________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શાંતિનાથચરિત્ર-૨૩ અગધૂપ, કપૂર વગેરે પૂજાનાં દ્રવ્યોથી પૂજા કરે, આ પ્રમાણે શાંતિકર્મ કરે છતે રાજાનું સ્વયં કુશળ થાય. આ પ્રમાણ સાંભળીને મતિસાગર શ્રેષ્ઠ મહામંત્રીએ કહ્યું: અહો! શ્રેષ્ઠ શ્રદ્ધાવાળું સુંદર વિચાર્યું. તમે વિપુલમતિ એવા યથાર્થ નામવાળા છો. પણ આ પ્રમાણે શાંતિકર્મોથી 'સોપક્રમ આપત્તિઓ જ રોકી શકાય છે. ફરી ફરી પૂછવા છતાં નૈમિત્તિક પોતનપુરના અધિપતિની નિરુપક્રમ જ આપત્તિ છે એમ કહે છે. તેથી આ શાંતિકર્મ રૂપ ઉપક્રમથી શું? પછી વિમલબુદ્ધિ મહામંત્રીએ કહ્યું: જો એમ છે તો મેં આ વિષે બીજો ઉપાય વિચાર્યો છે. અતિસાગરે કહ્યું: તે ઉપાય પણ જલદી પ્રગટ કરો. વિમલબુદ્ધિ મંત્રીએ કહ્યું: આ જ નગરમાં જે રાજાધિરાજ રહે છે તેને કોઈપણ રીતે અનુકુલ કરવામાં આવે તો અનુકુલ કરાયેલો તે અવશ્ય સ્વયં કુશલ કરે. ત્યારબાદ રાજાએ કહ્યું: મને છોડીને બીજો કોણ આ નગરમાં રાજાધિરાજ છે ? કે જે અનુકુલ કરાયેલો મારું કુશળ કરશે? તેથી આ સંબંધ વિનાનો પ્રલાપ કરે છે. કંઈક ગુસ્સે થઈને રાજાએ કહ્યું: પૂર્વે આ મંત્રી સદાય યોગ્ય બોલનારો થઈને હવે સંબંધ વિનાનું બોલે છે. તેથી જરૂર આ ગ્રહથી અધિષ્ઠિત થયેલો હોવો જોઇએ. પછી રાજાએ કંઈક હાસ્ય સહિત કહ્યું: આ ક્યારેય ખોટું ન કહે અને આ ગ્રહથી અધિષ્ઠિત થયો હોય તેવું બીજું કોઈ લક્ષણ દેખાતું નથી. એથી એ પ્રમાણે પણ હોય. આમ વિચારીને વિસ્મયથી ભરાતા હૃદયવાળા શ્રી વિજય રાજાએ કહ્યુંઃ આ જ નગરમાં આ રાજાધિરાજ કોણ છે કે જે અનુકૂલ કરાયેલો મારું કુશળ કરનારો થશે ? તેથી રાજસભાના બધા લોકોએ વિચાર્યું કે અહો ! રાજાએ સુંદર પૂછ્યું. અમને પણ આ મહાન આશ્ચર્ય છે. પછી વિમલ બુદ્ધિએ કહ્યું: દેવ! આ કહું છું. લોક ઉપયોગ આપીને (=રાખીને) સાંભળે.
કર્મપરિણામરૂપ રાજાધિરાજાનું સ્વરૂપ આ જ નગરમાં કર્મપરિણામ નામનો અંતરંગ રાજા છે. તેણે પ્રતાપથી દેવેન્દ્રોને અને ચક્રવર્તીઓને જીતી લીધા છે. તુષ્ટ થયેલો તે સ્વર્ગમાં ઇદ્રોને પણ રમતથી રાજ્ય આપે છે અને રોષે ભરાયેલો તે ઇદ્રોના પણ રાજ્યને અધક્ષણમાં છીનવી લે છે. તેની મહેરબાનીથી જ તમારા જેવાઓ પણ રાજ્યનો વિલાસ કરે છે. તે રુષ્ટ બને તો ચક્રવર્તી પણ ક્ષણવાર પણ ન રહી શકે. તે સદાય નીતિશાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને વર્તે છે. સ્વપરાક્રમથી સંપૂર્ણ ત્રણેય ભુવનને તૃણ સમાન ગણે છે. અતિદુષ્ટ, નિર્દય, પશ્ચાત્તાપરહિત, મહાભયંકર અને
૧. સોપક્રમ એટલે ઉપાયોથી દૂર થઈ શકે તેવી. ૨. નિરુપક્રમ એટલે ઉપાયોથી દૂર ન થઈ શકે તેવી. ૩. ઉપક્રમ એટલે આપત્તિને દૂર કરવાનો ઉપાય સાધન. ૪ બાર (કા + પૂર)=ભરવું.