________________
ઉપદેશમાળા. હવે કેટલાક દિવસ પછી કેઈએ વિજયસેન રાજાને તેના પુત્રને મારી નંખાવવાનું સર્વ વૃત્તાંત કહ્યું, તેથી તેને ઘણું દુખ ઉત્પન થયું. તે વિચારવા લાગ્યો કે-જેણે મારા પુત્રરત્નને મારી નંખાવ્યો તે દુષ્ટ રાણીને ધિક્કાર છે! આ સંસારસ્વરૂપને પણ ધિક્કાર છે કે જેની અંદર રાગદ્વેષથી પરાભવ પામેલા પ્રાણીઓ સ્વાર્થવૃત્તિને વશ થઈને આવાં દુષ્ટ કર્મ આચરે છે, તેથી એવા સંસારમાં રહેવું તે જ અઘટિત છે. આ લક્ષમી ચલિત છે, પ્રાણ પણ ચળ છે, આ ગ્રહવાસ પણ અસ્થિર ને પાશ રૂપ છે; તેથી પ્રમાદ છોડીને ધર્મને વિશે ઉદ્યમ કરવો જોઈએ. કહ્યું છે કે “સંપદા જલના મેજાના જેવી ચપલ છે, યૌવન ત્રણ ચાર દિવસનું છે, આયુષ્ય શરદઋતુના વાદળાના જેવું ચંચળ છે, તે ધનથી શું કામ છે? અનિંદ્ય એ ધર્મ જ કરે.” વળી “એવી કઈ કળા નથી, એવું કઈ ઔષધ નથી, અને એવું કેઈવિજ્ઞાન નથી કે જેથી કાળસર્વે ખવાતી એવી આ કાયાનું રક્ષણ કરી શકાય !” આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલા વિજયસેન રાજાએ પિતાની પ્રિયા વિજયા તથા “સુજય” નામના તેના ભાઈ સહિત પોતાના કેઈ વંશજને રાજ્ય સેપીને વીરભગવાનની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ભગવંતે સ્થવિરોને સેંપી દીધા. અનુક્રમે વિજયસેન નામના નવદીક્ષિત મુનિ સિદ્ધાંતના અધ્યયન કરીને મહાજ્ઞાની થયા. તેમનું “ધર્મદાસગણિ” એવું નામ રાખવામાં આવ્યું, અને તેના સાળા સુજયનું નામ “જિનદાસગણિ” રાખવામાં આવ્યું.
અન્યદા ભગવંતની આજ્ઞા લઈને બહુ સાધુઓથી પરવારેલા તેઓ પૃથ્વીને વિષે ભવ્ય જીવોને બંધ કરતા સતા વિહાર કરવા લાગ્યા.
હવે પેલો રણસિંહ નામે બાળક બાલ્યાવસ્થામાં પણ રાજક્રીડા કરતે સતે યૌવનાવસ્થા પામ્યા, અને સુંદરને ઘરે રહીને તેનાં ક્ષેત્ર સંબંધી કાર્યો કરવા લાગ્યું તેના ક્ષેત્ર સમીપે ચિંતામણું યક્ષથી અધિષ્ઠિત થયેલું શ્રી પાર્શ્વનાથજીનું ચૈત્ય આવેલું છે. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org