________________
૧૦ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) થતાં પેધા અને ગાયકવાડના હાથમાં સાર્વભેમ સત્તા આવી અને દામાજી ગાચકવાડ ગુજરાતની રાજધાનીના મુખી થયા અને પેધા પાસેથી તેના ભાગને ઈ. જાર લીધો, પહેલા ગાયકવાડ પીલાજી વિ. સં. ૧૭૮૮માં ગાદીએ આવ્યા, ગાચકવાડના વંશના છઠ્ઠા રાજા આણંદરાવ ગાયકવાડના વખતમાં કાઠીઆવાડમાં ગાયકવાડ ખંડણી ઉઘરાવતા. ઈ. સ. ૧૮૦૭ વિ. સં. ૧૮૬૪ની સાલમાં કરનલ વોકર કાઠીઆવાડમાં આવ્યા અને વિ. સ. ૧૮૬૫ની સાલમાં ગાયકવાડના ભાગની ખંડણી અંગ્રેજ સરકાર ઉઘરાવી આપે અને મુલકગીરીની હકમત અંગ્રેજ સરકારના તાબામાં રહે એવા કરારના દસ્તાવેજો થયા, ત્યાંથી પેશ્વા અને ગાયકવાડ એ દેભાગા ખંડણીના ધણુ અંગ્રેજ સરકાર થયા, તે દિવસથી અંગ્રેજ સરકારનું રાજ્ય સૌરાષ્ટ્ર, ગુજરાત અને કુલ હિંદુસ્તાનમાં થયું. એટલી હકીકત પૂર્વદશનથી જાણ હવે યદુવંશની હકીક્ત ચંદ્રરાજા પૂર્વેની તથા તેના પછીની કહેવામાં આવશે.