________________
ઉપદેશમાળા વિજયપુરના ઘણું લોકે આવીને હંમેશાં શ્રદ્ધા પૂર્વક પૂજા-સ્નાન આદિ કરે છે અને તેઓનાં મને વાંછિત તે યક્ષ પૂરા પાડે છે.
એક વખત કૌતુક જેવાને અર્થે રણસિંહ પણ ત્યાં ગયા. ત્યાં પ્રતિમાના દર્શન કરતા ઉભે હતું તેવામાં ચારણઋષિઓ ત્યાં વંદના કરવાને આવ્યા. રણસિંહ પણ તેઓને વંદન કરીને તેમની પાસે બેઠે. મુનિએ પણ “આ ચગ્ય છે” એવું જાણુને તેને ધર્મને ઉપદેશ દીધે, તે આ પ્રમાણે
આ સંસારમાં પ્રથમ તે મનુષ્યોને બાલપણામાં સ્ત્રીની કુક્ષિને વિષે દુખ છે, ત્યારપછી બાલ્યાવસ્થામાં પણ શરીર મલથી ખરડાયેલું રહે છે, તેમજ સ્ત્રીનું સ્તનપાન કરવું પડે છે. તે પણ દુઃખ છે. તરુણવયમાં વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ ભેગવવું પડે છે અને વૃદ્ધાવસ્થા તે તદ્દન સુખરહિત જ છે, તેથી તે મનુષ્યો ! સંસારમાં કંઈ પણ સુખ હોય તે કહે.” આ પ્રમાણે સાંભળીને રણસિંહે કહ્યું કે-આપે કહ્યું તે સત્ય છે.” સાધુએ રણસિંહને ધર્મ ઉપર રુચિવાળે જાણુને પૂછ્યું કે-“હે વત્સ! તું હમેશાં આ પ્રાસાદને વિષે પૂજા કરવા આવે છે?” ત્યારે તેણે જવાબ આપ્યો કે-“હું અહીં આવીને રોજ પૂજા કરું એવું મારું ભાગ્ય ક્યાંથી ?” સાધુએ કહ્યું કે-“જિનપૂજાનું મોટું ફળ છે. કહ્યું છે કેસેગણું પ્રભુની પ્રતિમાને પ્રમાર્જન કરવામાં પુણ્ય છે, હજારગણું વિલેપન કરવામાં, લાખગણું પુષ્પની માળા પહેરાવવાથી પુણ્ય છે અને ગીત વાજિંત્રાદિનું અનંત ગણું પુણ્ય છે. તેથી જે દરરોજ તું પૂજા કરવાને અસમર્થ હે તે દેવદર્શન કર્યા પછી ભજન લેવું એ અભિગ્રહ કર, એવા અભિગ્રહથી પણ તું સુખનું ભજન થઈશ.” આ પ્રમાણે સાંભળીને રણસિંહે તે પ્રમાણે અભિગ્રહ લીધે, અને ચારણષિઓ આકાશને વિષે ઉત્પતી ગયા.
હવે રણસિંહ હમેશાં જ્યારે ક્ષેત્રને વિષે પિતાને માટે જન આવે છે ત્યારે હળ છોડીને કૂકરંબાદિ નિવેદ્ય લઈને શ્રી પાર્શ્વનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org