________________
ઉપદેશમાળા રાજ્યપ્રાપ્તિ થશે, પણ તારે કનકપુર નગરને વિષે કનકશેખર રાજાની રાણી કનકમાળાની પુત્રી કનકવતીને સ્વયંવર થશે, ત્યાં જરૂર જવું. હું તને ત્યાં આશ્ચર્ય બતાવીશ તે તું જેજે. વળી હવે પછી જન્મ પર્યત તારે કંઈ પણ કામ આવી પડે, તો મારું સ્મરણ કરવું.” આ પ્રમાણે કહી યક્ષ અદશ્ય થયે. હવે રણસિંહ કુમાર બે નાના બળદને હળે જેડી, તેના ઉપર બેસીને કનકપુર આવ્યું. ત્યાં અનેક રાજકુમારે પ્રથમથી મળેલ હતા. રણસિંહ જરા દૂર ઉભે રહ્યો. તે અવસરે જેણે નૂપુર તથા કંકણ ધારણ કર્યા છે અને ઘણી એટીએથી જે પરિવૃત્ત થયેલી છે એવી કનકવતી સ્વયંવરમંડમાં આવી. પછી બંને બાજુમાં બેઠેલા રાજાઓને જેવી જેતી, તેઓને નહિ પસંદ કરતી તે જ્યાં રણસિંહ કુમાર હળ તજીને ખેડૂતના વેષમાં ઉભે છે ત્યાં ગઈ, અને તેના કંઠને વિષે વરમાળા આરોપી. તે જોઈને સર્વના મનમાં એક સાથે ક્રોધ ઉત્પન્ન થયો. તેઓ કનકશેખરને ઠપકે આપવા લાગ્યા કે હે
જન્! જે તારી ઈચ્છા હાલિક (ખેડુત)ને પુત્રી આપવાની હતી, તે અમને બોલાવીને તે શા માટે અપમાન કર્યું?” કનકશેખરે જવાબ દીધો કે “તેમાં મારે કાંઈ અપરાધ નથી. કારણ કે મારી પુત્રીએ તેની ઈચ્છાનુસાર વર પસંદ કર્યો, તેમાં અગ્ય શું કર્યું છે?” એ પ્રમાણે સાંભળીને સર્વ કે પાયમાન થયા અને લાલચોળ થઈ, આયુધ ધારણ કરી રણસિંહને ઘેરી લીધે, અને બેલ્યા કે
–“હે રંક ! તું કેણ છે? તારું કુળ કયું છે?” રણસિંહે કહ્યું કે– હાલ કુળ કહેવાને અવકાશ નથી, અને કદિ જે હું કહીશ તે પણ તમને વિશ્વાસ આવશે નહિ; માટે સંગ્રામ કરવાથી જ મારા કુળની પરીક્ષા થશે. એ પ્રમાણે સાંભળીને સર્વે યુદ્ધ કરવાને સજજ થયા. રણસિંહ પણ હળ ઉપાડીને સામે ધર્યો. પરસ્પર યુદ્ધ થયે સતે દેવપ્રભાવવડે હળના પ્રહારથી સર્વ રાજાઓ જર્જરીભૂત થઈને નાસી ગયા. તે જોઈને ચમત્કાર પામેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org