________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા)
“સૌરાષ્ટ્રમાં સાર્વભૌમ સત્તાનું પર્વ દર્શન”
* (1) જાદવવંશ. શ્રી રાષ્ટ્રપ્રદેશમાં પ્રાચીનકાળમાં પ્રથમ બજાદવવંશની સાર્વભૌમ સત્તા હતી, તેની મુખ્ય રાજધાની “પ્રયાગ માં હતી, અને ત્યાંથી જે સ્થળે રાજ્યગાદી ગઇ તેને ઇતિહાસ જણાવ્યા પહેલાં જાદવવંશ પછી સારાષ્ટ્રની સાર્વભામ સત્તા જે જે વંશમાં ગઈ તેના નામ સાથે ટુંક હકીકત નીચે પ્રમાણે છે.
(૨) મૌર્યવંશ. મિયવંશના રાજ્યને વિસ્તાર ઉત્તરમાં હિમાલયથી તે દક્ષિણમાં કન્યાકુમારી સુધી, ને પૂર્વમાં મગધથી તે પશ્ચિમે સિરાષ્ટ્ર સુધી હતો, એ વંશને જગપ્રસિદ્ધ રાજા અશેક ઇ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં થઈ ગયો.
(૩) ક્ષત્રપવંશ. સૌરાષ્ટ્ર બાલિયાના ગ્રીક રાજાના તાબામાં ગયું, ક્ષત્રપ એમના સુબા હતા પણ કેટલેક કાળે તેઓ સ્વતંત્ર રાજા થઇ બેઠા, એમની સત્તા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ખંભાત સુધીને ભાગ તથા માળવાના છેડા ભાગ ઉપર હતી. એ વંશનું શાહવંશ એવું ઉપનામ છે તેમાં ર૪ રાજાઓ થયાનાં નામે જણાયાં છે; રૂદ્રદામાના લેખો ઉપરથી જણાય છે કે એ વંશના રાજાએ ઘણું બળવાન અને પરાક્રમી હતા, એમના સિક્કા ઉપર એક તરફ રાજાનું ચિત્ર ને બીજી તરફ એક અગ્નિકુંડ તથા સૂર્ય ચંદ્રની મૂર્તિ છે.
(૪) ગુપ્તવંશ. ક્ષત્રપ વંશ પછી ગુપ્તવંશ થયે તેઓનું રાજ્ય ગંગા તથા બ્રહ્મપુત્રા વચ્ચેના પ્રદેશમાં હતું, કુમારગુપ્ત, સૌરાષ્ટ્ર જીતી લીધું અને તે સારાષ્ટ્રમાંથી પોતાની રાજધાનીમાં પાછો ગયો ત્યારે વામનસ્થલી (સેરઠવણથલી)માં એક સુબો રાખતો ગયો હતો, તેના પછી થયેલા સ્કન્દગુપ્તના લેખ ગિરનારમાં છે, ગુપ્તવંશના સિક્કા સેરઠમાં ઘણું મળી આવે છે તે સિક્કાઓ ઉપરથી એમ જણાય છે કે એ રાજાઓ મહારાજાધિરાજ કહેવાતા. સિક્કા ઉપર પાર્વતીનું તથા મોરનું ચિત્ર તથા એક ત્રિાલ પાડેલું હોય છે.
જ કાઠીઆવાડ સર્વસંગ્રહ પાને ૨૦ઉમે જાદવવંશ પ્રથમ લખેલ છે.