________________
.
ઉપદેશમાળા કર્યા. ત્યાં તેની જમણી આંખ ફરફી, એટલે તે મનમાં ચિત્તવન કરવા લાગ્યા કે “અહીં કેઈ ઈષ્ટનો મેળાપ થશે.” તે સમયે પાડલીખંડ નગરાધીશ કમલસેન રાજાની રાણું કમલિનીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેલી કમલવતી નામની કુંવરી સુગંધી પદાર્થો તથા પુષ્પ વિગેરે પૂજાની વસ્તુઓ લઈને, સુમંગલા દાસી સહિત તે યક્ષના મંદિરમાં આવી. ત્યાં રસિંહ કુમારને જોઈને તે કામવિહલ થઈ ગઈ. કુમાર પણ તેને જોઈને મોહિત થયો. તેઓ બંને નેત્રનું મટકું પણ માર્યા સિવાય, એકનજરે પરસ્પરને સસ્નેહ જોતાં ઉભા રહ્યાં, પછી કમલવતીએ યક્ષની પૂજા કરીને પ્રાંતે પ્રાર્થના કરી કે–“સ્વામિન્! તમારી કૃપાથી આ પુરુષ મારો ભ થાઓ. એના દર્શનથી હું તેના પર અતિ રાગવતી થઈ છું. માટે તમે પ્રસન્ન થઈને એ રાજકુમારને મારા ભર્તારપણે આપો.” ત્યારે યક્ષે કહ્યું કે-“હે બાલા! આ રાજપુત્ર હું તને અર્પણ કરું છું. એની સાથે તું ઈચ્છાનુસાર સંસારનું સુખ ભેગવ.” એ પ્રમાણે સાંભળીને તેને ઘણે આનંદ થયો. પછી કમલવતી સેવકદ્વારા તેનું નામ વિગેરે પૂછીને, સ્નેહદષ્ટિથી તેને ફરીફરીથી જેતી પિતાને ઘરે ગઈ કુમારે પણ પિતાના મુકામે આવ્યો. બીજે દિવસે પણ કમલવતી પૂજા કરવાને આવી. કુમારે તેને જોઈ. પૂજા કર્યા બાદ વીણાવાદના પૂર્વક સંગીત કરીને તે ઘરે ગઈ. કુમાર તેનું ગાન તથા વીણને સ્વર સાંભળીને મનને વિષે ચિન્તવવા લાગ્યું કે “જે આ બાલાને પરણું તે જ મારો જન્મ સફલ છે, નહિ તે આ જીવિતથી શું ?” એ પ્રમાણે તેના રાગે વાદ્યો સતે ત્યાં જ રહ્યો. મુકામ ઉપાડ્યો નહિ. એકદા પુરુષોત્તમ રાજાના પ્રધાનેએ આવીને વિજ્ઞપ્તિ કરી કે “સ્વામિન! અત્ર વિલંબ કરવાનું શું કારણ છે ?” કુમારે કહ્યું કે –“મારે અહીં કાંઈ કામ છે, તમે આગળ જાઓ, હું તમારે પાછળ જલદીથી આવું છું.'
એ પ્રમાણે કુમારને ઉત્તર સાંભળીને તેઓ સમાપુરીએ પુરુષોત્તમ રાજ સમીપે ગયા અને કુમાર પાછળ આવે છે એમ કહ્યું. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org