું કે “તારે કઈ પુત્ર તારી વૃદ્ધા અવસ્થા લેશે તે તેટલે વખત તું યવન પામી સંસારમાં સુખ ભોગવી શકીશ” પિતાની વૃદ્ધઅવસ્થા સ્વીકારવા યદુને કહ્યું તેણે ના પાડી તેથી સર્મિષ્ટાના પુત્ર પુરૂએ પિતાનું ગઢપણુ
સ્વીકારી પોતાનું યવન આપ્યું યયાતિ કેટલેક કાળ સંસારસુખ ભેગવી સ્વર્ગ ગયા. તે પુરૂના વંશમાં પાંડવ કૌરે વિગેરે થયા. પુરૂરવાથી ૪૧ મી પેઢીએ ધર્મ રાજા (યુધિષર) થયા હતા.
૭ યદુ (ચંદ્રથી ૭ )
આ યદુ રાજા મહા પરાક્રમી ચક્રવર્તિ રાજા હતા. આ રાજાથી એના કુલમાં ધયેલા રાજાઓ યદુવંશી કહેવાયા અને તે પછીના ૩૩ રાજાઓની ખાસ જાણવા યોગ્ય હકીકત નહી મલતાં નીચે મુજબ ફકત નામો આપવામાં આવેલ છે અને એમાં આપેલા આંકડા ચંદ્રથી તેટલામે પુરૂષ છે તેમ સમજાવનારા છે.