________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા)
૧૧
ચંદ્રરાજાની પહેલાના ચક્રવર્તિ રાજાઓને સમય
- શ્રી આદિ નારાયણથી ચોથી પેઢીએ ચંદ્ર થયા ત્યાંથી લઈ સાઠક પઢીએ શ્રી કૃષ્ણને અવતાર ગણાવી કેટલાક વહીવંચા ભાટ અને અન્ય ઇતિહાસકારે સૃષ્ટિની ઉત્પત્તિ. જાણે કેમ શ્રીકૃષ્ણ પહેલાં પાંચ સાત હજાર વર્ષ જ થઈ હોય એવું જણાવી જગતકર્તાની અલોકેક સૃષ્ટિને ક્ષદ્વરૂપ આપે છે, એમ એક અત્યારના વિદ્વાન ઈતિહાસકાર જાણવે છે. અને એ અમોને પણ વ્યાજબી જતાં તેનો ઉત્પત્તિ ક્રમ અહિં લેવામાં આવેલ છે.
આય જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિનેૐ ૧૯૫૫૮ ૮૫,૦૩૧ એકઅબજ પંચાણું કરડ અઠાવન લાખ પંચ્યાસી હજાર અને એકત્રીસ વર્ષ થયાં છે ખરીરીતે સીત્યાવીસ વખત ચાર ચાર યુગ આવી ગયા છે. હાલન અઠ્ઠાવીસ યુગ ચાલે છે. તેમાં સત્યુગના વર્ષ ૧૭.૨૮.૦૦૦ ત્રેતા યુગનાં ૧૨.૯૬૦૦૦ દ્વાપર યુગનાં. ૮.૬૪૦૦૦ અને કલયુગનાં ૪.૩ર.૦૦૦ માંથી ૫૦૩૧ વર્ષે ગયાં છે.
પ્રલયકાળ સુધી અઠ્ઠાવીસમા સત્યુગમાં આદિ બ્રહ્માજી પછી વિશ્વત મનુથી સુરથ સુધીના રાજાઓએ આર્ય શાસ્ત્રના મન્તવ્ય પ્રમાણે ર૦લાખ વર્ષ પૃથ્વિનું રાજ્ય કર્યું. પ્રત્યેક રાજા પૈકી કેઈએ ૪૦ હજાર કેઈએ ૩૫ હજાર કોઈએ ૨૫-૧૦-૫ હજાર વર્ષ સુધી રાજ્ય કરેલ હતું. એક રાજાની આવડી લાંબી આયુમર્યાદા એ અત્યારના અલ્પ આયુષીઓને અસંભવિત લાગશે. પરંતુ અનેક યોગ વિઘા અને વિચિત્ર રસ વિદ્યાના ચમત્કારિક પ્રયોગોથી હજાર વર્ષ જીવ્યા હોય તો તેમાં અતિષયોક્તિ નથી, યુગના પ્રમાણમાં આયુમર્યાદાનું પણું વધતું ઓછું પ્રમાણ હેય અત્યારે ગ્રામ્ય જનતામાં કહેવત છે કે સતયુગમાં હજાર વર્ષ ને ખાટલે અને તે વર્ષના ડચકાં થતાં ત્યારે મૃત્યુ થતુ. તો જ્યાં હજાર વર્ષ અશકિત ભગવાય ત્યાં આયુષ્ય પણ હજાર વર્ષોનું હેયજ કલિના પ્રારંભમાં પિતામહ ભિષ્માચાર્યો ૪૫૦ સાડા ચાર વર્ષની ઉમરે ભારતમાં પ્રચંડ યુદ્ધ કરી હજાર યોદ્ધાઓને ધારાસાઇ કરી પોતે પડ્યા હતા. તે વિવસ્વત મનુના વખતના અને તે પછીના રાજાઓએ હજારો વર્ષ રાજ્ય કરી લાંબુ આયુષ્ય ભેગવેલ હાય તે સંભવિત જ છે.
વૈવસ્વત મનુ અઠ્ઠાવીસના સત્યુગમાં તવારાહક૯૫માં બ્રહ્માના વર્ષના ત્રીજે દિવસે સાતમા મુહૂર્તમાં થયા છે. એ વૈવત મનુની વંશાવળી નીચે પ્રમાણે જણાવેલ છે અને તે રાજાએ ક્રમવાર એક પછી બીજા જેનું નામ આવે તે તેના પુત્ર સમજવા.
* ૧ નારાયણ ૨ બ્રહ્મા ૩ અત્રી ૪ ચંદ્ર. ૐ આર્યસમાજ આર્યસંવત ૧,૯૦,૨૯,૪૯,૦૩૩ વર્ષ માને છે.