________________
ઉપદેશમાળા રણસિંહ કુમાર તે કમલવતીના રૂપથી મોહિત થઈને ત્યાં જ રહે છે. તે અવસરે એક ભીમ રાજાનો પુત્ર પણ કનકસેન રાજાની સેવા કરે છે, તે કમલવતીનું રૂપ જોઈને તેના પર મોહિત થયે છે; પરંતુ કમલવતી તેને જરા પણ ઈચ્છતી નથી. એક વખત કમલવતીને યક્ષપૂજાને અર્થે ગયેલી જાણીને તે ભીમપુત્ર તેની પછવાડે ગયો. તેણે ધાર્યું કે “જ્યારે તે યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળશે, ત્યારે હું મારા મનની સર્વ અભિલાષા તેને જણાવીશ.” એ પ્રમાણે વિચાર કરતા સત તે દ્વારમાં જ ઉભે રહ્યો. કમલવતીએ પણ તેને જે, એટલે તેણે સુમંગલા દાસીને કહ્યું કે –“આ પુરુષ જે દ્વારને વિષે ઉભે છે તે જે અંદર આવે તે તેને તારે રો.” એ પ્રમાણે કહીને તે મંદિરની અંદર ગઈ અને દાસીને દ્વાર પાસે ઉભી રાખી. પછી એકાંતે જઈ એક જડી કાન ઉપર બાંધવાથી પુરુષરૂપે થઈને તે પ્રાસાદના દ્વાર પાસે આવી. ત્યારે કુમારે તેને પૂછયું કે– હે દેવપૂજક! કમલવતી હજુ કેમ બહાર આવી નહિ?” ત્યારે તેણે કહ્યું કે મેં તે આ દાસીને એકલીને જ પ્રાસાદને વિષે જોઈ છે, બીજી કઈ પણ સ્ત્રી અંદર નથી.” એ પ્રમાણે કહીને તે પિતાને ઘેર આવી. પછી કર્ણ ઉપરથી જટિકાને દૂર કરી એટલે મૂળરૂપે થઈ ગઈ. પાછળ ભીમપુત્રે પ્રાસાદની અંદર ઘણું તપાસ કરી, પણ કમલવતીને નહિ જેવાથી તે ખિન્ન થઈને પિતાને સ્થાને ગયો. સુમંગલા દાસી પણ ઘેર આવી. ત્યાં કમલવતીને તેણે પૂછ્યું કે –“હે સ્વામિની ! તમે અહીં કેવી રીતે આવ્યાં? મેં તમને બહાર નીકળતાં જોયા નહિ.” ત્યારે તેણે જટિકાનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું. તે વખતે દાસીએ કહ્યું કે“હે સ્વામિની ! એવી જટિકા તમને ક્યાંથી મળી?” કમલવતીએ કહ્યું કે– “સાંભળ, પૂર્વે હું એક વખત યક્ષને મંદિરે ગઈ હતી. તે વખતે ત્યાં એક વિદ્યાધર ને વિદ્યાધરીનું જોડું આવ્યું હતું. મને જોઈને વિદ્યાધરી મનમાં ચિન્તવવા લાગી કે “જે આ અદ્દભુત રૂપવાલી સ્ત્રીને મારો પતિ જેશે તે તે તેને રૂપથી મોહિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org