________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા)
૧૩
૧ ચંદ્રરાજા. ત્રેતાયુગના ત્રીજા ચરણમાં સુરથ રાજા પછી પ્રજામાં રાજા ન હોવાથી રાજ્યની અવ્યવસ્થા થઈ ગઈ. તેથી અરાજક જગત નાશ પામવા લાગ્યું. તેથી ઇન્ડે ચંદ્રને પૃથ્વિ ઉપર અવતરવા સુચવ્યું. તેથી ચંદ્ર પૃથ્વિ ઉપર અવતાર લીધો. અને તે ચંદ્રરાજાથી “ચંદ્રવંશ ચાલ્યા કૌર અને પાંડવે પણ ચંદ્રવંશી હતા. ચંદ્રરાજાએ અઢાર હજાર વર્ષ રાજ્ય ભેગાવ્યું હતું. અને તે પછીના રાજાઓએ પણ હજાર વર્ષ રાજ્ય કર્યા હતાં. ચંદ્રથી શ્રી કૃષ્ણ સુધીના ચંદ્રવંશી રાજાઓએ લાખ વર્ષ પૃથ્વિનું રાજ્ય કરેલ છે. અને તેમાં ચંદ્રથી શ્રીકૃષ્ણ સુધીમાં ૫૬ ચક્રવર્તિ રાજાઓ થયેલા છે.
૨ બુધ (ચંદ્રથી ૨ જે ). ચંદ્ર બૃહસ્પતિની સ્ત્રી તારાનું બળાત્કારે હરણ કરી જવાથી બ્રહસ્પતીના પક્ષમાં દેવતાઓ અને ચંદ્રના પક્ષમાં શુક્રાચાર્યની પ્રેરણાથી દૈત્યો થયા. આ બન્ને વચ્ચે ઘેર રણસંગ્રામ થયો અને છેવટે સમાધાન થયું ચંદ્રથી તારાને બુદ્ધ નામને પુત્ર થશે. બુદ્ધ સાધવ નામના મુનીની પુત્રી ઇલા સાથે પરણ. અને તેને પુરૂરવા નામે પ્રતાપી પુત્ર થયો.
૩ પુરુરવા ( ચંદ્રથી ૩ ) • પુરૂરવાની રાજ્યધાની પ્રયાગની સામે પ્રતિષ્ઠાનપુર જેને હાલ સુસી કહે છે તેમાં હતી રૂપ ગુણ વિદ્યા કલા શેયમાં અદ્વિતીય એવા પુરૂરવાના ગુણગાન ઈન્દ્રની સભામાં નારદ મુનીના મુખથી ગવાયેલ સાંભળી ઉવેસી નામની અપ્સરા પૃથ્વિ પર આવી પુરૂરવા સાથે લગ્નથી જોડાણ તેનાથી આયુ, સતાયુ સત્યાય, ય, વિજય અને જય એમ છ પુત્ર થયા.
૪ આયુ ( ચંદ્રથી ૪ ચેાથે ) આયુ પરાક્રમી રાજા થયા. આયુને નહુષ ક્ષત્રવૃદ્ધ, વિયવાન, રછરંભ, તથા અનેના એમ પાંચ પુત્ર થયા.
૫ નહષ (ચંદ્રથી ૫ ) નહુષ રાજા મહા પ્રતાપી હતી. અને તેને સે અશ્વમેઘ યજ્ઞ કરેલ હતા. ઈન્દ્રાણી સાથે સુખભેગની યાચના કરતાં તેણીએ જવાબ આપે કે સપ્તર્ષિઓની પાસે પાલખી ઉપડાવી તેમાં બેસીને આવ તે હું તમારી સાથે આવું એટલે નુહુષે તેમ કર્યું સપ્તરષિઓએ પાલખી ઉપાડી છતાં જલદી ચાલવા માટે પગથી